SearchBrowseAboutContactDonate
Page Preview
Page 579
Loading...
Download File
Download File
Page Text
________________ સ્થિરાદષ્ટિ ખડી અને ભીંત, આત્માનું શુદ્ધ સ્વરૂપ (૪૮૩) ચેષ્ટારૂપ દુઃખલક્ષણવાળું આત્મપરિણામરૂપ કર્મફળ ભેગવે છે, અને એક દ્રવ્યપણાએ કરીને તેનાથી અનન્યપણું-અભિન્નપણું હોઈ તન્મય થાય છે. તેથી પરિણામ–પરિણામી ભાવથી તેમાં જ કર્તકસ્વનો ને ભેતૃ-ભેગ્યત્વનો નિશ્ચય છે. આમ દ્રવ્ય કર્મ સાથે જીવને વ્યવહારથી નિમિત્ત-નેમિત્તિક સંબંધ છે. અને અશુદ્ધ નિશ્ચયથી ભાવકમ સાથે પરિણામ-પરિણામી સંબંધ છે. પણ શુદ્ધ નિશ્ચય નયથી તે આત્મા સર્વ કર્મ, કલંક-પંકથી રહિત એ શુદ્ધ સ્વભાવી “દેવ સ્વયં શાશ્વત’ છે. વળી જેમ ભીંત પર હાર લગાડેલી ખડી ભીંતરૂપ નથી, ભીંતથી બાઘ છે, ભીંતથી જૂરી છે, એટલે ખડી ભીંતની નથી, ખડી તે ખડી જ છે; તેમ જ્ઞાયક એવા આત્માનું વ્યવહારથી પુદગલાદિ દ્રવ્ય ય છે, પણ તે જ્ઞાયક શેયથી બાા છે, ખડી અને શેયથી જૂદે છે, એટલે તે જ્ઞાયક ય એવા પરદ્રવ્યને નથી, જ્ઞાયક ભીંતનું દષ્ટાંત તે જ્ઞાયક જ છે, એમ નિશ્ચય છે. જેમ વેત ગુણવાળી ખડીને સ્વભાવ ભીતિને વેત કરવાનો છે, તેમ જ્ઞાનગુણુવાળા આત્માને સ્વભાવ શેયને જાણવાને છે. ખડી જેમ વ્યવહારથી ભીંતરૂપ પરદ્રવ્યને વેત કરે છે, તેથી તે કાંઈ ભીંતની થઈ જતી નથી, અર્થાત ભીંતરૂપ બની જતી નથી, પણ નિશ્ચયથી ખડીની ખડી જ રહે છે, તેમ આત્મા પણ વ્યવહારથી ય એવા પરવ્યને જાણે છે, તેથી તે કાંઈ પરદ્રવ્યને થઈ જતું નથી, અર્થાત્ પરદ્રવ્યરૂપ બની જતું નથી, પણ નિશ્ચયથી જ્ઞાયકને શાયક જ રહે છે. કારણકે એજ એને સ્વભાવ છે. (આધાર માટે જુઓ સમયસાર ગા. ૩૫૬-૩૬૫ અને શ્રી અમૃતચંદ્રાચાર્યજીની ટીકા). "जह सेडिया दु ण परस्स सेडिया सेडिया य सा होइ। તદ્ નાનો ટુ જ વરરસ ગાળો ગાળવો તો દુ -શ્રી સમયસાર “ ભાવ સંગજા કર્મ ઉદયાગતા, કરમ નવિ જીવ નવિ મૂલ તે નવિ છતા; ખડીયથી ભીતિમાં જેમ હાએ વેતતા, ભીતિ નવિ ખડીય નવિ તેહ બ્રમસંગતા; દેહ નવિ વચન નવિ જીવ નવિ ચિત્ત છે, કમ નવિ રાગ નવિ શ્રેષ ન વિચિત્ત છે; પુલિ ભાવ પુદ્ગલપણે પરિણમે, દ્રવ્ય નવિ જૂઓ જૂઓ એક હવે કિમે. ” -શ્રી યશોવિજયજી કૃત સાડા ત્ર) ગા. સ્ત. અને જ્ઞાયકપણું આત્માનો સ્વભાવ હોઈ તે વિશ્વને પ્રકાશે છે, તેથી તે કાંઈ વિશ્વરૂપ થઈ જતો નથી–વિશ્વપ્રકાશક “ચંદ્ર ભૂમિરૂપ થતું નથી” તેમ (જુઓ પૃ. ૭૫). જ્ઞાન સેયને સદા જાણે છે, પણ ય કદી તેનું થતું નથી. આમ -જ્ઞાયક સંબંધની વ્યવસ્થા છે. જ્ઞાન સ્વભાવી આત્મ સ્વરૂપસ્થિત રહી વિશ્વરૂપ શેયને જાણે છે–આમ જીવ દેહ નથી, વચન નથી, મન નથી, કર્મ નથી, રાગ નથી, દ્વેષ નથી, પુદગલ નથી, કે અન્ય દ્રવ્યરૂપ નથી. જીવ આ સર્વથી જૂદ છે-ભિન્ન છે. આ સર્વ તે બાહ્ય ભાવે છે, Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005150
Book TitleYogdrushti Samucchaya
Original Sutra AuthorHaribhadrasuri
AuthorBhagvandas Mehta
PublisherMansukhlal Mehta Mumbai
Publication Year1950
Total Pages866
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size24 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy