SearchBrowseAboutContactDonate
Page Preview
Page 55
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૭ સદગુરુભક્તિ અને શ્રત ભક્તિ એ યોગમાર્ગ પામવાના મુખ્ય સાધન છે. કારણ કે પૂર્ણ સિદ્ધસ્વરૂપ પ્રભુ-આરાધ્ય દેવ આદર્શ સ્થાને હેઈ, જીવને ઈષ્ટ લક્ષ્યનું નિરંતર ભાન કરાવે છે; સદ્દગુરુ, મોક્ષમાર્ગરૂપ સન્માર્ગના પરમ સાધક સાધુચરિત પુરુષ સાક્ષાત્ જીવંત મૂર્તિ પ્રત્યક્ષ જીવતા જાગતા જોગી હેઈ, જીવને પરમ અવલંબનરૂપ થઈ પડી પ્રેરણબલ આપે છે, અને તથારૂપ સદગુરુના વિરહે અથવા તેમની આજ્ઞાએ સશાસ્ત્ર પણ પરમ આલંબનરૂપ બની આત્માથી અધિકારી સુપાત્ર જીવને પરમ ઉપકારી થાય છે. જીવની નિર્મલ ચિત્તભૂમિમાં રોપાયેલા આ ગબીજ સંવેગ-વૈરાગ્ય જલથી અભિસિંચિત થઇ, અનુક્રમે વિકાસ પામી, અનુપમ મોક્ષફલ આપે છે. નહિં તો “મૂરું નારિત કુંતો રાવા” મૂળ ન હોય તે શાખા કયાંથી હોય? બીજ વિના ઝાડ કેમ થાય? કારણ કે કોઈ પણ મકાન પાયા વિના ચણાય નહિં, પ્રથમ ભૂમિકા બંધાયા વિના ઉપલી ભૂમિકા બંધાય નહિં, આ નિયમ છે. તેમ ગરૂપ મહાપ્રાસાદનું ચણતર પણ તેને આ મિત્રાષ્ટિરૂપ પાયો ગબીજથી પૂરાયા વિના થાય નહિં, તેની આ “અભય અદ્વેષ અખેદ વાળી “સેવન કારણ પહેલી ભૂમિકા” વિના ઉપલી ભૂમિકા બંધાય નહિં. જે આ ગરૂપ ભવ્ય પ્રાસાદ બાંધવો હોય, તે સકલ જગત પ્રત્યે જ્યાં અનુપમ મૈત્રી વર્તે છે એવી મિત્રાષ્ટિરૂપ તેનો મજબૂત પાયો નાંખવો જોઈએ, અને તેમાં આ સભક્તિમય ગબીજનું પૂરણ કરી વજલેપ દઢ પીઠિકાબંધ બાંધવો જોઈએ, તો જ પછી તેનું સાનુબંધ ચણતર થયા કરે, તો જ તેની ઉપલી ભૂમિકાઓનું સર્જન થાય. નહિં તે આકાશમાં અદ્ધર નિરાધાર-નિરવલંબ મકાન કેમ ઊભું થાય ? માટે અહો ભવ્યજને ! મોક્ષના કામી એવા મુમુક્ષુઓ! તમે પ્રથમ આ યોગ પ્રાસાદની ભકિતરૂપ દઢ ભૂમિકા બાંધે, કે જેથી કરીને અનુબંધથી તે ગરૂપ મહા દિવ્ય પ્રાસાદનું સાંગેપાંગ નિર્માણ સંપૂર્ણ કરી, તેના પર મુકિતરૂપ કલશ ચઢાવી, વસ્તસ્વરૂપની સિદ્ધિરૂપ વારતુ” કરાવી, તે અનુપમ પ્રાસાદમાં નિરંતર નિવાસ કરવાનું પરમ સૌભાગ્ય તમે પ્રાપ્ત કરો !-એમ જાણે આ ગબીજનું ઉદ્દબોધન કરતા આ શાસ્ત્રકર્તા મહર્ષિનો દિવ્ય વનિ મુમુક્ષુઓને સપ્રેમ આહ્વાન કરી રહ્યો છે ! આમ ભકિતયોગ એ સર્વ યોગમાં શ્રેષ્ઠ અને પ્રથમ છે. ભક્તિયોગ, કર્મવેગ અને જ્ઞાનયોગ એ ત્રણે વાસ્તવિક રીતે વિરુદ્ધ કે વિભિન્ન નથી, પણ એક જ કેગના ત્રણે પાસા (Facets ) છે, અને પરસ્પર ગાઢ સંબદ્ધ હોઈ એક બીજાના પૂરક અને સમર્થક છે, કારણકે તાત્વિક સમજણપૂર્વક પરંતત્ત્વની ભક્તિ તે ભક્તિગ, પરંતત્વની ભક્તિપૂર્વક તાવિક સમજણથી મક્ષસાધક ધર્મક્રિયા-નિજ સ્વરૂપની સાધક એવી આત્મપરિણતિમય અધ્યાત્મ ક્રિયા તે કર્મગ, અને પરંતત્વને પરમ નિધાન જેમ ભક્તિથી હદયમાં ધારણ કરી તથારૂપ અધ્યાત્મક્રિયા યુક્ત પણે જ્ઞાનની–અનુભવેગની અનન્ય ઉપાસના તે જ્ઞાન. જ્ઞાન અર્થાતુ તાત્વિક સમજણ વગરની ભક્તિ-ક્રિયા જેમ અનનુષ્ઠાન Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005150
Book TitleYogdrushti Samucchaya
Original Sutra AuthorHaribhadrasuri
AuthorBhagvandas Mehta
PublisherMansukhlal Mehta Mumbai
Publication Year1950
Total Pages866
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size24 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy