________________
( ૪૯૮)
વગરસમુણિય ધર્મ થકી પણ ભોગ તે, અનર્થ કર પ્રાયે જ;
ચંદનથી પણ ઉપજત, અગ્નિ અહીં બાળે જ, ૧૬૦ અર્થ –ધર્મ થકી પણ ઉપજેલ ભેગ પ્રાણીઓને પ્રાયે અનર્થ અર્થ થાય છે. ચંદનથકી પણ ઉપજેલે અગ્નિ દઝાડે જ છે.
વિવેચન “ શીતલ ચંદનથી પણ ઉપને, અગ્નિ દહે જિમ વનને રે, ધર્મજનિત પણ ભેગ ઈહાં તિમ, લાગે અનિષ્ટ તે મનને રે....તે ગુણ.”
શ્રી ય૦ સઝા ૧-૫. ઉપરમાં ભેગમાત્રને પાપસખા કો ને તેથી ગર્ભિતપણે મુમુક્ષને તેને નિષેધ કર્યો, પણ ધર્મથી–પુણ્યથી પ્રાપ્ત થતા ભેગનું શું? એ પ્રશ્નનું અત્ર સમાધાન કર્યું છે કે
ધર્મથી એટલે શુભકર્મ રૂપ ધર્મકૃત્યથી ઉપાર્જન કરેલ પુણ્યના ઉદયથી ધર્મજન્ય ભાગ પણ દેવક-મનુષ્યલેક આદિમાં જે ભેગવિતરની પ્રાપ્તિ થાય છે, તે પણ અનર્થહેતુ પણ ઘણું કરીને પ્રાણીઓને અનર્થરૂપ થઈ પડે છે, કારણ કે તે તેવા
પ્રકારે પ્રમાદ ઉપજાવે છે. અહીં “ઘણું કરીને” એમ કહ્યું તે શુદ્ધ ધર્મને આક્ષેપનારા-ખેંચી આણનારા ભેગનો અપવાદ સૂચવવા માટે છે, કારણ કે તેવો ભેગ પ્રમાદજીવી નથી, અને તેમાં અત્યંત નિર્દોષ એવા તીર્થકરાદિ ફલની શુદ્ધિ હોય છે, તેમજ આગમાભિનિવેશ વડે કરીને ઘસાર-ધર્મપ્રધાન ચિત્તનું હોવાપણું છે. અત્રે લેકપ્રસિદ્ધ દષ્ટાંત આપ્યું કે, ચંદન શીતલ પ્રકૃતિવાળું છે, છતાં તેથી પ્રગટેલે અગ્નિ જરૂર બાળે જ છે–દઝાડે જ છે. કદાપિ કોઈ સાચા મંત્રથી સરકારેલ ચંદનનો અગ્નિ નથી પણ બાળ –આ લોકમાં પ્રતીત છે.
તેમાં પ્રથમ દેવલોકમાં કેવી રીતે પ્રમાદાચરણ થાય છે તે તપાસીએ:–“દેવલોકમાં જીવ શુભ ધકરણીના પુર્યોદયથી ઉપજે છે. ત્યાં અતિ ભવ્ય વિમાનને વિષે કુંદ જેવા
કેમલ ઉપ પાદ શિલા-ગર્ભમાં દેવો સ્વયં ઉત્પન્ન થાય છે. તે સ્થાન દેવલોકના સર્વ ઇંદ્રિયોને સુખ આપનારું એવું રમ્ય છે, નિત્ય ઉત્સવથી વિરાજસુખ માન છે, ગીત-વાજિંત્રની લીલાથી ભરચક છે, “જય” “જીવ’ શબ્દથી
ગાજતું છે. ત્યાં દિવ્ય આકૃતિ-રૂપ સુસંસ્થાનવાળા, સાત ધાતુથી રહિત, અને દેહકાંતિજ લના પૂરથી દિગંતરોને પ્રસારિત કરતા એવા વાકાય ને મહાબલવાનું સર્વાંગસુંદર દે અચિન્ય પુણ્યગથી ઉત્તમ દિવ્ય શરીર ધારણ કરે છે. જાણે સુખx “ तत्रातिभव्यताधारे विमाने कुन्दकोमले। उपपादिशिलागर्भ संभवन्ति स्वयं सुराः॥"
(ઈત્યાદિ આધાર માટે જુઓ ) શ્રી શુભચંદ્રાચાર્ય શ્રી જ્ઞાનાર્ણવ, પ્ર૦ ૩૫.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org