________________
38
ભાવાચાર્ય આદિનું જ પરમ માન્યપણું-વંઘપણું શ્રી હરિભદ્રસૂરિએ કહ્યું છે. એટલે જેને પંચ પરમેષ્ઠિમાં ગૌરવભર્યું સ્થાન આપવામાં આવ્યું છે એવા ભગવાન આચાર્યાદિની આત્મદશા-ગુણસ્થાન સ્થિતિ કેવી અદ્ભુત, કેવી વીતરાગ, કેવી પ્રશમપ્રધાન હોવી જોઈએ? એની વિવેક વિચારપૂર્વક સમ્યક્ પરીક્ષા કરી વિચક્ષણ મુમુક્ષુ તે જેનામાં આત્મજ્ઞાનરૂપ ભાવ-દીવો પ્રગટ્યો છે, એવા જાગતી જોત જેવા સાક્ષાત ગીસ્વરૂપ ભાવઆચાયોદિ પ્રત્યે સંશુદ્ધ સેવાભક્તિ-વૈયાવચ્ચ કરે,-આ ઉત્તમ ગબીજ છે.
“આતમજ્ઞાની શ્રમણ કહાવે, બીજા તે દ્રવ્યલિંગી રે,
વસ્તુગતે જે વસ્તુ પ્રકાશે, આનંદઘન મત સંગી રે”—શ્રી આનંદધનજી. તેમજ સતશ્રત ભકિત એ પણ ઉત્તમ ગબીજ છે. સશાસ્ત્રનાં લેખન, પૂજન, દાન, શ્રવણ, પ્રકાશન, સ્વાધ્યાય આદિ એ ગબીજ છે. જ્ઞાનીઓ આપણા માટે અમૂલ્ય જ્ઞાનવારસો મૂકી ગયા છે. જગતનું મિથ્યાત્વ દારિદ્ઘ દૂર કરી તેને પરમાર્થ સંપત્તિથી સમૃદ્ધ કરનાર જ્ઞાની પુરુષોનું આ જગતું કેટલું બધું શું છે ? આપણે કેટલા બધા બાણ છીએ? આપણે આ પરમાર્થગડણ કેમ ચૂકાવી શકીએ? એ વિચાર કર્તવ્ય છે. “હા મોજ નાપારિતો જતા: વિરહ્ય” તેમ જ્ઞાનરૂપ પારમાર્થિક ધનની પણ એ જ સ્થિતિ છે. કાં તો એનું દાન થાય, ભેગા થાય, નહિં તે નાશ થાય. જ્ઞાનનું દાન પણ પોતે જ્ઞાનનો અભ્યાસી હોય તે જ કરી શકે, તો જ જ્ઞાનનો પ્રવાહ વહેતો રહે. ભગ તે રસપૂર્વક તે જ્ઞાનના અધ્યાત્મરસનો ઉપભેગ કરી યથેચ્છ આનંદ લૂંટવાથી થઈ શકે. તેમ ન થાય તો તેની ત્રીજી ગતિ જ શેષ રહે છે. માટે આપણે જે જ્ઞાનીનો વારસો સાચવી રાખવો હોય, તે આપણે પરમ ગોરવ-બહુમાનપૂર્વક તેને રસાસ્વાદ લેવો જોઈએ. વૈદિક ધર્મવાળા કહે છે તેમ આપણે ઋષિણ-જ્ઞાની પુરુષો પ્રત્યેનું ઋણ માત્ર નિરંતર સ્વાધ્યાયથી ચૂકવી શકીએ એટલે તે ચૂકવવા માટે આપણે પરમ ઉપકારી જ્ઞાનીઓના અદ્દભુત જ્ઞાનનિધાનને પોતાના ઉપકારાર્થે આત્મહિતકારી સદુપયોગ કરી, જગતમાં ઉદારપણે તે પરમ શ્રતની પ્રભાવના કરવી જોઈએ. અથૉત્ નિરંતર નિયમપૂર્વક સ્વાધ્યાયથી–અખંડ જ્ઞાનયજ્ઞથી તે વચનામૃતની પિતાના આત્મામાં પ્રભાવના-પ્રકૃષ્ટ ભાવના કરવી જોઈએ. અને આમ કર્યું હશે તો જ આવા ભાવિતાત્મા ધીમંત જનો આ જ્ઞાનભંડાર પોતાની પ્રજ્ઞારૂપ ચાવીથી ખાલી તેમાંથી ગ્રંથરત્નો સંશોધીને જગતમાં તેની પ્રભાવના કરી શકશે. આવા પુણ્ય કાર્યમાં જ્યારે શ્રીમંત-ધીમંતનો ઉત્તમ સહકાર જામશે, જ્યારે ધીમંતોની જ્ઞાનગંગા શ્રીમંતની ધનયમુના સાથે ભળી સરસ્વતીને સંગમ સાધશે, ત્યારે તે ત્રિવેણી સંગમમાં નિમજજન કરી જગત પાવન બનશે, ત્યારે જગતમાં જ્ઞાનીની વાણુને જયજયકાર થશે, અને આથી ગબીજને પરમ લાભ પામેલા પુણ્યવંત આત્માઓનો પણ જયજયકાર થશે!-આ બેધ અત્રે ફલિત થાય છે.
આમ ભક્તિ ઉપર શાસ્ત્રકાર ભગવાને સૌથી વિશેષ ભાર મૂકે છે. પ્રભુભક્તિ,
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org