________________
-
૩૮
રૂપ હોઈ યથાર્થ ફલદાયિની નથી, તેમ ભક્તિ-ક્રિયા વગરનું જ્ઞાન પણ યથાર્થ ફલદાયિ થતું નથી. આમ આ ત્રણે યોગનો સમન્વય છે.
૩. જ્ઞાન અને કર્મચાગ અને આ ઉપરથી “જ્ઞાન-ક્રિયાથી મેક્ષ છે,” “જ્ઞાનશિયામ્યાં મોક્ષ” એ મહારહસ્યપૂર્ણ સૂત્ર પણ ચરિતાર્થ બને છે. અર્થાત જ્ઞાન એટલે મુખ્ય પણે ભાવશ્રુતજ્ઞાન-શુદ્ધ આત્મજ્ઞાન અને ક્રિયા એટલે મુખ્યપણે આત્મપરિણતિમય ભાવકિયા-ભાવચારિત્ર-આત્મચારિત્ર એ બન્નેનો જ્યારે સમન્વય થાય ત્યારે જ મોક્ષની પ્રાપ્તિ થાય.* જ્ઞાન અને ક્રિયા એ બને એક રથના બે ચક્ર જેવા છે; એમાંનું એક પણ ચક્ર ન હોય તો ધમરથ ચાલે જ નહિં. જ્ઞાન વિનાની ક્રિયા આંધળી છે ને ક્રિયા વિનાનું જ્ઞાન પાંગળું છે. દાવાનલ લાગ્યું હોય ત્યાં દેખતાં છતાં પાંગળો નષ્ટ થાય ને દોડતાં છતાં આંધળે નષ્ટ થાય; પણ પાંગળાને ખાંધે બેસાડી આંધળો જે તેના સૂચન મુજબ ચાલે, બને સહકાર કરી સમન્વય સાધે તો બને બચી જાય. તેમ ભવ-દાવાનલમાંથી બચવા માટે સાધકે જ્ઞાન અને તદનુસાર કિયા એ બન્નેનો યથાગ્ય સમન્વય સાધવો જોઈએ. અત્રે જ્ઞાનનું સ્થાન પ્રથમ અને ક્રિયાનું સ્થાન પછી મૂકયું તે એમ સૂચવે છે કે ક્રિયા જ્ઞાનને અનુકૂલઅનુસરતી તાત્વિક સમજણવાળી હોવી જોઈએ, અને એટલા માટે જ ક્રિયાનું “અનુષ્ઠાન” એવું નામ પ્રસિદ્ધ છે. પહેલું જ્ઞાન અને પછી દયા “gઢમં તાળું તો વયા' એ મહાસૂત્રનું રહસ્ય પણ એ જ છે.
દ્રવ્ય શ્રુતજ્ઞાન અને વ્યક્રિયાને પણ અત્રે એનું યથાયોગ્ય સ્થાન છે જ. કારણ કે જે દ્રવ્ય કૃતજ્ઞાન અને દ્રવ્ય ક્રિયા ભાવની ઉત્પત્તિનું કારણ થાય તે પણ પરંપરાએ મોક્ષને કારણરૂપ થઈ પડે છે, પણ જે તથારૂપ ભાવનું કારણ ન થાય તે જ્ઞાન-ક્રિયા તે મોક્ષપ્રત્યયી ફળ પર નિષ્ફળ જ છે. શ્રી હરિભદ્રસૂરિએ પંચાશકશાસ્ત્રમાં “દ્રવ્ય” શબ્દના બે અર્થ પ્રદર્શિત કર્યો છે તે પરથી આ જ પરમાર્થ ફલિત થાય છે: (૧) એક તે દ્રવ્ય એટલે અપ્રધાન, તથારૂપ ભાવવિહીન. જેમકે–આચાર્યમાં હોવા ગ્ય શાસ્ત્રોક્ત ગુણથી રહિત હોય તે દ્રવ્યાચાર્ય કહેવાય, તેમજ ક્રિયાની બાબતમાં જોઈએ તે જે ક્રિયા યંત્રવત્ ક્રિયાજડપ, અનુપગપણે, કંઈ પણ ભાવસ્કુરણારૂપ અંતભેદ વિના કરવામાં આવે છે, તે પણ અપ્રધાન દ્રવ્યનું ઉદાહરણ છે. (૨) દ્રવ્યનો બીજો અર્થ ભાવજનન રોગ્યપણું છે, જે દ્રવ્ય ભાવનું કારણ થાય છે, જે દ્રવ્યથી ભાવ પ્રગટે છે, તે દ્રવ્યને પ્રધાન એ બીજો પ્રકાર છે. ભાવને ઉત્પન્ન કરનારું એવું આ પ્રધાન દ્રવ્ય પ્રશસ્ત હેઈ અત્ર મોક્ષમાર્ગમાં પ્રસ્તુત છે. એટલા માટે જ પ્રધાનરૂપ દ્રવ્ય સ્તવનેદ્રવ્ય આજ્ઞાનો અધિકાર-હળુકમ, મંદકષાયી, મંદવિષયી, અતીત્રપરિણામી, અંતરંગ
* “કરું જ્ઞાનશિયાળોને સર્વમેવ vv
તથી જ તમારા માર્ક્શન નાથા છે ”—શાસ્ત્રવાર્તાસમુચ્ચય.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org