________________
પ્રભા : મીલ આદિ ૪ અgષ્ઠાન, અનાલંબન યોગ
(૫૮૧ ) આત્માનુચરણ તે અસંગાનુષ્ઠાન છે. કહ્યું છે કે-“અભ્યાસાતિશયને લીધે સંતેથી જે સાતમીભૂત જેવું આચરાય છે, એવું અસંગાનુષ્ઠાન તે વચનના સંસ્કાર થકી હોય છે. પહેલું ચક્રભ્રમણ દંડવ્યાપારથી હોય છે અને તેના અભાવે પછીનું હોય છે, આ વચનાનુષ્ઠાન અને અસંગાનુષ્ઠાનને વિશેષ જણાવનારૂં દષ્ટાંત છે.” અર્થાત હાથ હલાવતાં ચક ભમે છે, તેમાં પહેલે આંટે હાથે હલાવવાથી ફરે છે, અને પછી હાથ મૂકી દઈએ તે પણ પૂર્વ સંસ્કારથી ચક્ર ફર્યા કરે છે. આમાં પહેલા આંટા બરાબર વચનાનુષ્ઠાન છે અને પછીના આંટા બરાબર અસંગાનુષ્ઠાન છે. એટલે ભિક્ષાટનાદિ વિષયી વચનાનુષ્ઠાન વચનવ્યાપારથકી હોય છે, અને અસંગાનષ્ઠાન વચન અભાવે પણ કેવલ તજજનિત સંસ્કારથકી હોય છે, વચનવ્યાપાર નહિં છતાં તેનાથી ઉપજેલા દઢ અભ્યાસ સંસ્કારથી આપોઆપ (Automatic ) થયા કરે છે. આમ અસંગાનુષ્ઠાન એટલે વ્યવહાર કાલે વચનનું આલંબન લીધા વિના, અતિશય અભ્યાસને લીધે ઉપજેલા ગાઢ સંસ્કાર થકી, ચંદનગધન્યાયે સાત્મીભૂત થયેલું-આત્માના સ્વભાવભૂત થઈ ગયેલું અનુષ્ઠાન. જેમ ચંદનગંધ આખા વનને સુવાસિત કરી મૂકે છે, તેમ આ અનુષ્ઠાન આ ચારિત્રવંત મહાયોગીને એટલું બધું આત્મારૂપ થઈ ગયું હોય છે, કે તે તેના સકલ આત્મપ્રદેશમાં વ્યાપ્ત થઈ જઈ તેને શીલસૌરભથી સુવાસિત કરી મૂકે છે. તે અનુષ્ઠાનને તેના આત્માને એટલે બધે દઢ અભ્યાસ થઈ ગયે હેાય છે, ને શાસ્ત્રવચનને તેને એટલે બધે ગાઢ સંસ્કાર લાગી ગયે હેાય છે, કે વચનાલંબન વિના પણ એની મેળે સ્વરસથી તેની તથા પ્રવૃત્તિ થયા જ કરે છે. આવું તે મહાત્માનું સહજ સ્વભાવરૂપ અસંગ આચરણ તે અસંગ અનુષ્ઠાન છે.
અનાલંબન યોગ આ જે અસંગાનુષ્ઠાન છે, તે જ અનાલંબન વેગ કહેવાય છે, કારણ કે અનાલંબન એ સંગત્યાગનું જ લક્ષણ છે. આ અનાલંબન યુગનું સ્વરૂપ સમજવા માટે આલંબન યોગનું સ્વરૂપ જાણવું જોઈએ. તે આ પ્રકારે અહીં આલંબન પણ આ છેરૂપી અને અરૂપી એવા પરમ; અને તે અરૂપી પરમાત્માના ગુણની પરિણતિરૂપ એ જે સૂક્ષમ છે, તે અનાલંબન યોગ છે.”
" आलंवणं पि एयं रूवमरूवी य इत्थ परमुत्ति । तग्गुणपरिणइरूवो, सुहुमोऽणालंबणो नाम ॥"
–શ્રી હરિભદ્રસૂરિકૃત ગવિશિકા, ગા. ૧૯. * " यत्त्वभ्यासातिशयात्सात्मीभूतमिव चेष्यते सद्भिः।
तदसङ्गानुष्ठानं भवति त्वेतत्तदावेधात् ।। चक्रभ्रमणं दण्डात्तदभावे चैव यत्परं भवति । वचनासङ्गानुष्ठानयोस्तु तज्ज्ञापकं शेयम् ॥” ।
મહર્ષિ હરિભદ્રાચાર્યજી પ્રણીત ષડશક ૨૦-૭, ૮.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org