________________
( ૧૬ )
યોગદદિસમુચ્ચય
યોગસાધના માટે જે જે આચાર આવશ્યક હતા, અવશ્ય કરવા યોગ્ય નિરાચાર પદ હતા, તે હવે અત્રે સંપૂર્ણ યોગસિદ્ધિ સાંપડતાં નિરુપયોગી બની જાય એહમાં યોગી” છે, નિપ્રયજન થાય છે. પૂર્વે પ્રારંભિક સાધકને જે પ્રતિક્રમણદિ
સાધન ગભૂમિકા પર ચઢવા માટે ઉપકારી હતા, તે હવે ગારૂઢ એવી સમાધિદશા પામ્યા પછી યોગસિદ્ધ પુરુષને અકિંચિત્કર-નકામા થઈ પડે છે. ગારંભ દશામાં જે પ્રતિક્રમણાદિ આવશ્યક આચાર અમૃતકુંભરૂપ હોય છે, તે જ સાધનને જો નિષ્પન્ન-સિદ્ધ યોગદશામાં પણ વળગી રહેવામાં આવે તો તે વિષકંભરૂપ થઈ પડે છે; કારણ કે અખંડ આત્મસમાધિરૂપ આત્મસ્થિતિમાં તે તે ક્રિયા ઉલટ વિક્ષેપ પાડે છે. પ્રતિક્રમણાદિ ક્રિયા કરવાનો હેતુ અનુક્રમે આત્મસમાધિદશા પામવાનો છે, તે હેતુ સિદ્ધ થઈ ગયા પછી તે તે સાધનનું કોઈ પ્રયોજન રહેતું નથી.
અત્રે શંકા થવી સંભવે છે કે-આ શુદ્ધ આત્મ ઉપાસનથી શું? કારણ કે પ્રતિક્રમણદિથી જ આત્મા નિરપરાધ થાય છે. અપ્રતિકમણાદિ સાપરાધને-અપરાધીને
અપરાધ દૂર નહિં કરનાર હોવાથી વિષકુંભરૂપ છે, અને પ્રતિક્રમણાદિ પ્રતિકમણાદિ અપરાધ દૂર કરવાપણાથી અમૃતકુંભ છે.” તેનું સમાધાન-પ્રતિક્રમણાદિ વિષકુંભ કેમ? અપ્રતિક્રમણદિના ત્રણ પ્રકાર છે –(૧) અજ્ઞાની જનનું જે અપ્રતિ
ક્રમણાદિ છે તે તો સાક્ષાત્ વિષકુંભ જ છે. કારણ કે તેમાં તે શુભ આત્મસિદ્ધિનો અભાવ જ છે, એટલે એ સ્વયં અપરાધરૂપ જ છે. (૨) . બીજું જે દ્રવ્ય પ્રતિક્રમણાદિ શુદ્ધ આત્મસિદ્ધિરૂપ ત્રીજી ભૂમિકાના લક્ષ્ય વિનાનું હોય, તે પણ વિષકુંભ જ થઈ પડે છે, કારણ કે તે આત્માર્થરૂપ સ્વીકાર્ય સાધતું નથી, અને માનાર્થ આદિરૂપ વિપરીત કાર્ય સાધે છે, એટલે આત્માને વિષરૂપે જ-ઝેરરૂપે જ પરિણમે છે. (૪) પણ તે દ્રવ્ય પ્રતિક્રમણાદિ જે શુદ્ધ આત્મસિદ્ધિરૂપ તૃતીય ભૂમિકાના લક્ષ્યવાળું હોય, આત્મસિદ્ધિને લક્ષ્ય રાખીને કરવામાં આવતું હોય, તે વ્યવહારથી તે અમૃતકુંભરૂપ હોય છે, અર્થાત્ આત્માને અમૃતરૂપે પરિણમવાનું કારણ થાય છે. (૩) ત્રીજું જ્ઞાનીજનનું જે તૃતીય ભૂમિકારૂપ–શુદ્ધ આત્મસિદ્ધિરૂપ અપ્રતિક્રમણાદિ છે, તે તે સાક્ષાત સ્વયં અમૃતકુંભ છે, અર્થાત આત્માને સાક્ષાત અમૃતરૂપે પરિણમે છે. એટલે શુદ્ધ આત્મસિદ્ધિસંપન્ન આવા ગારૂઢ જ્ઞાનીની અપેક્ષાએ તેઓને દ્રવ્ય પ્રતિક્રમણાદિ વિષકુંભ છે, અને અપ્રતિક્રમણાદિ અમૃતકુંભ છે.* (સરખા-વિષ, અમૃત આદિ અનુષ્ઠાન સ્વરૂપ).
* " पडिकमणं पडिसरणं परिहारो धारणा णियत्ती य ।
जिंदा गरहा सोही अट्टविहो होइ विसकुंभो ॥ अपडिकमणं अप्पडिसरणं अपरिहारो अधारणा चेव ।
अणियत्ती य अणिंदा गरहा सोही अमयकुंभो ॥” ( જુઓ ) સમયસાર ગા. ૩૦૬-૩૦૭ અને અમૃતચંદ્રાચાર્યજીની અદ્દભુત ટીકા.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org