________________
(૪૦૪)
યોગદષ્ટિસમુચય અર્થ છે, માટે નિર્વાણના લક્ષણમાં અને સદાશિવ આદિના લક્ષણમાં વિસંવાદ નથી, અવિસંવાદરૂપ એકતા છે. અર્થાત્ નિર્વાણ, સદાશિવ આદિ એકસ્વરૂપ છે, એક જ છે, એમ અત્યંત પ્રસિદ્ધ થયું.
અને આમ એક એવું આ નિર્વાણુતત્વ કેવું છે? તો કે નિરાબાધ, નિરામય અને નિષ્ક્રિય એવું તે પરમ તત્વ છે. તે આ પ્રકારે-(૧) નિરાબાધ–સર્વ અબાધાઓમાંથી તે બહાર નીકળી ગયેલું છે; આબાધા અથોત લેશમાત્ર બાધાથી પણ તે રહિત છે, અવ્યાબાધ સ્વરૂપ છે. અને આવું અવ્યાબાધ સ્વરૂપ તે પદ હેવાથી, ત્યાં એકાંતિક, આત્યંતિક, સહજ, સ્વાધીન એવું અનુપમ અવ્યાબાધ આત્મસુખ નિરંતર અનુભવાય છે. (૨) નિરામય-આમય એટલે કોઈ પણ જાતના દ્રવ્ય-ભાવગને ત્યાં અભાવ છે. દેહનો અભાવ છે, એટલે શરીર સંબંધી કોઈપણ દ્રવ્ય રોગને ત્યાં સંભવ જ નથી. અને આત્માની અત્યંત પરિશુદ્ધિ વસે છે, એટલે રાગ-દ્વેષ-મોહ આદિ ભાવગને પણ બીલકુલ અભાવ છે. આમ દ્રવ્યથી ને ભાવથી આ પદ નિરામય, નીરોગી છે, અને અત્રે આત્માનું પરમ ભાવ આરોગ્ય, સ્વરૂપસ્થિતિરૂપ પરમ સ્વાથ્ય વર્તે છે. (૩) નિષ્ક્રિય છે. નિબંધનને કારણનો અભાવ છે, એટલે કાર્યને અભાવ છે. અત્રે સર્વ કર્મને નિઃશેષ નાશ થઈ ગયા હોવાથી કમરૂપ પ્રેરક કારણ નથી, એટલે કાંઈ કર્તવ્ય પણ રહ્યું નથી. કારણ હોય તો કાર્ય હાય, કારણ ન હોય તે કાર્ય પણ ન હોય, એ સનાતન સામાન્ય નિયમ છે. આમ તે નિષ્ક્રિય છે
એકાંતિક આત્યંતિકો સહજ અકૃત સ્વાધીન હે જિનજી !
નિરુપચરિત નિદ્ધ સુખ, અન્ય અહેતુક પીન હો જિનજી! શુદ્ધ પરિણમતા, વિર્ય કર્તા થઈ, પરમ અક્રિયતા અમૃત પીધે.”—શ્રી દેવચંદ્રજી
દેહાદિક સંયોગને, આત્યંતિક વિયોગ
સિદ્ધ મેક્ષ શાશ્વત પદે, નિજ અનંત સુખ ભોગ. ”—શ્રીમદ્ રાજચંદ્રજી આવું નિરાબાધ, નિરામય, ને નિષ્ક્રિય એવું તે પરમ તત્વ છે, કારણ કે જન્મ જરા-મરણને ત્યાં અગ છે, સર્વથા અભાવ છે. એટલે સર્વ દુઃખેને ત્યાં આત્યંતિક અભાવ છે, કારણ કે “જન્મજરા ને મૃત્યુ” એ જ “મુખ્ય દુખના હેતુ” છે. અને “કારણ તેના બે કહ્યા,” “ રાગ દ્વેષ અણુહેતુ.” પણ અત્રે તે મુખ્ય દુઃખહેતુ આ જન્માદિ નથી, અને તેના કારણે રાગદ્વેષને પણ સર્વથા અભાવ છે. એટલે જ આ નિર્વાણુરૂપ પરમ પદમાં કોઈ પણ પ્રકારની બાધાન, રોગનો અને સંસરણરૂપ ક્રિયાનસંસારને સર્વથા અસંભવ જ છે.
એદંપર્ય (તાપર્ય) કહે છે–
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org