________________
(૫૮૦) :
ગાદિસ થઈ માર્ગમાં અર્થાત શુદ્ધ આત્મતત્વની સિદ્ધિ સાધના યોગમાર્ગમાં, સત્મવૃત્તિપદને
અસંગાનુષ્ઠાન” સંજ્ઞા આપવામાં આવી છે. આ “અસંગાનુષ્ઠાન' સંજ્ઞા-નામ ઉપરથી એનું સ્વરૂપ સંજ્ઞાત થાય છે, સમ્યફપ્રકારે જણાય છે, એટલે એને “અસંગાનુષ્ઠાન સંજ્ઞા બરાબર ઘટે છે. “સંશાતે નેન તિ સંશા. 'આ અસંગ અનુષ્ઠાન એટલે શું? તે બરાબર સમજવા માટે આ ચાર પ્રકારના અનુષ્ઠાનનું સ્વરૂપ જાણવું જોઈએ(૧) પ્રીતિ અનુષ્ઠાન, (૨) ભક્તિ અનુષ્ઠાન, (૩) વચન અનુષ્ઠાન, (૪) અસંગ અનુષ્ઠાન.
જે અનુષ્ઠાનમાં પરમ આદર-પ્રયત્નાતિશય હોય છે, પરમ પ્રીતિ ઉપજે છે, અને શેષત્યાગથી એટલે કે બીજાં બધાં કામ એક કાર મૂકી દઈ જે કરાય છે, તે પ્રીતિ
_ અનુષ્ઠાન છે. એ પ્રીતિ અનુષ્ઠાનની તુલ્ય છતાં, પૂજ્યપણાની બુદ્ધિથી પ્રીતિ-ભક્તિ જે વિશુદ્ધતર વ્યાપારવાળું હોય છે, તે ભકિત અનુષ્ઠાન છે. એટલે અનુષ્ઠાન બીજી બધી રીતે પ્રીતિ અનુષ્ઠાન બરાબર છતાં, આ ભક્તિ અનુષ્ઠાનમાં
પૂજ્યભાવને અંશ વિશેષ હોય છે, તેથી તે વધારે વિશુદ્ધગવ્યાપારવાળું હોય છે. આ પ્રીતિ-ભક્તિ એ બને અનુષ્ઠાનનું સ્વરૂપ સમજવા માટે પત્નીનું અને માતાનું ઉદાહરણ છે. પત્ની છે તે અત્યંત વલભ-પ્રિય છે, તેમજ જનની હિતરૂપ છે. પત્નીને જે ભેજન-વસ્ત્રાદિ આપવામાં આવે છે તે પ્રીતિથી અપાય છે, અને માતાને જે આપવામાં આવે છે તે ભક્તિથી અપાય છે. આટલે એ બંને વચ્ચે ફેર છે.
શાએ અર્થના અનુસંધાનપૂર્વક સાધુપુરુષની જે સર્વત્ર ઉચિત પ્રવૃત્તિ, તે વચના નુષ્ઠાન છે. અર્થાત ચારિત્રવંત પુરુષની શાસ્ત્રવચનને અનુસરતી, “ જયાં જયાં જે જે
ચોગ્ય છે” એવી સર્વત્ર ઉચિત ગવાળી પ્રવૃત્તિ, શાસ્ત્રમાં કહ્યા વચન-અસંગ પ્રમાણે યથાસૂત્ર આદર્શ ( Ideal ) આચરણ, તે વચનાનુષ્ઠાન છે. અનુષ્ઠાન દા. ત. અઢાર હજાર શીલઅંગને ધરનારા તે સાચા સાધુ અથવા
મુનિ છે, તેવું શાસ્ત્રવચન અનુસારનું યથક્ત આદર્શ આચરણ હોય તે વચનાનુષ્ઠાન. વ્યવહારકાલે શાસ્ત્રવચનથી જે નિરપેક્ષ હોય છે-શાસ્ત્રવચનની જ્યાં અપેક્ષા રહી નથી, અને અતિદઢ સંસ્કારને લીધે ચંદનગંધ ન્યાયે જે આત્મારૂપ થઈ ગયું હોય છે, એવું જે જિનકલ્પ આદિનું ક્રિયાસેવન–સર્વ પર ભાવના સંગસ્પર્શ રહિત શુદ્ધ x “ यत्रादरोऽस्ति परमः प्रीतिश्च हितोदया भवति कर्तुः।
शेषत्यागेन करोति यच्च तत्प्रीत्यनुष्ठानम् ॥ गौरवविशेषयोगाद्बुद्धिमतो यद्विशुद्धतरयोगम् । क्रिययतरतुल्यमपि क्षेयं तद्भक्त्यनुष्ठानम् ॥ अत्यन्तवल्लभा खलु पत्नी तद्वद्धिता च जननीति । તુરામવિ કલ્યમનોત બીતિમતિ ”—ડિશાક, ૨૦, ૩-૫
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org