SearchBrowseAboutContactDonate
Page Preview
Page 626
Loading...
Download File
Download File
Page Text
________________ (૩૦) વિગદષ્ટિસમુથ, ધમેનેજ-આજ્ઞાપ્રધાન સ્વભાવ ધર્મને જ ઈચ્છે છે, એ વિષયને નહિં ઈચછતાં તેથી દૂર ભાગે છે, છતાં પૂર્વ પ્રારબ્ધોદયથી ભોગવવા પડે તો અલોલુપ પણે-અનાસક્ત ભાવે ભોગવી નિર્જરી નાંખે છે. જ્યારે અજ્ઞાની જીવ તો અત્યંત લેલુ પપ-આસક્ત ભાવે ભેળવી પુન: બંધાય છે. આમ જ્ઞાની–અજ્ઞાનીની વૃત્તિમાં ને દષ્ટિબિન્દુમાં આકાશ-પાતાલનું અંતર છે. એટલે જ ભોગને નિરંતર ઇરછતો એવો અજ્ઞાની ભેગ નહિં ભગવતાં છતાં બંધાય છે ! અને ભેગને અનિચ્છતો એ જ્ઞાની આવી પડેલ ભોગ ભોગવતા છતાં બંધાતા નથી ! એ આશ્ચર્યકારક ઘટના સત્ય બને છે. (જુએ . પ૦૨–૫૦૪). કારણ કે યંત્રની પૂતળીઓ જેમ દેરીસંચારથી નાચે છે, તેમ નિરિ૭ એવા જ્ઞાની પુરુષની બધી પ્રવૃત્તિ પૂર્વ પ્રારબ્ધના સૂત્રસંચારથી જ ચાલે છે. એટલે તે કવચિત પૂર્વ પ્રારબ્ધદય પ્રમાણે સાંસારિક ભેગાદિ પ્રવૃત્તિ પણ કરે, તો પણ વિચરે પૂર્વ જલકમલવત નિલેપ એવા તે જ્ઞાનીનું ચિત્ત તો મોક્ષમાં જ લીન પ્રગ” રહે છે. સંસારમાં રહેલા જ્ઞાની પુરુષ જાણે યેગમાયા પ્રકટ કરતા હોય, એમ જણાય છે ! અને લોકાનુગ્રહના હેતુપણાથી આમાં પણ દૂષણ નથી. આમ લેકવતી જ્ઞાની યોગી પુરુષ કવચિત્ અપવાદવિશેષે સંસારમાં–ગૃહવાસાદિમાં રહ્યા છતાં, સાંસારિક ભેગાદિ જોગવતાં છતાં પણ બંધાતા નથી, અને અજ્ઞાની નહિં ભેગવતાં છતાં પણ બંધાય છે! એ વિલક્ષણ વાત આક્ષેપક જ્ઞાનનો મહાપ્રભાવ સૂચવે છે. ભોગ ભોગવતાં છતાં પણ જ્ઞાની બંધાતા નથી, તેનું કારણ તેમનામાં આસક્તિનોનેહનો અભાવ એ છે. જેમ રેણુબહ લx વ્યાયામશાળામાં કોઈ નેહાભ્યાસક્ત-તેલ ચોપડેલ મનુષ્ય વ્યાયામ કરે તે તેને રજ ચાંટે છે; પણ સનેહાભ્યક્ત ન હોય-તેલ ચપડેલ ન હોય, તેને સનેહરૂપ–સેલરૂપ ચીકાશના અભાવે રેણુ ચુંટતી નથી, તેમ અજ્ઞાનીને નેહરૂપ, આસક્તિરૂપ, રાગરૂપ ચીકાશને લીધે કર્મ પરમાણુરૂપ રજ ચૂંટે છે, પણ નિ:સ્નેહવીતરાગ-અનાસક્ત એવા “કેરા ધાકેડ” જ્ઞાની સમ્યગૃષ્ટિ પુરુષને નેહરૂપ-આસક્તિરૂપ ચીકાશના અભાવે કર્મ રજ વળગી શકતી નથી. આમ સમર્થ એવા જ્ઞાનીની વાત ન્યારી છે, તે જલમાં કમલની જેમ અલિપ્ત જ રહી શકવાનું અદ્ભુત સામર્થ્ય ધરાવે છે, મૂર્ખ અજ્ઞાનીમાં તેનું અનુકરણ કરવાનું ગજું નથી, ને તેમ કરવા જાય તો ખરા જ ખાય! ધાર તરવારની સોહલી, દહલી ચૌદમા જિનતણી ચરણ સેવા ધાર પર નાચતા દેખ બાજીગરા, સેવના ધાર પર રહે ન દેવા. ” –શ્રી આનંદઘનજી. સંસારમાં રહીને પણ સર્વથા નિર્લેપ રહેવાનું આવું મહાપરાક્રમ તો કઇક વિરલા અપવાદરૂ૫ અસાધારણ જ્ઞાની જ કરી શકે; આવી બેધારી તલવાર પર ચાલવાનું કામ x “ एवं सम्मादिट्ठी वहतो बहुविहेसु जोगेसु, अकरंतो उवओगे रागाइ ण लिप्पइ रयेण ॥" (જુઓ) શ્રી સમયસાર-ગ ૦ ૨૪૨-૨૪૬. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005150
Book TitleYogdrushti Samucchaya
Original Sutra AuthorHaribhadrasuri
AuthorBhagvandas Mehta
PublisherMansukhlal Mehta Mumbai
Publication Year1950
Total Pages866
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size24 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy