________________
કાંતાદષ્ટિ : જ્ઞાનીને “ભગ નહિં ભવહેત”, “ધાર તરવારની ”
( પ૨૯ ) સપુરુષથી શ્રવણ થયો હોય જે ધર્મ તેને વિષે પરિમિત કરવા કહે છે. તે પુરુષદ્વારા શ્રવણ પ્રાપ્ત થયા છે જે ધર્મ તેમાં સર્વ બીજા જે પદાર્થ પ્રત્યે પ્રેમ રહ્યો છે, તેથી ઉદાસીન થઈ એક લક્ષપણે, એક ધાનપણે, એક લયપણે, એક સ્મરણ પણે, એક શ્રેણપણે, એક ઉપગ પણે, એક પરિણામ પણે સર્વ વૃત્તિમાં રહેલે જે કામ પ્રેમ તે મટાડી, કૃતધર્મરૂપ કરવાનો ઉપદેશ કર્યો છે, એ કામ્ય પ્રેમથી અનંતગુણવિશિષ્ટ એ શ્રત પ્રત્યે પ્રેમ કરવો ઘટે છે, તથાપિ દષ્ટાંત પરિસીમાં કરી શકયું નથી, જેથી દષ્ટાંતની પરિસીમા જ્યાં થઈ ત્યાં સુધી પ્રેમ કહ્યો છે, સિદ્ધાંત ત્યાં પરિસીમાપણાને પમાડ્યો નથી. -શ્રીમદ્ રાજચંદ્ર, પત્રાંક ૩૨૧
અત્રે બીજા લોકપ્રસિદ્ધ દૃષ્ટાંત પણ ઘટે છે. જેમકે-ગાય વનમાં ચારે ચરવા જાય છે, ચારે દિશામાં ફરે છે, પણ તેનું મન તે પિતાના પરમ પ્રિય વત્સ-વાછડામાં જ હોય છે. ચાર પાંચ સાહેલીઓ હળીમળીને પાણી ભરવા જાય છે, તે પાણીનું બેડું માથા પર મૂકીને ઝપાટાબંધ રુવાબભેર ચાલે છે, વાતો કરતી જાય છે, તાકી દીએ છે ને ખડખડાટ હસે પણ છે, પણ તેની નજર તે “ગગુરિઆમાંય '-તેની ગાગરમાં જ હોય છે. તેમ પરભાવના વિક્ષેપથી રહિત એવા જ્ઞાનાક્ષેપકવંત જ્ઞાનીનું મન પણ સંસાર સંબંધી અન્ય કાર્ય કરતાં થકાં પણ સદાય કૃતધર્મના જ ધ્યાનમાં લીન હોય છે. “જિન ચરને ચિત લાવ, વૈસે જિન ચરને ચિત્ત લાવ,
ચારો ચરનકે કારણે રે, ગોરા બનમેં જાય; ચાર ચરે ફિરે ચિહું દિશિ, વાંકી નજર બહુરિઆ માંડ્યા.વૈસે જિન ચાર પાંચ સાહેલિઆ મિલી, હિલમિલ પાની જાય; તાલી દીએ ખડખડ હસે, વાંકી નજર ગગુરિઆ માંહ્યવસે ”શ્રી આનંદધનજી. નિશદિન સુતાં જાગતાં, હઈડાથી ન રહે દૂર રે, જબ ઉપગાર સંભારીએ, તવ ઉપજે આનંદપૂર રે.”—શ્રી યશોવિજયજી.
અને આવા સહજ સ્વભાવભૂત આક્ષેપક જ્ઞાનના પ્રભાવને લીધે જ આ જ્ઞાની સમ્યગદષ્ટિ પુરુષને ભેગો પણ ભવહેતુ થતા નથી – સંસારકારણ બનતા નથી ! જે
સાંસારિક ભેગો બીજા સામાન્ય પ્રાકૃત જનને સંસારહેતુ હોય છે, તે ભગ નહિ ભેગે પણ આ દષ્ટિવાળા નાની પુરુષને સંસારકારણ થતા નથી, એ ભવહેત” અત્યંત આશ્ચર્યકારક પણ પરમ સત્ય ઘટના છે. આનો ખુલાસો
એમ છે કે સામાન્ય સંસારી અજ્ઞાની જેને વિષયનું આક્ષેપણુઆકર્ષણ હોય છે, અને આ જ્ઞાની પુરુષને તે નિરંતર શ્રતધર્મનું જ આક્ષેપણ–આકર્ષણ હોય છે. અજ્ઞાની જીવ સદાય વિષયાd હાઈ, વિષયાકાર વૃત્તિને ભજતે રહી વિષયને જ ઈચ્છે છે કે તે પ્રત્યે દોડે છે. અને જ્ઞાની પુરુષ તે ઉપરમાં જોયું તેમ સદાય થત
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org