________________
( ૪ )
આ સર્વ પરથી ફલિત થાય છે કે-સ્વછંદનો ત્યાગ કરી શ્રી સદગુરુના ચરણનું સમુખાસન કરતાં આત્માથી મુમુક્ષુ જીવને અનંતાનુબંધી દુષ્ટ કષાય-ચોકડી નષ્ટ થાય દર્શનમેહનો ઉપશમ થાય છે, અને ત્યારે-જેમ સૂર્યકિરણેથીઅંધકારનો નાશ થયે દિશાઓ પ્રસન્નતા પામે છે અને ચોતરફ નિર્મલ થઈ જાય છે, તેમ સર્વ આત્મપ્રદેશમાં શુદ્ધપણું હોય છે, ચિત્તપ્રસન્નતા-નિર્મલતા ઉપજે છે, કે જેથી ત્રણ પ્રકારનો બંધ દૂર થાય છે. અથવા જેમ કોઈએ મદિરા કે ધતૂરે પીધો હોય તેને મૂચ્છ આવે છે, પણ થોડા વખત પછી તેને નશો ઉતરી જતાં તે મૂર્છારહિત ની રેગી થઈ જાય છે, તેમ દર્શનમોહના ઉદયથી જીવને મૂછ ઉપજે છે, ચિત્ય હોય છે-ચિત્તનું ઠેકાણું હતું નથી, બેભાનપણું હોય છે, તથા ભ્રમ હોય છે, પણ તે દર્શનમોહ શાંત થયે મૂચ્છને નાશ થતાં જીવ નીરોગી બને છે.
દર્શન મોહ વ્યતીત થઈ ઉપ બોધ જે, દેહ ભિન્ન કેવળ ચેતન્યનું જ્ઞાન જે...(અપૂર્વ અવસર)–શ્રીમદ્ રાજચંદ્રજી.
તે સમ્યગુદર્શનનું લક્ષણ શું ? શ્રદ્ધાનાદિ ગુણ સમ્યગદષ્ટિનું બાહ્ય લક્ષણ છે. તે શ્રદ્ધાનાદિ જ સમ્યફવરૂપ નથી, પણ જ્ઞાનના પર્યાય છે. વળી આત્માનુભૂતિ
આત્માનુભવ પણ જ્ઞાન છે, કારણ કે તે જ્ઞાનને પર્યાય છે, માટે તે શ્રદાન જ્ઞાનાદિ પણ સમ્યફવનું લક્ષણ નથી. અર્થાત જ્ઞાન છે તે સમ્યકત્વ નથી અને બાહ્ય લક્ષણ જે છે એમ કહે તો તે બાહ્ય લક્ષણ કહી શકાય. કારણ કે જેમ
નીરોગતા દુર્લક્ષ્ય છે, પણ મન-વચન-કાયાના ઉત્સાહાદિક ગુણરૂપ સ્થલ લક્ષણોથી જાણુ શકાય છે, તેમ સમ્યગદર્શન દુર્લક્ષ્ય છે, પણ તત્વાર્થ શ્રદ્ધાન, આત્માનુભૂતિ આદિ બાહ્ય લક્ષણથી લક્ષિત થાય છે, જાણી શકાય છે. નિર્વિકપ વસ્તુ કહી શકાય એમ નહિં હોવાથી તેનો ઉલ્લેખ જ્ઞાન દ્વારા કરાય છે, કારણ કે જ્ઞાન જ એક એવો ગુણ છે કે જે સવિકલ્પ-સાકાર હોઈ દીપકની જેમ સ્વ–પરનો ગ્રાહક છે, સ્વપરને આવેદક છે, સ્વ–પરને નિશ્ચાયક-નિશ્ચય કરાવનાર છે. બીજા બધા ગુણ નિર્વિકલ્પ હાઈ સ્વ-પર અવેદક છે. એટલે સમ્યકત્વ પણ નિવિકલ્પ-નિરાકાર હેઈ વસ્તુતઃ વચનને અગોચર એ સૂક્ષ્મ ગુણ છે. તેથી વિધિ-કમે કોઈથી કહી કે સાંભળી શકાય તેમ નથી, માટે આત્માની સાધનાદિ વિધિમાં જ્ઞાન જ એક પ્રસિદ્ધ છે, અને તે સ્વાનુ* “તત્રોતોના તમોત્તેવિ રિમજીમ વિસ: પ્રત્તિમાઃ સર્વતો વિમઢારાણા | दङ्मोहोपशमे सम्यग्दृष्टेरुल्लेख एव सः । शुद्धत्वं सर्वदेशेषु त्रिधा बन्धापहारि यत् ॥"
(આધાર માટે જુઓ ) શ્રી અમૃતચંદ્રાચાર્યજી (2) કૃત શ્રી પંચાધ્યાયી. * “શ્રદાના વાહ્ય સ્ત્રક્રમ નામના
સર્વ તત્તિ Íતિ જ્ઞાનસ્થ રા: ”—શ્રી પંચાધ્યાયી.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org