________________
(૪૨૮)
યોગદસિમુચિય कुदृष्टयादिवन्नो सन्तो भाषन्ते प्रायशः कचित् । निश्चितं सारवञ्चैव किंतु सत्त्वार्थकृत् सदा ॥ १४२॥ કદષ્ટિવાળું વેણ તે, ભાખે કદી ન સંત,
નિશ્ચિત પરહિતકર સદા, સારવંત જ વદંત. ૧૪૨ અર્થ –કુષ્ટિ આદિવાળું કુસ્ય વચન સંત કવચિત્ બોલતા નથી, પરંતુ સદાય નિશ્ચિત, સારવાળું અને સત્તાર્થ કરનારૂં-પ્રાણુઓનું હિત કરનારૂં એવું વચન બોલે છે.
વિવેચન સંતજને કુદણિ આદિની પેઠે કદી કુદષ્ટિવાળું-કુત્સિત-નિંદ્ય વચન બોલતા નથી, અને બેલે છે તે નિશ્ચિત, સારવાળું અને પરનું હિત કરનારૂં એવું જ વચન સદા બેલે છે.
કુદષ્ટિવંત અજ્ઞાની અવિવેકી જ હોય તે કુત્સિત-નિવ ભાષણ કરે છે, ફાવે તેમ ઠેકાણુ વિનાનું બેલે છે, યદ્વાતા ઢંગધડા વિનાને અસંબદ્ધ પ્રલાપ કરે છે, સાર વગરનું
નમાલું બકે છે, અને બીજા જીવને દુઃખ થાય, અનર્થ થાય, અહિત સંત કેવું થાય એવું સાવદ્ય વચન ઉચ્ચારે છે. પણ જે સાચા સંત-મુનિજનો
જોગીજનો છે, તેઓ તેમ કરી કરતા નથી, તેવું સાવદ્ય વચન કદી
ઉચ્ચારતા નથી. તેઓ બોલે છે તે વિવેકપૂર્વક ભાષાસમિતિ સાચવીને, ભાષાને વિવેક આચાર બરાબર જાળવીને જ સદા બેલે છે. એટલે જ તેઓનું વચન સદા નિશ્ચિત-અસંદિગ્ધ-સુસંબદ્ધ હોય છે,-સંદેહવાળું, ઠેકાણું વિનાનું, અસંબદ્ધ પ્રલાપ જેવું હોતું નથી, સારપૂર્ણ હોય છે,-નિઃસાર નિઃપ્રજન કે નિર્માલ્ય હેતું નથી, અને સત્ત્વાર્થ કરનારું હોય છે, અન્ય જીવોનું હિત કરવાના સ્વભાવવાળું જ હોય છે,–બીજા જીને દુઃખ થાય, અનર્થ થાય, અહિત થાય, એવું સાવદ્ય કદી પણ હોતું નથી. આમ સંત જનેને સદા નિશ્ચિત, સારભૂત, ને પરોપકારી એવું નિરવદ્ય-નિર્દોષ વચન ઉચ્ચારવાની ટેવ પડી હોય છે.
સાધુજી સમિતિ બીજી આદરો, વચન નિર્દોષ પરકાશ રે; ગુણિ ઉત્સર્ગન સમિતિ તે, માર્ગ અપવાદ સુવિલાસ રે.”
–શ્રી દેવચંદ્રજીત અષ્ટપ્રવચનમાતાની સઝાય. _તિ શમતિનવેવાધિ વૃતિ –દ દાવિવર કુદષ્ટિ આદિવાળું. કુત્ય ઇત્યાદિ નો તરતો-ન સત, મુનિઓ, માષત્તે કવિત-ભાખે કવચિત, ત્યારે કેવું ભાખે, તે માટે કહ્યું–નિશ્ચિત નિશ્ચિત, અસંદિગ્ધ, વાવ-અને સારવાળું જ, ન અપાર્થક-વ્યર્થ નહિં એવું, કિંતુ સ્વાર્થ પરંતુ સાર્થકર, પરાર્થકરશીલ એવું, સવા-સદા ભાખે છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org