________________
(૪૧૨ )
આવું સદ્ગુદ્ધિગમ્ય ન્યાયપ્રસિદ્ધ વસ્તુવરૂપ જ્ઞાની એવા સર્વજ્ઞાનીજાણુ બ્હાર હાય, એમ કેમ બને ? ન જ મને. તેવુ યથાર્થ વસ્તુસ્વરૂપ તેએ અવશ્ય જાણતા જ હાવા જોઈએ, પરંતુ શિષ્યના તિહેતુએ તેએએ તેવા તેવા પ્રકારે ગૈાણ-પ્રધાન ભાવથી જૂદી જૂદી દેશના કરી છે, માટે તે અદુષ્ટ જ છે, નિર્દેષ જ છે; કારણ કે નિત્ય દેશના કરતાં પર્યાયને ગૌણભાવ, અને અનિત્ય દેશના કરતાં દ્રવ્યને ગૌણુભાવ, તે મહા નુભાવાના હૃદયમાં હાવા જ જોઇએ. કાઇ પણ દેશના અમુક નય-અપેક્ષાના પ્રધાનપણાથી તે અન્ય અપેક્ષાના ગોણપણાથી જ થઇ શકે; કારણ કે વચનમાં એક વખતે એક અપેક્ષા જ આવી શકે, અને જ્ઞાનમાં તે સર્વ અપેક્ષા એકી સાથે ભાસ્યમાન થાય, છતાં વચનથી તા અનુક્રમે એક એક અપેક્ષાજ ગોણ-મુખ્યભાવે કહી શકાય. એટલે તે મહાનુભાવાનું કથન એકાંતિક નથી, એમ આશય સમજાય છે.
<<
યોગદષ્ટિસમુચ્ચય
કુંથુનાથ પ્રભુ દેશનારે, સાધક સાધન સિદ્ધિ;
ગોણુ મુખ્યતા વચનમાં રે, જ્ઞાન તે સકલ સમૃદ્ધિરે, કુંથુ જિનેસરૂ!
વસ્તુ અનંત સ્વભાવ છે ?, અન ંત કથક તસુ નામ;
ગ્રાહક અવસર મેધથી રે, કહેવે અર્પિત કામા ૨. કુ॰ ”શ્રી દેવચ’દ્રષ્ટ.
અને તેવા પરમ ઉપકારી મહાત્મા મહાપુરુષે આમ કરે એમાં આશ્ચર્ય નથી, કારણ કે કાઈ પણ પ્રકારે આ જીવને સંસારરૂપ મહારાગ મટે એ જ તેમના મુખ્ય ઉદ્દેશ હતા. એટલે ભવ્યાધિના ભિષવરા-વૈદ્યરાજો જેવા આ સર્વ જ્ઞાએ ભવવ્યાધિના તે તે જીવની પ્રકૃતિ આળખી, તેને માફક આવે, અનુકૂળ પડે, ગુણુ ભિષગવરા કરે, એવી દેશના આધિ તેએાને આપી. વ્યવહારમાં પણ કુશળ વૈદ્યરાજ હાય તે રાગીની પ્રકૃતિ આળખી, રાગનું નિદાન પારખી, ખરાખર ચિકિત્સા કરી, તેને ચાગ્ય અનુપાનયુક્ત ઔષધાદિ આપે છે. તેમાં પિત્ત પ્રકૃતિવાળાને જે ઔષધ માફક આવે, તે કફવાળાને ન આવે; કફવાળાને સદે, તે પિત્ત પ્રકૃતિને ન ફાવે; વાત પ્રકૃતિને ગુણ કરે, તે કપ્રકૃતિને અવગુણુ કરે; ઈત્યાદિ અપેક્ષા લક્ષમાં રાખી તે ઔષધપ્રયાગ કરે છે. તેમ આ ભવરાગના વૈદ્યરાજ મહાત્મા સર્વજ્ઞાએ પણ તેવા તેવા પ્રકારે જીવની પ્રકૃતિ પ્રમાણે વિવેક કરીને તેવી ભિન્ન ભિન્ન દેશના— ઓષધિના પ્રયાગ કર્યો છે, એમ સમજાય છે.
આ ઉપરથી શુ? તે કહે છે—
* " विज्ञानमात्रमप्येवं बाह्यसंगनिवृत्तिये । विनेयान् कांश्चिदाश्रित्य यद्वा तद्देशनार्हतः ॥ न चैतदपि न न्याय्यं यतो बुद्धो महामुनिः । सुवैद्यवद्विना कार्य द्रव्यासत्यं न भाषते ॥ " अन्ये त्वभिदधत्येवमेतदास्थानिवृत्तये । क्षणिकं सर्वमेवेति बुद्धेनोक्तं महात्मना ॥
',
29
–શાસ્ત્રવાર્તાસમુચ્ચય.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org