________________
યોગદરિસસુરાય
તસ અભિપ્રાય લહ્યા વિના, છદ્મસ્થને લગાર;
પ્રતિક્ષેપ તસ યુકત ના, પર મહાનર્થકાર. ૧૩૯ અર્થ –તેથી કરીને તેનો-સર્વજ્ઞનો અભિપ્રાય જાણ્યા શિવાય, અવગણિ છવસ્થ સંતોને તેનો પ્રતિક્ષેપ (વિરાધ) યુક્ત નથી કે જે પરમ મહાઅનર્થ કરનાર છે.
વિવેચન “સબ શાન કે નય ધારિ હિચે, મત મંડન ખંડન ભેદ લિયે; વહ સાધન બાર અનંત કિયે, તદપિ કચ્છ હાથ હજુ ન પ.”શ્રીમદ્ રાજચંદ્રજી.
ઉપરમાં કહેવામાં આવ્યા છે તે કારણોને લીધે તે સર્વનો અભિપ્રાય જાણ્યા વિના અવગઢષ્ટિવાળા છવાસ્થ સંતજનેએ તેઓને પ્રતિક્ષેપ કરે-વિરોધ કરવો યુક્ત નથી.
તે પ્રતિક્ષેપ કેવો છે? તો કે મોટામાં મોટો અનર્થ કરનાર એવો છે. સર્વજ્ઞપ્રતિક્ષેપ સર્વજ્ઞદેશનાના ભેદના સમાધાન અંગે જે જે ઉપરમાં કહેવામાં આવ્યું, મહાઅનર્થ કર તે સર્વ લક્ષમાં લઈને વિચારીએ તે–તે સર્વજ્ઞને આશય શું છે?
તેની સમજણ વિના અવગણિ પ્રમાતૃઓએ અર્થાત તવંગવેષક છવાસ્થ સજજનોએ તેને પ્રતિક્ષેપ કર-વિરોધ કરે ઘટતો નથી. કારણ કે છઘસ્થનું જ્ઞાન આવરણવાળું હોઈ ઘણું જ મર્યાદિત છે, અત્યંત પરિમિત છે. કેવલજ્ઞાન વિનાના છો ખરેખર! અચક્ષુ-ચક્ષુ વિનાના છે, એટલે આંધળાની લાકડી જેવા પરોક્ષ શાસ્ત્રજ્ઞાનવડે તેઓને વ્યવહાર ચાલે છે. આંધળો જેમ હાથ લગાડીને વસ્તુ પારખે, તેમ આ શાસ્ત્રજ્ઞાન ચક્ષુસંધના હસ્તપશ સમું છે. તેના વડે છદ્મસ્થો યથાવત્ કેમ દેખી–જાણી શકે ? માટે સર્વજ્ઞના વિષયમાં સંસ્થિત અને છઘથ્થો પ્રકાશી શકતા નથી, એમાં આશ્ચર્ય નથી, પણ તે કંઈ પણ જાણે છે તે જ અતિ અદ્દભુત-આશ્ચર્ય છે!
" सर्वज्ञविषयसंस्थांग्छद्मस्थो प्रकाशयत्यर्थान् । नाश्चर्यमेतदत्यद्भुतं तु यत्किंचिदपि वेत्ति ॥"
–-શ્રી સિદ્ધસેન દિવાકરછ કૃતિ દ્વા. દ્વા. ૮-૨૧ વળી ઉપલક્ષણથી તે તે દર્શનભેદવાળી દેશનાઓ પણ સર્વજ્ઞમૂલક છે, મૂલ તેમાંથી ઉદભવેલી છે, એટલે તે પણ સર્વજ્ઞવાણીના અંગરૂપ છે. આમ મુખ્ય એવા ષદર્શન પણ સર્વજ્ઞપ્રવચનના અંગત હેઈ, તેને પ્રતિક્ષેપ કરવો તે પણ સર્વજ્ઞાવાને છેદ કરવા બરાબર છે. શ્રી આનંદઘનજીની અમૃત વાણી છે કે–
x"अंतरा केवलज्ञानं छद्मस्था खल्वचक्षुषः । हस्तस्पर्शसमें शास्त्रज्ञानं तद्व्यवहारकृत् ॥"
- શ્રી યશોવિજયજી કૃત અધ્યાત્મોપનિષદ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org