________________
( ૫૦૮ )
યોગદરિસમુસ્થિય આશ્ચર્ય ઘટના છે. કારણ કે તે શુદ્ધ આત્મસ્વરૂપને દષ્ટા-જ્ઞાતા હેઈ, પુદગલની બાજીમાં સપડાતું નથી, અને આ બધે રૂપ-રસ-ગંધ-સ્પર્શ –શબ્દમય પુદ્ગલને તમાસો છે, “અવધૂ! નટ નાગરની બાજી” છે એમ જાણી, માત્ર દષ્ટારૂપે-સાક્ષીભાવે તે તમાસો જોયા કરે છે, અને મફતમાં આનંદ માણે છે ! કારણ કે જે ચિદાનંદઘનના સુયશને વિલાસી છે, તે પર વસ્તુની આશા કેમ રાખે ?
“અંશે હોય ઈહાં અવિનાશી, પુદગલ જાલ તમાસી રે;
ચિદાનંદઘન સુયશ વિલાસી, તે કિમ પરનો આશા રે? તે ગુણ”-. દ સજઝા. -૬ “જગતને, જગત્ની લીલાને બેઠા બેઠા મફતમાં જોઈએ છીએ. ”– શ્રીમદ્ રાજચંદ્રજી.
યોગ સાધનાથી પ્રાપ્ત ગુણગણ આ પાંચમી દષ્ટિમાં વળી અલોભાદિ બીજા ગુણે જે અન્ય યોગાચાર્યોએ પણ કહ્યા છે, તે પણ ઘટે છે, તે આ પ્રકારે:-(૧) અલેલુપતા-સમ્યગદષ્ટિ પુરુષને વિષય
વાસના નષ્ટ હોય છે, અથવા અતિ અતિ મંદ હોય છે, મળી પડી રોગપ્રવૃત્તિના ગયેલી હોય છે, એટલે તેને વિષયલેલુપતા સંભવતી નથી. સમ્યગૂ પ્રથમ ચિહ્ન દષ્ટિ જીવ વિષય માટે ઝાંવાં નાંખતું નથી કે તે માટે તલપાપડ થત
નથી. પૂર્વ પ્રારબ્ધોદયથી પ્રાપ્ત ભેગ પણ તે અનાસક્તપણે-અમૂછિતપણે ભેગવે છે. (૨) આરોગ્ય-ગસાધનના પ્રભાવથી સમ્યગદષ્ટિને આરોગ્ય વર્તે છે. મન-વચન-કાયાના વેગની શુદ્ધિથી તથા વિષય અલુપતાથી રોગ હોય તે નાબુદ થાય છે ને નવો થતો નથી, આરોગ્ય સાંપડે છે. (૩) અનિપ્પરપણું-સમૃષ્ટિના મન:પરિણામ અત્યંત કોમળ થઈ જાય છે, દયા-અનુકંપાથી આ ભીના બને છે એટલે તેનામાં કંઈ પણ પ્રકારનું નિર્ટુપણું–કઠોરપણું હેતું નથી; પણ કુસુમ સમું કમળપણું, મૃદુપણું ને દયાદ્રપણું જ હોય છે. શ્રી દેવચંદ્રજીએ ગયું છે તેમ “ભાવ દયા પરિણામનો એહ જ છે વ્યવહાર.” (૪) શુભગધ-ગી પુરુષને ગસિદ્ધિના પ્રભાવથી શરીરને પરિમલ પણ સુગંધી- સુવાસિત બની જાય છે, કાંતિ–પ્રસન્નતા આદિ પણ વધે છે. (૫) અલપ મૂવ-પુરીષ–યેગસાધનાથી શરીરમાં કઈ એવી પ્રક્રિયા થાય છે કે જેથી શરીરના મલ સુકાઈ જઈ મળ-મૂત્ર પણ ચેડા થાય છે, લઘુ નીતિ-વડી નીતિ અપ બને છે. ઈત્યાદિ ગપ્રવૃત્તિના પ્રથમ ચિહ્યું છે, પ્રથમ વાનકીરૂપ છે. આ બધા લક્ષણે યોગસાધનાના પ્રારંભમાં જણાય છે. “અચપલ રોગ રહિત નિષ્ફર નહિ, અલપ હોય દેય નીતિ, ગંધ તે સારો રે કાંતિ પ્રસન્નતા, સુવર પ્રથમ પ્રવૃત્તિ...
ધન ધન શાસન શ્રી જિનવરતણું! ”–ી છે. સ. -૧.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org