________________
થોનસુથથ
વિશિષ્ટ જ્ઞાની જ જાણે છે. આ ગુણ અનાદિથી દર્શન મેહના ઉદયથી મિથ્યા સ્વાદરૂપ થઈ પડ્યો છે,–કડવી તુંબડીમાં નાંખેલા દૂધની જેમ દેવગે કાલાદિ લબ્ધિ સંપ્રાપ્ત થયે ભવસમુદ્રને છેડે નજીકમાં હોય ત્યારે ભવ્યભાવના વિપાકથી-જીવની યથાયોગ્યતાથી જીવ સમ્યકત્વ પામે છે. આ સમ્યક્ત્વની પ્રાપ્તિમાં આ પાંચ લધિ કારણભૂત છે:–
(૧) ક્ષાયોપથમિક લબ્ધિ-કર્મોના ક્ષેપશમની પ્રાપ્તિ. (૨) વિશુદ્ધિ લબ્ધિકર્મોના ક્ષપશમથી આત્માની જે વિશુદ્ધતા ઉપજે તે. (૩) દેશના લબ્ધિ-સદગુરુ
આદિના ઉપદેશનો યોગ. (૪) પ્રાગિકી લબ્ધિ-કે જેથી કરીને પાંચ લબ્ધિઃ કર્મોની સ્થિતિ ઘટીને અંત:કોટાકેટિમાત્ર રહી જાય. (૫) કરણ દર્શનમેહ લબ્ધિ-આત્મસામર્થ્યવિશેષ કે જેથી કરીને કર્મોની સ્થિતિનું ને રસનું ઉપશમ ખંડન કરવાની શક્તિ ઉપજે છે. કરણ લખ્યિ ત્રણ પ્રકારની છે–અધ:
કરણ, અપૂર્વકરણ, અનિવૃત્તિકરણ. આ કરણનું સ્વરૂપ પૂર્વે કહેવાઈ ચૂકયું છે. આ કરશુલબ્ધિ પછી અંતમુહૂર્તમાં દર્શનમોહના ઉપશમથો અવશ્ય સમ્યદર્શન ઉપજે છે, અર્થાત્ દર્શનની મિથ્યા અવસ્થા સમ્યફ અવસ્થારૂપ થાય છે. પણ
જ્યાં સુધી અનંતાનુબંધી કષાયને ઉદય હોય ત્યાં સુધી આ સમ્યગુદર્શનનો લાભ થતો નથી, કારણ કે તીવ્ર ક્રોધ-માન-માયા-ભરૂપ આ દુષ્ટ અને તાનુબંધી કષાયચેકડી જ સમ્યકત્વને ઘાત કરનાર છે, અવરોધનાર છે, તે અનંત સંસારના મૂળ કારણરૂપ મિથ્યાત્વને-દર્શનમોહને ઉદયમાં આણે છે, એટલા માટે એને “ અનંતાનબધી? એવી યથાર્થ સંજ્ઞા આપવામાં આવી છે. આમ અનંત સંસારનો અનુ બંધ કરનાર આ મહા રોદ્ર ને દારુણ પરિણમી અનંતાનુબંધી કષાય ટળે જ દર્શનમેહ ટળે છે, એટલા માટે અનતાનુબંધીનું આ વ્યવહાર સ્વરૂપ સમજી આત્માથીએ તેને ટાળવાનો પ્રત્યેક પ્રયત્ન કરવો જોઈએ:
જે સંસાર અર્થે અનુબંધ કરે છે, તે કરતાં પરમાર્થને નામે, ભ્રાંતિગત પરિણામે અસદ્દગુરુ, દેવ, ધમને ભજે છે તે જીવને ઘણું કરી અનંતાનુબંધી ક્રોધ, માન, માયા, લાભ થાય છે, કારણ કે બીજી સંસારની ક્રિયાઓ ઘણું કરી અનંત અનુબંધ કરવાવાળી નથી. માત્ર અપરમાર્થને પરમાર્થ જાણી આગ્રહે જીવ ભજ્યા કરે, તે પરમાર્થ જ્ઞાની એવા પુરુષ પ્રત્યે, દેવ પ્રત્યે, ધર્મ પ્રત્યે નિરાદર છે એમ કહેવામાં ઘણું કરી યથાર્થ છે. તે સદગુરુ, દેવ, ધર્મ પ્રત્યે અસતગુરુવાદિકના આગ્રહથી, માઠા બોધથી, આસાતનાએ, ઉપેક્ષાએ પ્રવર્તે એવો સંભવ છે. તેમજ તે માઠા સંગથી તેને સંસારવાસના પરિ છેદ નહીં થતી
" खयुवसम विसोही देसणा पाउग्ग करणलद्धीए । चत्तारिवि सामण्णा करणं पुण होदि सम्मत्ते ॥"
શ્રી નેમિચંદ્ર સિદ્ધાંત ચકવીકૃત શ્રી ગમ્મસાર.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org