________________
વૈરાગ્યવાસિત, સાચા માર્ગજિજ્ઞાસુ, તીવ્ર તપિપાસુ, એવા ઉત્તમ ગુણલક્ષણસંપન્ન અપુનબંધકાદિ દશાવિશેષને પામેલા મુમુક્ષુઓને જ છે એમ શ્રી હરિભદ્ર સૂરિએ ચાકળે ચાકનું કહ્યું છે, કારણ કે તેવી પ્રધાનરૂપ દ્રવ્ય ક્રિયા જ કથારૂપ વિશિષ્ટ ભાવ ઉત્પન્ન કરવાને ગ્ય એવી હોય છે. આ અપુનબંધકાદિ દશા પૂર્વે સદ્દ બંધકાદિને તો અપ્રધાનરૂપ દ્રવ્ય ક્રિયા હોય છે, કારણ કે તે દ્રવ્ય આજ્ઞાનું પાલન પણ અનુપગપણે-ક્રિયાજડપણે કરે છે, એટલે તેઓ દ્રવ્યથી પણ અત્રે મોક્ષ માર્ગની યોગ્યતા ધરાવતા નથી. “અનુપયોગ થે' અનુપયોગ-ઉપયોગ રહિતપણું તે દ્રવ્ય એ વ્યાખ્યા પણ ઉક્ત સર્વ વસ્તુને પુષ્ટ કરે છે. આમ વિશિષ્ટ ભાવને ઉત્પન્ન કરનારી પ્રધાન દ્રવ્ય ક્રિયાને જ શાસ્ત્રકારે યોગમાર્ગમાં સ્થાન આપ્યું છે, -નહિં કે અનુપયેગવંત ક્રિયાઇડ એવી અપ્રધાન દ્રવ્ય ક્રિયાને. મિત્રાદષ્ટિ આદિ પહેલી ચાર દષ્ટિમાં દ્રવ્ય વંદનાદિ છતાં તેને યોગમાર્ગમાં ગણી તેનું રહસ્ય પણ એ જ છે કે તેમાં ભાવજનને યોગ્યતાવાળી પ્રધાન દ્રવ્ય ક્રિયા હોય છે. આમ આવી દ્રવ્ય ક્રિયાને પણ અત્ર યથાયોગ્ય સ્થાન છે જ, કારણ કે દ્રવ્યને સાધ્ય લક્ષ્ય પણ ભાવ જ છે, દ્રવ્યના આલંબને પણ ભાવ પર જ ચઢવાનું છે, અને ભાવ પર આવ્યે જ છૂટકો છે. આ ભાવ એટલે આત્મભાવ, આમામાં તથારૂપ જ્ઞાનદર્શન-ચારિત્રાદિ ગુણનું ભવન-પરિણમન, આત્મસ્વભાવ પરિણતિ. આખો જિનમાર્ગ મુખ્યપણે આ ભાવ પર રચાયેલ છે, ભાવ એ જ એનું જીવન છે, તે ન હોય તો ખાલી બેખું જ રહે છે. “ચાત્રિયા: તતિ ન મારશૂળ્યા: ' દ્રવ્ય અને ભાવની તુલના કરતાં શ્રી યોગદષ્ટિસમુચ્ચયકારે કહ્યું છે કે શુદ્ધ ભાવ અને ભાવશૂન્ય ક્રિયા એ બેની વચ્ચે સૂર્ય અને આગી જેટલું અંતર છે.
“શુદ્ધભાવ ને શૂની કિરિયા, બહુમાં અંતર કેજી?
ઝળહળતો સૂરજ ને ખજુઓ, તાસ તેજમાં તેજી. ”—. દ. સઝાય. “વ્ય ક્રિયા રુચિ જીવડા રે, ભાવ ધર્મ રુચિહીન, ઉપદેશક પણ તેહવા રે, શું કરે જીવ નવીન ?...ચંદ્રાનન. ”-શ્રી દેવચંદ્રજી. અપુનબંધકથી માંડીને, જાવ ચરમ ગુણઠાણ, ભાવ અપેક્ષાયે જિનઆણુ, મારગ ભાષે જાણુ, ”શ્રી યશોવિજયજી.
જેટલું આ દ્રવ્ય ક્રિયા માટે સત્ય છે તેટલું જ દ્રવ્યશ્રતજ્ઞાન માટે પણ છે, કારણ કે શાસ્ત્ર એ જ્ઞાનપ્રાપ્તિના ઉત્તમ નિમિત્તરૂપ-સાધનરૂપ હોઈ ઉપચારથી તેને જ્ઞાન કહ્યું છે, માટે એકલા દ્રવ્યશ્રુતજ્ઞાનના શુક પાઠ જેવા શુષ્ક જ્ઞાનથી કાંઈ જ્ઞાન થયું કહેવાતું નથી, પણ જે તેનું ઉત્તમ નિમિત્ત પામી આત્મા પોતે જ્ઞાનરૂપે પરિણમે અર્થાત
"एते अहिगारिणो इह ण सेसा दव्यओ वि जं एसा। દથg sો જવાઇ હેરાન ૩ જાતિ ” શ્રી પંચાશક.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org