________________
૩૫
બને છે તેમ પણ આ તો કોઈ સમર્થ યોગી વિશેષને યોગ્ય એ એકપદીરૂપ માર્ગ છે, અને તેમાં અતિશય અસાધારણ બળ વાપરવું પડે છે. મથી મથીને મરી જાય તો પણ પ્રગટ પરમાત્મસ્વરૂપના અવલંબન વિના પિતાની મેળે પરમપદની પ્રાપ્તિ દુર્ઘટ છે; પણ તે પરમ પુરુષના અવલંબને તે સાવ સુઘટ-સુગમ થઈ પડે છે. જે સંસાર સમુદ્ર સમાન તરે અતિ દુસ્તર છે, તે પ્રભુના અવલંબને ગોષ્પદ સમાન બની જાય છે ! એટલા માટે શ્રી દેવચંદ્રજી જેવા ભક્તશિરોમણિ મહાત્મા ગાઈ ગયા છે કે-જિનઆલંબની નિરાલંબતા પામી નિજ આલંબની થાય છે, તેથી અમે તે તે સમર્થ પ્રભુનું પ્રબળ અવલંબન ગ્રહી નિજ ગુણના શુદ્ધ નંદનવનમાં રમશું. તે એટલે સુધી કે નિજ સંપદાયુક્ત આત્મતત્વ
જ્યાં સુધી સંપૂર્ણ નહિં થાય ત્યાં સુધી હું આ જગગુરુ દેવના ચરણ સદાય સેવ્યા કરીશ, યાવતુ બારમાં ક્ષીણમોહ ગુણસ્થાનના અંતપર્યત તેનું અવલંબન હું છોડીશ નહિં.
અતિ દુસ્તર જે જલધિ સમે સંસાર છે, તે ગેપદ સમ કીધો પ્રભુ અવલંબને રે ; જિન આલંબની નિરાલંબની થાયે જે, તિણે હમ રમશું નિજ ગુણ શુદ્ધ નંદનવને રે લે.
શુદ્ધ તત્ત્વ નિજ સંપદા, જ્યાં લગી પૂર્ણ ન થાય રે;
ત્યાં લગી જગગુરુ દેવના, એવું ચરણ સદાય રે.”-–શ્રી દેવચંદ્રજી. આમ ભક્તિને સર્વ શાસ્ત્રકારોએ એકી અવાજે વખાણ છે. ગીતામાં પણ કહ્યું છે કે- સર્વ યેગીઓમાં પણ મને પામેલા અંતરાત્માથી જે શ્રદ્ધાવાન મને ભજે છે, તે મને યુદ્ધતમ મત છે.” ભક્તિ એ મુક્તિને રાજમાર્ગ છે. “જિનપતિ ભક્તિ મુક્તિને મારગ” એમ ભક્તરાજ દેવચંદ્રજી કહે છે. “જિપે ભાવ વિના કબ” નહિ છૂટત દુઃખદાવ” એમ પરમ ભાવિતાત્મા શ્રીમદ્ રાજચંદ્રજીનું અનુભવવચન ભાખે છે.
શાસ્ત્રસમુદ્રનું અવગાહન કરતાં મને આ સાર મળ્યો કે ભગવતુની ભકિત એ જ પરમાનંદ સંપદાઓનું બીજ છે, એમ સર્વ શાસ્ત્ર પારંગત શ્રી યશોવિજયજીનું સુભાષિત છે.*
જેમ જિનભક્તિ ઉત્તમ યોગબીજ છે, તેમ સદગુરુભક્તિ પણ ઉત્તમ ગબીજ છે. શ્રી હરિભદ્રસૂરિજી કહે છે કે “ભાવયોગી એવા ભાવ આચાર્ય, ભાવ ઉપાધ્યાય, ભાવસાધુ, ભાવ તપસ્વી આદિ પ્રત્યે પણ જે વિશુદ્ધ કુશલ ચિત્તાદિ લેવું તે ગબીજ છે,-નહિં કે દ્રવ્યાચાર્ય આદિ પ્રત્યે ” અહીં “ભાવ” શબ્દ પર શાસ્ત્રકારે ખાસ ભાર મૂક્યા છે. ભાવથી–પરમાર્થથી જેના આત્મામાં વેગ પરિણમ્યો હોઈ જે સાચા ભાવગી છે, જે શુદ્ધ આત્મજ્ઞાની હોઈ સાચા ગુરુ છે, જેનામાં આચાર્ય આદિમાં હોવા યોગ્ય એવા શાસ્ત્રોકત યથાર્થ આદર્શ ભાવ-ગુણ વતે છે, એવા ખરેખરા ભાવાચાર્ય–ભાવસાધુ આદિ જ વંદન કરવા ગ્ય ઉત્તમ પાત્ર છે, –નહિં કે દ્રવ્યાચાર્ય–વ્યસાધુ આદિ માટે
જિનામ િવર્ષેvi મન્નતેરાતરામના શ્રદ્ધાવાન માતે યો માં તમે ચુતમાં મત ” ગીતા "सारमेतन्मया लब्धं श्रुताब्धेरवगाहनात् । भक्तिर्भागवती बीजं परमानंदसंपदाम् ॥" al.si.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org