SearchBrowseAboutContactDonate
Page Preview
Page 581
Loading...
Download File
Download File
Page Text
________________ સ્થિરાદષ્ટિ : “gો મે લાવો -બાકી બધે ઉપવ (૪૮૫) પર છે, ને તે ઉપખવરૂપ છે. ઉપપ્લવ એટલે અંધાધુંધી, આફત, બાકી બધે આપત્તિ, દુભોગ્ય, વિન્ન, ભય, ક્ષે–ખળભળાટ, અરિષ્ટ, ગ્રહ ઈત્યાદિ. ઉપપ્લવ કેવલ જ્ઞાનજાતિ શિવાયના જે જે ભાવ છે-પરભાવ છે, તે તે ખરેખર ! ઉપવરૂપ જ છે. જેમ કોઈ પરચકના આક્રમણથી નગરમાં ઉપપ્લવ મચી રહે, અંધાધુ ધી ફેલાઈ જાય, ખળભળાટ વ્યાપી જાય, નાશભાગ થઈ રહે, સંપત્તિ લૂંટાઈ જાય, ને વિપત્તિનો પાર રહે નહિં; તેમ પરવસ્તુના આક્રમણથી આ ચૈતન્યમય પુરુષના ચૈતન્યપુરમાં ઉપલવ મચે છે, આત્મપ્રદેશ પરિસ્પંદરૂપ સંક્ષેભ ઉપજે છે, અજ્ઞાનની અંધાધુંધી વ્યાપે છે, આત્માના જ્ઞાન-દર્શનાદિ ગુણરત્નને ખજાન લૂંટાય છે, અને અનંત ભવપરિભ્રમણરૂપ આપત્તિને પાર રહેતો નથી. “પારકો પઠો વિનાશ કરે” તે કહેવત અત્ર સાચી પડે છે ! " परः प्रविष्टः कुरुते विनाशम् , लोकोक्तिरेषा न मृषेति मन्ये । નિરા વજુમિરર ફ્રિ જિં, જ્ઞાનાતમનો નો સમાપિ મ ” શાંતસુધારસ, આ કર્માદિ પરભાવ તે બાહ્ય ભાવો છે, ખરેખર ! પર છે-અર્થાત શત્રુનું કામ કરતા હોવાથી “પર” છે, આત્માના ભાવશત્રુ છે. પરમાર્થથી આત્માને એની સાથે કાંઈ લેવાદેવા નથી. પણ અનાદિ અધ્યાસની કુવાસનાથી તેમાં અહંવ-મમત્વ કરીને તે બંધાય છે. તે એટલે સુધી કે પપરિણતિના રાગી પણે, તે પરરસના રંગથી રક્ત થાય છે, પરરસરંગે રંગાઈ જાય છે, અને ૫રને ગ્રાહક તથા રક્ષક બની પરાગમાં આસક્ત બને છે! આ પરંપરિણતિના રંગથી જ આ જીવ અનંત દુઃખ પામે છે. એટલે આ પરભાવરૂપ પચકનું આક્રમણ ખરેખર ! ઉપપલવરૂપ છે, આફત છે, આપત્તિ છે, દુર્ભાગ્યરૂપ છે, વિજ્ઞરૂપ-બાધારૂપ છે, અરિષ્ટ-અનિરૂપ છે, પ્રહરૂપ છે, અંધાધુંધીરૂપ છે. “પર પરિણતિ રાગી પશે, પર રસ રંગે રક્ત રે; પર ગ્રાહક રક્ષકપણે, પરભેગે આસક્ત રે જગતારક પ્રભુ વિનવું.” શ્રી દેવચંદ્રજી. " एगो मे सासओ अप्पा ज्ञानदंसणलक्खणो । રોણા વા િમાવા નવે રંગોવાળr ”–શ્રી આષ વચન. પણ જેને કેવલ જ્ઞાતિને પ્રકાશ સાંપડ્યો છે, એ સમ્યગ્દષ્ટિ જીવ તે એમ ભાવે છે કે-જ્ઞાનદશન લક્ષણવાળો એક શાશ્વત આત્મા જ મહારે છે, બાકીના સંજોગલક્ષણ ભાવ તો બાહ્ય છે-આત્મબાહા છે, હારા આત્માને તેની gો મે સારો સાથે કંઈ લેવાદેવા નથી–કંઈ નિસ્બત નથી. એમ સમજી તે પરપરિણતિ ” ત્યજે છે, ને આત્મપરિણતિને ભજે છે; પરમાતમસ્વરૂપ શુદ્ધ વજાતિ તના બહમાનમાં તલ્લીન બની, વિરસ એવા વિજાતિ પરભાવ રસને છોડી દે છે, ને સરસ એવા સ્વસ્વરૂપ રસના પાનથી પીન-પુષ્ટ થાય છે, ધીંગાધડ બને છે Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005150
Book TitleYogdrushti Samucchaya
Original Sutra AuthorHaribhadrasuri
AuthorBhagvandas Mehta
PublisherMansukhlal Mehta Mumbai
Publication Year1950
Total Pages866
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size24 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy