SearchBrowseAboutContactDonate
Page Preview
Page 559
Loading...
Download File
Download File
Page Text
________________ સ્થિષ્ટિ : ગ્રંથિભેદ દર્શનમાહઉપશમ-સમ્યગ્દર્શન (૪૬૩) અજ્ઞાન અંધકારરૂપ ગ્રંથિનો વિભેદ થયો હોય છે, અજ્ઞાનમય મોહાંધકારને પડદે ચીરાઈ ગયેલ છે. આ અજ્ઞાન ખરેખર ! તમસૂરૂપ-અંધકારરૂપ જ છે, કારણ કે અંધકારમાં જેમ પદાર્થનું દર્શન થઈ શકતું નથી, તેમ અજ્ઞાન અંધકારમાં પદાર્થનું દર્શન થઈ શકતું નથી. આ અંધકાર સમું અજ્ઞાન જ્ઞાનરૂપ પ્રકાશ થતાં શીધ્ર નાશી જાય છે–એકદમ પલાયન કરી જાય છે. લાંબા વખતનું અંધારું પણ દીવો પેટાવતાં તરત જ દૂર થાય છે, તેમ અનાદિને મોહાંધકાર પણ જ્ઞાન-પ્રદીપ પ્રગટતાં તક્ષણ જ નાશ પામે છે. એટલે સમસ્ત વત્સ્વરૂપ જેમ છે તેમ યથાસ્થિત સ્વરૂપે આ ગીને દેખાય છે. આમ આ યેગી સમ્યગદર્શની, સમ્યગદષ્ટિ જ્ઞાની હોય છે. “કર્મભાવ અજ્ઞાન છે, મોક્ષભાવ નિજ વાસ; અંધકાર અજ્ઞાન સમ, નાશે જ્ઞાન પ્રકાશ. રાગ દ્વેષ અજ્ઞાન એ, મુખ્ય કર્મની ગ્રંથ, થાય નિવૃત્તિ જેહથી, તે જ મોક્ષનો પંથ. ”—આત્મસિદ્ધિ. આ તમેચંથિ જીવનો કમજનિત થનગાઢ રાગદ્વેષ પરિણામ છે, અને તે વાંસની કર્કશ, ઘન, રૂઢ ને ગૂઢ ગાંઠ જેવો અત્યંત દુર્ભેદ્ય છે. એટલા માટે જ એને ગ્રંથિ –ગાંઠ કહેલ છે. તે કઠણ અટપટી (Complex ) પર્વત જેવી મહાબલવાન તમોગ્રથિ અત્રે અપૂર્વ આત્મપુરુષાર્થની સકુરણાથી અપૂર્વકરણરૂપ તીણ ભાવવવડે ભેદાઈ જાય છે. એટલે પછી સમ્યકત્વની પ્રાપ્તિ કરાવ્યા વિના રહે નહિં-નિવર્સ નહિં એવા અનિવૃત્તિકરણ વડે કરીને સમ્યગદર્શનની પ્રાપ્તિ થાય છે, જેથી વધુનું યથાર્થ– સમ્યફ વરૂપ દેખાય છે. ( વિશેષ માટે જુઓ-પૃ. ૩૯ અને ૪૬-૪૭). સમ્યગદર્શન “છે દેહાદિથી ભિન્ન આતમા રે, ઉપયોગી સદા અવિનાશ... મૂળ મારગ સાંભળો જિનનો રે! એમ જાણે સદ્દગુરુ ઉપદેશથી રે, કહ્યું જ્ઞાન તેનું નામ ખાસ મૂળ જે જ્ઞાન કરીને જાણિયું રે, તેની વ છે યુદ્ધ પ્રતીતમૂળ કહ્યું ભગવંતે દર્શન તેહને રે, જેનું બીજું નામ સમક્તિ-મૂળ” – શ્રીમદ્ રાજચંદ્રજી. આમ ઉક્ત ગ્રંથિભેદના ફલ–પરિણામરૂપે સમ્યગદર્શન ઉપજે છે. આ સમ્યક્ત્વ અથવા સમ્યગ્દર્શન આત્માને ગુણ છે, અને તે નિર્વિકલ્પ છે. આ સૂક્ષમ ગુણ કેવલજ્ઞાનગોચર છે તથા પરમાવધિ અને મન:પર્યય જ્ઞાનનો વિષય છે, મતિજ્ઞાનને કે થતજ્ઞાનનો કે દેશાવધિનો વિષય નથી. એટલે આ ગુણ પ્રગટ્યો છે કે નહિં તે તેવા Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005150
Book TitleYogdrushti Samucchaya
Original Sutra AuthorHaribhadrasuri
AuthorBhagvandas Mehta
PublisherMansukhlal Mehta Mumbai
Publication Year1950
Total Pages866
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size24 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy