________________
પતાને, “અસંગ અતષ્ઠાન 'હું તાપથ
(૫૮૩) નહિં કે અનાલંબન ગ વ્યાપાર. કારણ કે ફલનું સિદ્ધપણું છે. (વિશેષ જિજ્ઞાસુએ ગવિંશિકા પર શ્રી યશોવિજયજીની ટીકા તથા પડશક શાસ્ત્ર અવેલેકવા.)
આ સર્વ ઉપરથી તાત્પર્ય એ છે કે-(૧) અસંગ અનુષ્ઠાન એટલે શાસ્ત્રવચનના સંગઅવલંબન વિના, તજજન્ય દઢ સંસ્કારથી આપોઆપ સ્વરસથી પ્રવર્તતું એવું,
નિગ્રંથ વીતરાગ મુનિનું આત્મસ્વભાવરૂપ થઈ ગયેલું અસંગ આચરણ. અસંગનું આ નિગ્રંથ મહામુનિનું આત્મચારિત્ર એટલું બધું આદર્શ પણે અસંગ તાત્પર્ય હોય છે, કે તેમાં કોઈ પણ પ્રકારના પરભાવને કંઈ પણ સંગ નથી
હતો. સંગ બે પ્રકારના છે-બાહ્ય અને અત્યંતર. ધન ધાન્યાદિ પરિગ્રહ તે બાહ્ય સંગ છે, રાગ-દ્વેષ-મહદ અંતરંગ ભાવે તે અત્યંતર સંગ છે. આ બને પ્રકારના સંગનો જ્યાં સર્વથા અભાવ વરે છે, તે અસંગ અનુષ્ઠાન કહેવાય છે.
વ્ય-ભાવ નિગ્રંથપણાની અને તેમાંય મુખ્ય કરીને આદર્શ ભાવ નિશૈથપણાની જયાં સંપૂર્ણ સિદ્ધિ વર્તે છે, તે અસંગ અનુષ્ઠાન છે. (૨) આ અસંગ અનુષ્ઠાન એ જ અનાલંબન રોગ છે. અરૂપી પરમાત્માના ગુણ સાથે સમાપત્તિ થવી, સમરસભાવ પરિણતિ થવી તે અનાલંબન યોગ છે. બીજે કયાંય પણ સંગ-આસક્તિ કર્યા વિના કેવળ એક પરમાત્મામાં જ ચિત્ત જેડી, પરમાત્માના અને આત્માના ગુણની એકતાના ચિંતનથી તન્મયતા થવી, તે અસંગ અનુષ્ઠાનરૂપ અનાલંબન ગ છે. (૩) અને આ અનાલંબન
ગ તે સામર્થ્યોગમાં પ્રગટતી ઉત્કટ પરતવદર્શનચ્છા છે. આ પરતવદર્શનની ઈચ્છા એટલી બધી ઉત્કટ–તીવ્ર હોય છે, કે ત્યાં પછી બીજે કયાંય પરભાવમાં સંગઆસકિત હોતી નથી, બીજે કયાંય ચિત્ત ચોંટતું નથી, કેવળ ૫રતત્વના દર્શનની જ ઝંખના વર્તે છે. આમ અન્યત્ર કયાંય સંગ વિના-આસક્તિ વિના, આલંબન વિના, પ્રતિબંધ વિના, જે અસંગ નિગ્રંથ આચરણ થાય, એક પરમાત્માના ધ્યાનરૂપ જે અનાલંબનગ પ્રગટે, પરમાત્મદર્શનની જે ઉત્કટ ઈચ્છા પ્રવર્તે, તે સર્વ અસંગ અનુષ્ઠાન છે.
આ “અનુષ્ઠાન” શબ્દનું અર્થ રહસ્ય સમજવા ગ્ય છે. જ્ઞાનને અનુસરતી, અનુકૂળ, અવિરુદ્ધ ક્રિયા કરવી, તેનું નામ અનુષ્ઠાન છે. એટલે જે પ્રકારે દ્રઢ નિશ્ચયપૂર્વક
જ્ઞાન થયું કે દેહાદિ પરવતુથી આત્મા ભિન્ન છે, તે નિશ્ચય જ્ઞાનને “અનુષ્ઠાન ”નું વર્તનમાં–આચરણમાં મૂકવું અર્થાત દેહાદિ પરવતુ પ્રત્યેના રાગાદિ રહસ્ય ભાવને ત્યાગ કરી, શુદ્ધ આત્માની સિદ્ધિ કરવા પ્રવર્તવું, તે અનુષ્ઠાન છે.
દેહાદિથી પ્રગટ ભિન્ન એવું જે આત્માનુભવરૂપ આત્મજ્ઞાન થયું, તેને અનુરૂપ-છાજે એમ દેહાદિ પરભાવના સંસર્ગથી રહિતપણે શુદ્ધ આત્મસ્વભાવનું આચરણ કરવું, તે અનુષ્ઠાન છે. એટલે તેની સાધક એવી ક્રિયા તે પણ અનુષ્ઠાન નામથી ઓળખાય છે. આવા આત્માને અમૃતરૂપે પરિણમતા અમૃત અનુષ્ઠાનની સાધના કરતાં કરતાં
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org