________________
૪૬
કહ્યું છે તેમ “અભિમતે વસ્તુ વસ્તુગતે કહે છે તે વિરલા જગ જોય.” બાકી તથારૂપ તાવિક અનુભવ વિના વસ્તુની માત્ર ખાલી કલ્પિત વાતો કરનારા જનને કાંઈ તેટે નથી, તેમનો તો સર્વત્ર સુકાળ જ છે.
ખેદ થાય છે કે નગદ માલરૂપે (Materially ) અધ્યાત્મનું સ્વરૂપ જાયાસમજ્યા વિના હાલ અધ્યાત્મીઓને વ્યવહાર કટિમાં અધોગતિ પામતા આ દેશમાં, આ કેસમાં રાફડો ફાટ્યો છે, કેવળ ખ્યાલ-ભ્રમણ-ગતાનુગતિકત્વને ( sentimentalism) અનુસરી શુદ્ધ વરતુગતે વસ્તુરૂપને જાણ્યા સમજ્યા વિના અધ્યાત્મનું પુછડું પકડનારા આ જીવો, નથી આત્માને ઓળખવાના, પણ વ્યવહાર–પરમાર્થથી પતિત થઈ દેશને અને પિતાને પરિણામે ધક્કો જ પહોંચાડશે.”—શ્રી મનસુખભાઈ કિરચંદ મહેતા.
કારણ કે વસ્તુવિચારની બાબતમાં દિવ્ય નયનનો વિરહ પડ્યો છે, “વસ્તુ વિચારે રે દિવ્ય નયન તણે, વિરહ પડયે નિરધાર, એટલે યથાર્થ વસ્તુવિચાર થતો નથી. જેમ સમ્યગદષ્ટિ (ચક્ષુ) વિના બાહ્ય પદાર્થોનું યથાર્થ દર્શન થતું નથી, તેમ સમ્યગદષ્ટિ વિના આત્માદિ અતીન્દ્રિય પદાર્થનું સમ્યફ સ્વરૂપદર્શન થતું નથી. એ દિવ્ય નયન વિના આખા બ્રહ્માંડ સંબંધી ગમે તેટલા કપનારૂપ સ્વછંદ વિચાર કરે તે પણ પરમાર્થથી શુન્ય જ છે, મોટું મીંડું જ છે. કારણ કે હું પોતે કોણ છું? હારૂં સ્વરૂપ શું છે? એ એક મૂળભૂત કેન્દ્રસ્થ વસ્તુનો જીવે શાંતભાવે વિવેકપૂર્વક ભાગ્યે જ વિચાર કર્યો છે. એટલે એ આખા લેકને જાણવાની ચેષ્ટા કરે છે, પણ દેહ-દેવળમાં બિરાજમાન આતમ-દેવના સ્વરૂપને જાણવાની તમા કરતું નથી ! આ મુખ્ય પ્રજનભૂત આત્મવસ્તુના વિચારની સમ્યગુ દષ્ટિ પણ મુખ્યપણે સાચા જ્ઞાની સદગુરુના અવલંબને ખૂલે છે અને તે આધ્યાત્મિક ગદષ્ટિથી જ ગમાર્ગનું દિવ્ય દર્શન થાય છે.
એટલે પછી જેવી “દષ્ટિ તેવી સૃષ્ટિ', જેવું દર્શન તેવું સર્જન એ ન્યાયે તે ધણી જોગીજન” તે દિવ્ય યોગમાગે ગમન કરવા “ઈએ છે” (ઈચ્છાગ). એટલે gg[d vહું” એ સૂત્ર પ્રમાણે યેગમાર્ગે દષ્ટિપૂત પદન્યાસ કરતા કરતો તે “દષ્ટા” પુરુષ અપૂર્વ આત્મપુરુષાર્થથી, અદમ્ય ઉત્સાહથી ને અનન્ય સંવેગથી તે સમાગે ગમન કરે છે, પ્રવૃત્તિ આદરે છે (પ્રવૃત્તિગ). વચ્ચે નડતા વિદ્યાને આ વીર પુરુષ અદભુત શોર્યથી સામનો કરી જય કરે છે અને શાંત સ્થિર પણે માગે ચાલ્યા જાય છે (સ્થિર.
ગ). અને અંતે ઈષ્ટ ધ્યેય સ્થાને આવી પહોંચી તે યોગમાર્ગનો પ્રવાસ પૂરો કરી અનુપમ સિદ્ધિ સાધે છે (સિદ્ધિાગ).
તાત્પર્ય કે-એગમાર્ગ પ્રવર્તતો “જોગીજન” પરભાવ-વિભાવથી આત્મસ્વરૂપનું હિંસન ન થવા દેવાને નિરંતર જાગ્રત ઉપગ રાખી, દ્રવ્યથી અને ભાવથી અહિંસા, સત્ય, અસ્તેય, બ્રહ્મચર્ય અને નિષ્પરિગ્રહ એ પાંચ યમનું પરિપાલન કરે છે, શોચ,
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org