________________
દીમાણિઃ અભેદ પરંતત્વવેદીને ફિલાદ ન ઘટે
(૪૦૫) ज्ञाते निर्वाणतत्त्वेऽस्मिन्नसंमोहेन तत्त्वतः प्रेक्षावतां न तद्भक्ती विवाद उपपद्यते ॥ १३२ ॥
અસંમેહથી તત્વથી, જાણે તત્વ આ ઉક્ત,
તસ ભક્તિમાં વિવાદ ના, બુદ્ધિવતને યુક્ત. ૧૦ર અર્થ –આ નિર્વાણ તત્વ અસંમેહે કરીને તત્વથી જાણવામાં આવ્યું, પ્રેક્ષાવંતોને (વિચારવંતને) તેની ભક્તિ બાબતમાં વિવાદ ઘટતો નથી.
વિવેચન આવું જ નિરાબાધ, નિરામય અને નિષ્ક્રિય એવું પરમ નિર્વાણુતાવ ઉપરમાં વર્ણવ્યું, તેનું સ્વરૂપ અસંમેહ બોધવડે તત્વથી-પરમાર્થથી જાણવામાં આવ્યું,
સમ્યફ પરિચ્છેદ કરવામાં આવ્યું, વિચારવાન જીવોને તેની ભક્તિના તરવદષ્ટિને વિષયમાં વિવાદ ઘટતા નથી, કારણ કે તવજ્ઞાનમાં ભેદનો અભાવ છે. વિવાદ ન ઘટે નહિં તે જ વિવાદ કરવામાં આવે તો પ્રેક્ષાવંતપણાને-વિચારવંતપણાને
વિરોધ આવે. જે સુજ્ઞ વિચારક જન છે, તે તો નિરંતર તવ ભણી જ દષ્ટિ રાખે છે. તવ જે અભેદ હોય તો પછી તેની ભક્તિ-આરાધના વિધિમાં ગમે તેટલે ભેદ હોય, તે પણ તેની તેઓ બીલકુલ પરવા કરતા નથી. સાધ્ય જે એક છે, તો તેના સાધક સાધન ગમે તે હોય, તેના પ્રત્યે તેઓ દુર્લક્ષ્ય કરે છે, અર્થાત ઈષ્ટ સાધ્યરૂપ મધ્યબિંદુ પ્રત્યે જ દેરી જતા વિવિધ સાધના પ્રત્યે તેઓ કટાક્ષદષ્ટિએ જોતા નથી. દાખલા તરીકે-નાગપુર જવું હોય, તો જૂદી જૂદી દિશામાં આવેલા મુંબઈ, દિલ્હી, મદ્રાસ વગેરે શહેરથી ભિન્ન ભિન્ન માગે ત્યાં પહોંચી શકાય, પણ ઈષ્ટ મધ્યબિંદુ એક જ છે. તેમ ભિન્ન ભિન્ન દર્શન સંપ્રદાયવાળાએ નિવાણ તત્ત્વને માન્ય કરી ભલે તેને ભિન્ન ભિન્ન પ્રકારે આરાધતા હોય, પણ તેનું ઈષ્ટ લક્ષ્ય સ્થાન જો એક જ છે, તે પછી તેની ભક્તિ બાબતમાં કોઈ વિવાદનો અવકાશ રહેતું નથી. એટલે તવગ્રાહી દષ્ટિવાળા સુજ્ઞજને તે તે સાધનધર્મના મિથ્યા ઝઘડામાં પડતા નથી. કારણ કે સાચા તત્વજ્ઞાનીઓ કે જેઓને નિર્વાણ તત્વનું પૂરેપૂરું ભાન છે. તેઓ તો કદી પરસ્પર ઝઘડે જ નહિં એટલું જ નહિં, પણ પોતાના પરમ આરાધ્ય એવા તે ઈષ્ટ નિર્વાણ પદને જે અન્ય કોઈ ભક્તિથી આરાધતા હોય, તે સર્વને પોતાના સાધમિક જ માને, સ્વધર્મબંધુ જ ગણે. પણ નિર્વાણતત્ત્વનું જેને ભાન નથી, એવા અજ્ઞાનીઓ પોતે તેથી અત્યંત દૂર છતાં, તે
કૃત્તિ –શાતે-પરિછિન્ન થયે, નિત્તરવેરિમન-આ એવભૂત નિર્વાણ તત્વ, સંમોહેનઅસંમોહરૂપ બેધથી, તરતઃ–પરમાર્થથી. શું ? તે કે-પ્રેક્ષાવતાં-બુદ્ધિમંતોને, ન તો નથી તેની ભકિતમાં, નિર્વાણ તત્વની સેવા બાબતમાં, શું ? તો કે વિદ્યા, ઉપપદ-વિવાદ ઘટત–તત્વજ્ઞાનમાં ભેદના અભાવને લીધે,-નહિં તો પ્રેક્ષાવંતપણાને વિરોધ આવે, એટલા માટે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org