________________
કાંતાદષ્ટિ ચારિવહ પરાજય, સદાય હિતેાદય
( પપ૧ ) અને તે સંક્ષિપ્ત મન-વચન-કાયાના યોગની પ્રવૃત્તિ કરવી પડે તો તે માત્ર સંયમના હેતુથી જ કરે છે, અને તે પણ નિજ આત્મસ્વરૂપનો નિરંતર લક્ષ રાખીને અને ભગવાન વીતરાગ દેવની આજ્ઞાને આધીન પણે રહીને. તે સંક્ષિપ્ત પ્રવૃત્તિ પણ ક્ષણ ક્ષણ ઘટતી જાતી સ્થિતિમાં હોય છે, અને છેવટે નિજ સ્વરૂપમાં લીન થાય છે, (જુઓ પૃ. ૨૫, શ્રીમદ્ રાજચંદ્રજીએ સંગીત કરેલું “અપૂર્વ અવસર વાળું અનન્ય કાવ્ય).
“સર્વ ભાવથી ઔદાસીન્ય વૃત્તિ કરી, માત્ર દેહ તે સંયમ હેતુ હોય છે, અન્ય કારણે અન્ય કશું ક૯પે નહિં, દેડે પણ કિંચિત મૂછ નવ ય જો.
અપૂર્વ અવસર એ ક્યારે આવશે ? ” ઇ-શ્રીમદ્ રાજચંદ્રજી.
પંચ ઇન્દ્રિયના વિષયમાં તેને રાગદ્વેષ વિરહિતપણું હોય છે, ઈષ્ટ-અનિષ્ઠ બુદ્ધિ હોતી નથી; પાંચ પ્રકારના પ્રમાદથી એના મનને ક્ષોભ ઉપજતો નથી; દ્રવ્યથી, ક્ષેત્રથી, કાળથી
ને ભાવથી કયાંય પ્રતિબંધ કર્યા વિના તે નિર્લોભ પણે પૂર્વ પ્રારબ્ધ વિષય કષાયજય કર્મના ઉદયને આધીન થઈને વિચરે છે. ક્રોધ પ્રત્યે તે તેને ક્રોધસ્વ.
અપ્રમાદ– ભાવપણું વર્તે છે ! માન પ્રત્યે દીન પણાનું માન હોય છે ! માયા પ્રત્યે અપ્રતિબંધ તે સાક્ષીભાવની–દષ્ટાભાવની માયા કરે છે! અને લેભ પ્રત્યે તે લોભ
સમાન થતો નથી ! કંઈ બહુ ઉપસર્ગ કરનારે હોય તો તેના પ્રત્યે તે કાપતે નથી. ચક્રવતી આવીને વંદન કરે તો પણ તેનામાં માન ત્યે જડતું નથી. દેહ છૂટી જાય તો પણ તેના રોમમાં પણ માયા ઉપજતી નથી, પ્રબળ લધિ-સિદ્ધિ પ્રગટે તે પણ તેને લોભને અંશ પણ સ્પર્શતો નથી.
શત્રુ-મિત્ર પ્રત્યે તેને સમદર્શિપણું વર્તે છે, માન-અપમાનમાં પણ તેનો તે જ સ્વભાવ વર્તે છે, જીવિતમાં કે મરણમાં તે ન્યૂનાધિક પણું-ઓછાવત્તાપણું માનતા નથી
અને સંસાર છે કે મોક્ષ છે તે પ્રત્યે તેને શુદ્ધ સમભાવ વર્તે છે. સર્વત્રસમભાવ: તે એકાકી પણ સ્મશાનને વિષે વિચરે છે, વળી પર્વતમાં કે જ્યાં વાઘજિનકપીવત્ સિંહને સંગ હોય છે ત્યાં પણ વિચરે છે, છતાં તેનું આસન ચર્યા અડોલ રહે છે ને મનમાં કોઈપણ પ્રકારનો ક્ષોભ ઉપજતો નથી, પણ
જાણે પરમ મિત્રને વેગ પામ્યા હોય એમ તે જાણે છે. ઘોર તપશ્ચર્યા કરતાં પણ તેના મનને તાપ થતું નથી, અને સસ અન્નથી તેના મનને પ્રસન્નભાવ ઉપજતું નથી. રજકણ હો કે વૈમાનિક દેવની ઋદ્ધિ હે –તે સર્વેય એક પુદગલસ્વભાવરૂપ છે એમ તે માને છે.
આમ તે ચારિત્રમોહને પણ પરાજય કરે છે, એટલે સર્વથા મેહના અભાવથી તત્વસમાવેશરૂપ કારણને લીધે-અત્યંત તત્વ પરિણતિને લીધે તેને સદાય હિતોદય જ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org