________________
માષ્ટિ : કાલાદિ સાપેક્ષ ઋવિદેશનાનું મૂલ સર્વદેશના
વિવેચન રચના જિન ઉપદેશકી, પરમ તિન કાલ;
ઈનમેં સબ મત રહતા હૈ, કરતે નિજ સંભાલ ”– શ્રીમદ્ રાજચંદ્રજી.
અહીં વળી પ્રસ્તુત વાતનો બીજા પ્રકારે ખુલાસો કર્યો છે. તે કાળ આદિના નિષથી તે તે નયની અપેક્ષાવાળી આ ચિત્ર દેશના કપિલ આદિ ઋષિઓ થકીજ
પ્રવત છે, અને આ વિદેશનાનું મૂલ પણ તત્વથી સર્વજ્ઞદેશના જ છે; કાલાદિ સાપેક્ષ કારણ કે સર્વજ્ઞ પ્રવચનના અનુસારે જ તેની તથા પ્રકારે પ્રવૃત્તિ છે. આમ ચિત્રષિદેશના તે તે દેશના ચિત્ર- જુદી જુદી ભાસે છે, તેનું પ્રકારાંતરે આ યુક્તિયુક્ત
કારણ પણ સંભવે છે કે--તેવી જૂદી જૂદી દેશના સ્વયં ષિઓ થકી જ ચાલી આવી છે, અર્થાત્ કપલ આદિ દ્રષિઓએ જ તેવી ભિન્ન ભિન્ન દેશના પ્રવૃત્તિ કરી છે. અને તેમ કરવામાં તેઓ દેશ-કાલ આદિ જોઈ વિચારીને પ્રવર્યા છે. સર્વત્ર દ્રવ્ય, ક્ષેત્ર, કાલ, ભાવ આદિ જોઈને પ્રવર્તવું એ વિચક્ષણનું કર્તવ્ય છે એવો નિયમ છે. એટલે એ મહાનુભાવોએ દુષમ કાળ-કરાલ કલિકાલ વગેરે પરિસ્થિતિ લક્ષમાં લઈને, અને જીવોના સત્વ-સંવેગ ને વિજ્ઞાનવિશેષ ખ્યાલમાં રાખીને અનુશાસન કર્યું છે, દ્રવ્યાસ્તિક આદિ નયની અપેક્ષાએ જાતજાતની દેશના કરી છે. શ્રી સિદ્ધસેન દિવાકર સૂરીશ્વરે કહ્યું છે કે –
" देशकालान्वयाचारवयः प्रकृतिमात्मनाम् । સરવસંવે વિજ્ઞાનવિષાક્ઝાનુશાસનમ્ II” –ાત્રિશત દ્વત્રિશિકા.
દેશકાળાદિ જોતાં જો નિત્યદેશના ઉપકારી લાગી, તો તેઓએ દ્રવ્યાસ્તિક નયના પ્રધાનપણે ઉપદેશ કર્યો જે અનિત્ય દેશના ઉપયોગી લાગી, તે પર્યાયાસ્તિક નયની મુખ્યતાથી ઉપદેશ કર્યો, અથવા અન્ય કોઈ અપેક્ષા કાર્યકારી લાગી. તે તેને પ્રધાનપદ આપી ઉપદેશ કર્યો. આમ તે તે નયને-અપેક્ષાવિશેષને આશ્રીને તેઓએ સર્વત્ર તેવી તેવી ઉપદેશ પદ્ધતિ અંગીકાર કરી છે, કારણ કે ગમે તેમ કરી જીવની આમબ્રાંતિ દૂર કરી, તેને નિજ આત્મસ્વરૂપનો લક્ષ કરાવી “ ઠેકાણે આણા ,” એ જ એક એમને મુખ્ય ઉદ્દેશ હતો. એટલે એ જ એક વિવેક તેઓએ સર્વત્ર નિજ નિજ દર્શનમાં ગાયા છે, અને તે સમજાવવા માટેની જૂદી જૂદી શૈલી-કથનરીતિ અખત્યાર કરી છે.
જે ગાયે તે સઘળે એક, સકળ દર્શને એજ વિવેક સમજાવ્યાની શિલી કરી, સ્યાદવાદ સમજણ પણ ખરી.”
પરમ તત્ત્વદ શ્રીમદ્ રાજચંદ્રજી.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org