________________
દીમા નિરાબાધ નિરામય નિષ્ક્રિય પરંતત્ત
(૪૦૩) तल्लक्षणाविसंवादान्निराबाधमनामयम् । निषक्रियं च परं तत्त्वं यतो जन्माययोगतः ॥ १३१ ।। લક્ષણ અવિસંવાદથી, નિરાબાધ નરેગ;
ને નિષ્ક્રિય પર તત્વ તે, જન્માદિને અગ. ૧૩૧ અર્થ –તે નિર્વાણુના લક્ષણના અવિસંવાદને લીધે, તે પરમ તત્વ નિરાબાધ, નિરામય અને નિષ્ક્રિય એવું છે, કારણ કે જન્મ આદિને અયોગ છે.
વિવેચન “અવ્યાબાધ અગાધ, આતમસુખ સંગ્રહે હે લાલ ''શ્રી દેવચંદ્રજી.
ઉપરમાં જે નિર્વાણ તત્વ કહ્યું, અને તેના વાચક જે વિવિધ નામ કહા, તેના લક્ષણમાં અવિસંવાદ છે, સંવાદ-મળતાપણું છે, તેમાં વિસંવાદ–બસુરાપણું નથી, તેથી
કરીને તે એકરવરૂપ છે. કારણ કે- “નિર્વાણ” એટલે શું ? (૧) નિર્વાણ સ્વરૂપ નિર્વાણ એટલે બૂઝાઈ જવું, શાંત થઈ જવું, નિવૃત્તિ પામવી તે. જેમ
તેલ હોય ત્યાંસુધી દીવો બળે છે, તેલ ખૂટી જાય એટલે તે તરત બૂઝાઈ જાય છે-નિર્વાણ પામે છે; તેમ જ્યાં સુધી કમરૂપ તેલ હોય ત્યાંસુધી સંસારને દીવ બળ્યા કરે છે, પણ જેવું કર્મરૂપ તેલ ખૂટયું કે તરત તે સંસાર-દીપક બૂઝાઈ જાય છે, હોલવાઈ જાય છે, નિર્વાણ પામે છે. આમ જ્યાં સંસાર-દીપક બૂઝાઈ જાય છેનિર્વાણ પામે છે, તે પદ નિવાણપદ છે. (૨) અથવા નિર્વાણ એટલે શાંતિ, શાંત થઈ જવું તે. જ્યાં સર્વ સંસારભાવ શાંત થઈ જાય છે, સર્વ પરભાવ-વિભાવ વિરામ પામે છે, તે નિર્વાણ છે. આમાં જ્યાં સ્વ સ્વભાવમાં વિશ્રાંત થાય છે, નિસ્તરંગ સમુદ્રની જેમ પરમ શાંત થઈ સ્વ સહજામસ્વરૂપમાં સમાઈ જાય છે, તે પરમ શાંતિસ્વરૂપ એવું પદ તે નિર્વાણ છે. (૩) અથવા જ્યાં સર્વ વૃત્તિઓનો સંક્ષય થયો છે, અર્થાત્ સર્વ સંસારવૃત્તિઓ જ્યાં નિવૃત્ત થઈ છે, નિવૃત્તિ પામી ગઈ છે, અને કેવલ શુદ્ધ આત્મસ્વભાવમાં જ વર્તનારૂપ વૃત્તિ જ્યાં વર્તે છે, અથત શુદ્ધ આત્મ પદરૂપ સ્વયંભૂરમણ સમુદ્રમાં નિરંતર રમણતા છે,–તે નિર્વતિપદ અથવા નિવાણ છે. અને ઉપરમાં જે સદાશિવ વગેરે શબ્દનો પરમાથે દર્શાવવામાં આવે, તે તત્વથી વિચારતાં, જે નિર્વાણનો અર્થ છે, તેવો જ તે તે શબ્દને
વ્રુત્તિઃ–તzક્ષviારંવારાd-તેના-નિર્વાણના લક્ષણના અવિસંવાદને લીધે. એ જ કહે છેઉનાવાયં-નિરાબાધ, “નિતં માવાયા –આ બાધાઓથી નિત-ન્હાર નીકળી ગયેલ, (લેશ પણ બાધા જયાં નથી એવું ) અનામચં-અનામય, જયાં દ્રશ્ય-ભાવ રોગ અવિદ્યમાન છે એવું, નિષિાચું ત્ર-અને નિષ્ક્રિય છે. નિબંધનના-કારણના અભાવે કર્તવ્યના અભાવથકી નિષ્ક્રિય છે. તરવંએવંભૂત તે પર તરા, ચત-જે કારણ થકી, રાત:-જમ, જરા, મરણના અયોગ થકી.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org