________________
પ્રષ્ટિ સવજ્ઞની અવધ્ય દેશના
(૪૧૭) અને તે ઉપકાર, સાંભળનારનું જેવું જેવું ભવ્યત્વ-ગ્યપણું હોય તે સર્વજ્ઞની પ્રમાણે થાય છે. જેવી જેવી જેની જેની યોગ્યતા–પાત્રતા છે, તેવો અવંય દેશના તે તેને તેને ઉપકાર થાય છે, ગુણ ઉપજે છે, આમલાભ થાય
છે. જેવી જેવી જેની જેની ઝીલવાની શક્તિ, જે જેવો જેને ક્ષપશમવિશેષ, તેવો તે બોધ તે ઝીલે છે. જેમ કોઈ અમૃતસરોવર ભર્યું હોય, તેમાંથી જેવડું પાત્ર હેય, તેવડું પાત્ર પ્રમાણ ગ્રહણ થાય છે. તેમ આ સર્વજ્ઞ વચનામૃત સાગરમાંથી તથાવિધ પાત્રપ્રમાણ ગ્રહણ થાય છે. તે અમૃતસિંધુમાંથી જેનાથી જેટલું બને તેટલું યથાશક્તિ અમૃતપાન યથેચ૭પણે સર્વ કઈ શ્રોતા કરે છે, અને તેથી તેને તથા પ્રકારનો આત્મગુણ થાય છે, તે ચેકસ.
ભવ ઉપાધિ ગદ ટાળવા, પ્રભુજી છે વૈદ્ય અમોઘ રે; રત્નત્રયી ઔષધ કરી, તમો તાર્યા ભવિજન ઓઘ રે. દેવ વિશાલ જિણુંદની, તમે યા તત્વસમાધિ રે. – શ્રી દેવચંદ્રજી
કારણ કે રોગીને સાચે વૈદ્ય મળે છે, અને અમોઘ અમૃત ઓષધિન જોગ બન્યા છે, તો તેને રેગ દૂર કેમ ન થાય ? તેમ આત્મબ્રાંતિથી ઉપજેલે આ ભવરૂપ મહારોગ
જેને લાગુ પડ્યો છે, એવા આ ભવ્ય શ્રોતાજનોને શ્રી સર્વજ્ઞરૂપ પરમ ઔષધને ગુણઃ સર્વેદ્યનો જેગ લાવે છે, ને તેઓએ પ્રયોજેલી પરમ ઓષધિરૂપ ત્રિદોષને નાશ અમૃતવાણી કાને પડી છે, તે પછી તેઓને તે રોગ કેમ ન મટે? કેમ
ન હઠે ? રેગીનો રોગ હઠે છે કે નહિં, તેને ગુણ થાય છે કે નહિં, તે તેના દોષ દૂર થવારૂપ ચિહથી પરખાય છે. જેમ વાત, પિત્ત ને કફની વિષમતાથી ઉપજેલા ત્રિદોષથી કઈ પીડાતો હોય, તેને ઔષધ આપવામાં આવતાં જે તેનો ત્રિદોષ દૂર થતો દેખાય તે સમજવું કે આ ઔષધથી તેને ગુણ થયે; તેમ આ ભવરોગી રાગ, દ્વેષ ને મોહરૂપ ત્રિદોષ સન્નિપાતથી પીડાઈ રહ્યો છે, તેનો આ રાગ-દ્વેષ મેહરૂપ ત્રિદોષ જે “પરમ શાંત રમૂળ સર્વજ્ઞ વચનામૃત”થી દૂર થયે, વા ઓછો છે, તે જાણવું કે આ ઓષધને આ ગુણ છે. અને આ સર્વજ્ઞ વચનામૃત શ્રવણથી તે તે શ્રોતાના રાગ-દ્વેષ–મેહરૂપ ત્રિદોષ અવશ્ય દૂર થાય છે, દૂર હઠે છે, મેળા પડે છે, એ નિશ્ચિત છે. એમ કહેવાય છે કે, સર્વજ્ઞદેશના સાંભળી મેહપટલ દૂર થતાં કંઈક ને સર્વવિરતિ પરિણામ-ભાવ ઉપજે છે, કંઈક જીવો દેશવિરતિભાવને પામે છે, કંઈક જીવોને સમ્યગ્દર્શન સાંપડે છે, અને કંઈક જીવો શુભ ભાવમાં સ્થિતિ કરે છે.
મોહી જીવ લેહકો કાંચન, કરવે પારસ ભારી હે સમકિત સુરતરુ વન સેચનમેં, વર પુષ્કર જલધારી હે ”–શ્રી દેવચંદ્રજી
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org