SearchBrowseAboutContactDonate
Page Preview
Page 512
Loading...
Download File
Download File
Page Text
________________ (૪૧૬) ગાદિસમુચ્ચય ચિત્તભૂમિમાં પડતાં તે ભિન્ન ભિન્ન અર્થપ્રવાહ ધારણ કરે છે ! આ તેમને અપૂર્વ વચનાતિશય સૂચવે છે ! “વાણી ગુણ પાંત્રીશ અનોપમ, અવિસંવાદ સરૂપે રે; ભવ દુઃખવારણ શિવસુખ કારણ, સૂધ ધર્મ પ્રરૂપે રે.”—શ્રી દેવચંદ્રજી અને એમ પણ ગુણ નથી એમ નથી, તે કહે છે – કામ જ સર્વેકાણુvansfe તાત जायतेऽवन्ध्यताप्येवमस्याः सर्वत्र सुस्थिता ॥ १३७ ॥ એથી ઉપજે સર્વને, યથાભવ્ય ઉપકાર; અવધ્યતા સ્થિત એહની, સર્વત્ર એહ પ્રકાર. ૧૩૭ અથર–અને યથાભવ્ય (ભવ્ય પ્રમાણે) સવેનો તેનાથી કરાયેલે ઉપકાર ઉપજે છે; આમ આ દેશનાની આ અવધ્યતા (સફળતા) પણ સર્વત્ર સુસ્થિતિ એવી છે. વિવેચન “ વચનામૃત વીતરાગના, પરમ શાંત રસમૂળ; ઓષધ જે ભવરગના, કાયરને પ્રતિકૂળ.”– શ્રીમદ્ રાજચંદ્રજી અને આમ સર્વજ્ઞદેશના એક છતાં ભિન્ન ભિન્ન શ્રોતાને ભિન્ન ભિન્ન ભાસે છે, તોપણ વિશેષ આશ્ચર્યકારી તો એ છે કે તેનાથી તે સને યથાભવ્યત્વ પ્રમાણે ઉપકાર પણ થાય છે. આમ સર્વજ્ઞ વાણની સર્વત્ર સુસ્થિત એવી અવંધ્યતાઅનિષ્ફળતા ઉપજે છે. શ્રી સર્વ વાણુ એકરૂપ છતાં ચિત્રરૂપે ભાસે છે, એટલું જ નહિં પણ, તે પાવન અમૃતવાણી જે સાંભળે છે, તે સર્વ સાંભળનાર શ્રોતાને તેના થકી ઉપકાર પણ થાય છે, વૃત્તિ-વથામણં ત્ર-અને યથાભવ્ય, ભયને સદા, સાંસને, ૩vasv-ઉપકાર પણુ, ગુણ પણ, તતઃ -તેનાથી કરાયેલે, દેશનાથી નિપન્ન-નીપજેલ. કારણે-ઉપજે છે, પ્રાદુર્ભવે છે, પ્રગટે છે, અવસ્થતા-અવધ્યતા પણ, અનિષ્ફળતા પણ, gવખૂ-એમ, ઉક્ત નીતિથી કરવા - આની આ દેશનાની, સર્વત્ર સુરિશતા-સર્વત્ર સુસ્થિત એવી. * " प्रष्टपुण्यसामर्थ्यात्प्रातिहार्यसमन्वितः। અવારા શ્રીમાન્યામર્ધાનિ ચોરઃ ” – બિન્દુ. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005150
Book TitleYogdrushti Samucchaya
Original Sutra AuthorHaribhadrasuri
AuthorBhagvandas Mehta
PublisherMansukhlal Mehta Mumbai
Publication Year1950
Total Pages866
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size24 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy