________________
(૫૯૮ )
વગદષ્ટિસમુચ્ચય
આનંદઘન નથી. તેમ પરમ જ્ઞાનામૃતના કાનથી જે આકંઠ પરિતૃપ્ત થયા છે, તેને પ્રભુ જાગે રે’ હવે કોઈ આ બન–સાધનની અપેક્ષા રહેતી નથી, કારણ કે આલંબન
સાધનને ત્યાગી જેણે પર પરિણતિને ભગાડી છે, એવા સહજાન્મસ્વરૂપી આનંદઘન પ્રભુ અક્ષય એવા દર્શન-જ્ઞાન-વૈરાગ્યમાં જાગ્યા છે, અર્થાત્ શુદ્ધ આત્મસ્વરૂપમાં અખંડ સ્થિતિરૂપ સદેદિત જાગ્રત એવી ઉજાગર દશામાં બિરાજમાન થયા છે. આમ સાધ્ય સિદ્ધ થયું હોવાથી સાધનની કંઈ અપેક્ષા રહેતી નથી, કૃતકૃત્ય થયા હોવાથી એને હવે કંઈ કરવાનું રહ્યું નથી. “આલબન સાધન જે ત્યાગે, પરંપરિણતિને ભાગે રે,
અક્ષય દર્શન જ્ઞાન વેરાગે, આનંદઘન પ્રભુ જાગે રે. ”શ્રી આનંદઘનજી.
આ પરમ જ્ઞાની પુરુષ પરમ કૃતકૃત્ય, પૂર્ણકામ થઈ ચૂક્યા છે; કારણ કે જ્યારથી ચેતન પિતે વિભાવથી ઉલટ થઈ-વિમુખ થઈ, સમય પામી પોતાનો સ્વભાવ ગ્રહણ
કરી લીધો છે, ત્યારથી જ જે જે લેવા ગ્ય હતું તે તે સર્વ તેણે કતકલ્ય જ્ઞાન લઈ લીધું છે, અને જે જે ત્યાગ યોગ્ય હતું, તે તે સર્વ છોડી દીધું | દશા છે. એટલે તેને હવે કંઈ લેવાનું રહ્યું નથી કે મૂકવાનું બીજું કાંઈ રહ્યું
નથી, તે હવે તેને બાકી નવીન કાર્ય શું રહ્યું છે? કારણ કે સંગના ત્યાગી, અંગના ત્યાગી, વચન-તરંગના ત્યાગી, મનના ત્યાગી, બુદ્ધિના ત્યાગી એવા આ પરમ વીતરાગ યોગીશ્વરે આત્માને શુદ્ધ કરી દીધો છે. “જબહિં તે ચેતન વિભાવસો ઉલટિ આપુ, સમો પાઈ અપને સુભાવ ગહી લીન હે; તબહિં તે જે જે લેન જગ સો સો સબ લીનો, જે જે ત્યાગ જોગ સો સો સબ છાંડી દીને હૈ. લેવેકી ન રહી ઠોર ત્યાનિકો નાંહિ ઓર, બાકી કહા ઉબર્યો જુ, કારજ નવીન હૈ સંગ ત્યાગી, અંગ ત્યાગી, વચનતરંગ ત્યાગી, મન ત્યાગી, બુદ્ધિ ત્યાગી, આપા શુદ્ધ કી.
–-શ્રી બનારસીદાસજીકૃત હિંદી સમયસારઆવી પરમ અદ્દભુત વીતરાગ જ્ઞાનદશાને જેણે પોતાના જીવનમાં સાક્ષાત્ અનુભવ કર્યો છે, એવા પરમ ભેગી શ્રીમદ્ રાજચંદ્રજી આ સુભાષિતમાં વર્ણવેલ જ્ઞાનદશાની મુક્ત કંઠે પ્રશંસા કરતાં પરમેલ્લાસથી કહે છે કે
“લેવેકી ન રહી ઠોર, ત્યાગીકી નાંહિ ઓર
બાકી કહા ઉબર્યો જુ, કારજ નવીને હે.” સ્વરૂપનું ભાન થવાથી પૂર્ણકામપણું પ્રાપ્ત થયું. એટલે હવે બીજું કોઈ ક્ષેત્ર કંઈ પણ લેવાને માટે રહ્યું નથી. સ્વરૂપને તો કેઈ કાળે ત્યાગ કરવાને મૂર્ખ પણ છે
નહિ, અને જ્યાં કેવલ સ્વરૂપસ્થિત છે ત્યાં તો પછી બીજું કંઈ રહ્યું
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org