SearchBrowseAboutContactDonate
Page Preview
Page 593
Loading...
Download File
Download File
Page Text
________________ સ્થિરાદષ્ટિ ધર્મજન્ય ભાગે પણ અનર્થહેતુ હાનામાં ન્હાની ભેગસામગ્રી એવી નથી કે જેની ઉત્પત્તિમાં હિંસા ન હોય. આમ ભેગસામગ્રીમાં સર્વત્ર હિંસા વ્યાપ્ત છે, અને હિંસા એ મોટામાં મોટું પાપ છે. એટલે સમસ્ત ભેગોત્પત્તિ સાથે પાપ સદા સંકળાયેલું હોય છે. (૨) વળી આ પાપ-સખાવાળી ભેગસામથ્રીની–વિષયસાધનની પ્રાપ્તિ કરવા માટે મનુષ્યને પ્રાયે પાપોપાર્જનથી ધન પ્રાપ્તિ કરવી પડે છે, આરંભ પરિગ્રહ સેવવા પડે છે, અને તેથી પણ મહાપાપ થાય છે. પૈસાની કમાણી માટે ભાગ્યે જ કોઈ એવો ધંધો હશે કે જે સર્વથા પાપમુક્ત ને અનવદ્ય હોય. તેમાં પણ અગ્નિકર્મ–વનકમ વગેરે પંદર કર્માદાની ધંધા તે વિશેષ વિશેષ પાપના કારણ હોઈ અત્યંત નિંદ્ય છે, અને આત્માથીને સર્વથા વર્ષે છે–દૂરથી ત્યજવા યોગ્ય છે. આમ ભેગસાધન એવા ધનના ઉપાર્જનમાં પણ મહાપાપ છે. (૩) તેમજ ભેગના ઉપભોગમાં પણ મહાપાપ છે, કારણ કે તે તે ભેગસામગ્રી ભેગવતી વેળાએ રૂપ-રસાદિ વિષયોના અભિલાષથી જીવના રાગ-દ્વેષ–મોહ આદિ વિકારની વૃદ્ધિ થાય છે. તેથી નિજ આત્માના ગુણને ઘાત થવાથી આત્મઘાતરૂપ ભાવહિંસા થાય છે, આત્માનું ક્ષણે ક્ષણે ભયંકર ભાવમરણ થાય છે. આ પ્રગટ પાપ છે. “સુખ પ્રાપ્ત કરતાં સુખ ટળે છે, લેશ એ લક્ષે લહે; ક્ષણ ક્ષણ ભયંકર ભાવમરણે, કાં અહો રાચી રહે ? ”- શ્રી મોક્ષમાળા. આમ ભેગની ઉત્પત્તિમાં પાપ છે, ભેગની પ્રાપ્તિમાં પાપ છે અને ભેગના ઉપભેગમાં પણ પાપ છે. એટલે ભેગને સખા પાપ છે એમ કહ્યું તે સર્વથા યથાર્થ છે, અને એટલા માટે જ આત્માથી મુમુક્ષુને સમસ્ત ભેગપ્રવૃત્તિ વર્યું છે, તેમજ ભેગ. સાધનરૂપ આરંભ–પરિગ્રહ પણ ત્યાજ્ય છે, એમ જાણી સંગરંગી સમ્યગદષ્ટિ પુરુષે સમસ્ત વિષયભેગ પ્રવૃત્તિથી સતત દૂર રહેવા પ્રયત્નશીલ રહે છે, અને જેમ બને તેમ આરંભ પરિગ્રહનો સંક્ષેપ કરે છે. ધર્મગ સુંદર છે એવી પણ આશંકા દૂર કરવા માટે કહે છે – धर्मादपि भवन भोगः प्रायोऽनर्थाय देहिनाम् । નાવ િસંભૂત વાર દુતાશનઃ || ૬૦ || ત્તિઃ–પર્ધા મન મોજ --ધર્મ થકી પણ ઉપજતે ભોગ-દેવલોકાદિમાં, માવો-માયે, બાહુલ્યથી, અનય દિનાક્-પ્રાણીઓને અનર્થ અર્થ થાય છે –તથા પ્રકારે પ્રમાદવિધાનથી. પ્રાયનું ગ્રહણ શુદ્ધ ધર્માક્ષેપી (શુદ્ધ ધર્મને આકર્ષનારા-ખેંચી લાવનારા) ભોમના નિરાસ અર્થે છે, તેના પ્રમાદધૃવત્વના અગને લીધે, અત્યંત અનવદ્ય તીર્થંકરાદિ ફલશુદ્ધિને લીધે, તથા પુણ્યશુદ્ધિ આદિમાં આગમાભિનિવેશ થકી ધર્મસાર ચિત્તની ઉ૫પત્તિને લીધે. સામાન્યથી દષ્ટાંત કહ્યું–વના સંમૂતતથા પ્રકારે શત્ય પ્રકૃતિવાળા શીતલ ચંદનથકી પણ ઉપજેલે, શું ? તો કે-રત્યેવ દુતારાન-હુતાશનઅગ્નિ રહે જ છે, દઝાડે જ છે,–તથાવભાવપણને લીધે. પ્રાયઃ આ આમ જ છે, (તથાપિ) કેઈ. નથી પણ દહ-સત્ય મંત્રથી અભિસંસ્કૃત અ1િથકી દાહની અસિદ્ધિને લીધે. આ સકલ લોકસિદ્ધ છે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005150
Book TitleYogdrushti Samucchaya
Original Sutra AuthorHaribhadrasuri
AuthorBhagvandas Mehta
PublisherMansukhlal Mehta Mumbai
Publication Year1950
Total Pages866
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size24 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy