SearchBrowseAboutContactDonate
Page Preview
Page 693
Loading...
Download File
Download File
Page Text
________________ પરા દિઃ “નિરાચાર પદ એહમાં યોગી ”-ગારૂની વાત ન્યારી (૫૯૭) અને એટલા માટે જ આ દષ્ટિમાં સ્થિતિ કરતા સિદ્ધ શી જ્ઞાની પુરુષ આ અમૃતકુંભ સમી અપ્રતિક્રમણદિરૂપ ત્રીજી મકાને પ્રાપ્ત હોવાથી, તેમને સાધક પગી એવી દ્રવ્ય પ્રતિક્રમણાદિ આચાર ક્રિયા હોતી નથી, અપ્રતિકમણાદિ કારણ કે સમસ્ત ક્રિયાકલાપને એક ઈષ્ટ ઉદ્દેશ શુદ્ધ આત્મસિદ્ધિ એ જ અમૃતકુંભ છે, અને તે શુદ્ધ આત્માની સિદ્ધિ તે અત્રે પ્રાપ્ત થઈ ચૂકી છે. એટલે - હવે તેનું કંઈ પ્રયજન રહ્યું નથી. કારણ કે “ક” જે પૂર્વકૃત શુભાશુભ અનેક વિસ્તાર વિશેષવાળું છે, તેનાથી જે આત્માને નિવર્તાવે-પાછો વાળે તે પ્રતિક્રમણ છે. અથવા તો સ્વાસ્થાનમાંથી જે પ્રમાદને વશ થઈ પરસ્થાને ગયે હાય, તેનું પુન: પાછું ત્યાં જ મૂળ સ્થાને ક્રમણ-ગમન તે પ્રતિક્રમણ કહેવાય છે. અર્થાત શુદ્ધ આત્મસ્વરૂપ પદમાંથી જે ભણતા થઈ હતી, ત્યાં “મૂળ શુદ્ધ તે આત્મપદમાં પાછું આવી જવું તેનું નામ પ્રતિક્રમણ છે, આવું શુદ્ધ સહજ આત્મસ્વરૂપમાં પુનરાગમનરૂપ ભાવપ્રતિકમણપરમાર્થ પ્રતિક્રમણ અત્રે નિપન્ન ગીને પ્રાપ્ત થઈ ચૂક્યું છે. એટલે એમને એવી પરમ નિરપરાધ-નિર્દોષ આત્મદશા પ્રગટી છે, કે ત્યાં લેશ પણ અપરાધનો પુનઃ સંભવ નથી. તે પછી અપરાધના પ્રાયશ્ચિત્તરૂપ પ્રતિક્રમણનો અવકાશ ક્યાંથી હોય? આમ તેમને શુદ્ધ આત્મસ્વભાવમાં સ્થિતિમય પરમ અમૃતસ્વરૂપ અપ્રતિક્રમણ દશા ઘટે છે. તે જ પ્રકારે અપ્રત્યાખ્યાનાદિ બાબત સમજી લેવું. અત્રે આ દષ્ટાંત ઘટે છે–પર્વત પર ચઢવા માટે આરોહણક્રિયા-ચઢવાની ક્રિયા કરવી પડે છે, પણ પર્વતની ટોચે ચઢી ગયા પછી કાંઈ ચઢવાની ક્રિયા કરવી પડતી નથી. તેમ ગગિરિ પર ચઢવા માટે ઉત્તરોત્તર ગભૂમિકા વટાવવારૂપ ચોગારૂઢની આરોહણક્રિયા કરવી પડે છે, પણું ગગિરિના શૃંગ પર આરૂઢ વાત ન્યારી થયા પછી કંઈ પણ ગસાધનરૂપ આરેહશુક્રિયા કરવી પડતી નથી. સાધક દશામાં વર્તતા ગારોહકને જે અવલંબન–સાધન અનિવાર્ય પણે આવશ્યક છે, અવશ્ય જરૂરના છે, તે નિષ્પન્ન ગદશાને પામેલા ગારૂઢ જ્ઞાની પુરુષને કંઈ પણ કામના નથી. કારણ કે ચઢેલાને ચઢવાનું શું ? પામેલાને પામવાનું શું? ધરાયેલાને જમવાનું શું ? આમ પરમ અદ્દભુત આત્મસમાધિમય પરમ જ્ઞાનદશા પામેલા જ્ઞાનગીની વાત એ છે, ન્યારી છે. ત્યાં પ્રાકૃત જનને કાયદો કેમ લાગુ પડે? સામાન્ય જનના અનુમાનના કાટલે જોખવાનું કેમ પાલવે ? અને સામાન્ય પ્રાકૃત જન તેવા જ્ઞાનીજનનું અનુકરણ કરવાની ધૃષ્ટતા કરે તે પણ કેમ કામ આવે? ભૂખ્યાને ભેજન કરવાની જરૂર પડે છે, પણ ધરાયેલાને તૃપ્ત થયેલાને કાંઈ જરૂર રહેતી x “कम्मं जं पुवकयं सुहासुहमणेयवित्थरविसेसं । તો ળિયg acqયં તુ ર પરિઘમ”– શ્રી સમયસાર ટીકા ગા. ૩૮૩. " स्वस्थानात्यत्परस्थानं प्रमादस्य वशाद् गतः । तत्रैव क्रमणं भूयः प्रतिक्रमणमुच्यते॥" Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005150
Book TitleYogdrushti Samucchaya
Original Sutra AuthorHaribhadrasuri
AuthorBhagvandas Mehta
PublisherMansukhlal Mehta Mumbai
Publication Year1950
Total Pages866
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size24 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy