SearchBrowseAboutContactDonate
Page Preview
Page 63
Loading...
Download File
Download File
Page Text
________________ કર્યો છે, આત્માકાર કર્યો છે, આત્માનુભૂતિમય કર્યો છે તે “ગીતાર્થ ' અર્થાત જેણે પરમ નિશ્ચયરૂપ પરમાર્થ આત્મતત્વ ગીત કર્યું છે, અનુભૂત કર્યું છે તે ગીતાર્થ. એવા ગીતાર્થ આત્માનુભવી જ્ઞાની પુરુષ જ ગુરુ થવાને યોગ્ય છે. બાકી તથારૂપ ગ્યતા વિનાના અજ્ઞાની ગુરુએ તે કર્મભારથી “ગુરુ” (ભારે) બને છે. અજ્ઞાની નિજ છંદે ચાલે, તમ નિશ્રાએ વિહારી; અજ્ઞાની જે ગ૭ને ચલવે, તે તે અનંત સંસારી છે. જિનજી ! જિમ જિમ બહુશ્રુત બહુ જનસંમત, બહુ શિષ્ય પરવરિયા; તિમ તિમ જિનશાસનનો વયરી, જે નવિ નિશ્ચય દરિયે રે. જિનજી ! સમભાષી ગીતારથ નાણી, આગમમાંહે લહિયે રે, આતમ અરથી શુભમતિ સજજન, કહે તે વિણ કેમ રહિયે રે?”—શ્રી યશોવિજયજી. આમ સાચા ગીતાર્થ, જ્ઞાની, આત્માનુભવી સદગુરુ પાસેથી જ પારમાર્થિક ભાવ ગુરુગમ પ્રાપ્ત થાય છે. આ અંગે સુંદર અન્યક્તિ છે કે-ગગનમંડલ-ચિદાકાશ તેની મળે એક અમૃતને કુવો છે, એટલે અમૃતસ્વરૂપી શાંતસુધારસમય આત્માને ત્યાં વાસ છે. જેને સદગુરુ મળ્યા છે, તે જ તે અમૃતકૂપમાંથી શાંતસુધારસ ભરી ભરીને પીએ છે, તેમની તૃષા છીપે છે અર્થાત ભવતૃષ્ણા શાંત થાય છે, અને તે અમૃતપાનથી તે અમૃતપણને પામે છે. બાકી જેને સદગુરુનો ગ નથી મળ્યું, તે તે અમૃતપાનના લાભથી વંચિત રહે છે, તરસ્યા ચાલ્યા જાય છે, એટલે તેમની ભવતૃષ્ણ બુઝાતી નથી, અને તે મૃત પણાને જ પામે છે, અર્થાત જન્મમરણપરંપરા કર્યા કરે છે, તેના જન્મમરણને છેડો આવતો નથી. “ગગન મંડળમેં અધબિચ કૂવા, ઉહા હે અમીકા વાસ; સગુણા એ સો ભર ભર પીવે, નથુરા જાવે પાસા.. અવધૂ! સો જેગી ગુરુ મેરા, ઉસ પદકા કરે રે નીવેડા. –શ્રી આનંદધનજી. વહ સત્ય સુધા દરશાવહિંગે, ચતુરંગુલ હે દસે મિલ હૈ, રસદેવ નિરંજનકે પિવહી, ગહીં જોગ જુગ જુગ સો જિવહી ”શ્રીમદ્ રાજચંદ્રજી. શ્રી શૈતમસ્વામીજીને ભગવાન મહાવીર દેવે સમ્યગ નેત્ર આવ્યાં ત્યારે વેદના અર્થ પણ સમ્યફપણે સમજાયા. હષ્ટિ સમ્યફ હોય તે મિથ્યા શાસ્ત્ર પણ સભ્યપણે પરિણમે છે અને દષ્ટિ મિથ્યા હોય તે સમ્યકુશાસ્ત્ર પણ મિથ્યાપણે પરિણમે છે. ષડ્રદર્શનનું રહસ્ય પણ દષ્ટિ સમ્યફ હોય તે સમજાય છે. માટે દષ્ટિ સમ્યક્ જોઈએ, અને તેની પ્રાપ્તિ તે ઉપર કહ્યું તેમ શ્રી ગુરુને આધીન છે. તેવા દા પુરુષ જ દિવ્ય દષ્ટિ અપી વસ્તુનું યથાવત્ સ્વરૂપદર્શન કરાવવાને સમર્થ હોય છે. પણ આવા વસ્તુગતે વસ્તુ કહેનારા આપ્ત અનુભવજ્ઞાનીઓ તો વિરલ જ છે, જગતમાં તેમને તે દુકાળ જ છે. આનંદઘનજીએ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005150
Book TitleYogdrushti Samucchaya
Original Sutra AuthorHaribhadrasuri
AuthorBhagvandas Mehta
PublisherMansukhlal Mehta Mumbai
Publication Year1950
Total Pages866
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size24 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy