________________
(૩૮૮)
ગદષ્ટિસણુ થય અને આવી આ અમૃત સમાણ શ્રતશક્તિના મહાપ્રભાવથી અનુબંધ ફલ પ્રાપ્ત થાય છે, એટલે કે ઉત્તરોત્તર અધિકાધિક શુભ ફલપરંપરા સાંપડે છે; એક શુભ ફલ બીજા વધારે શુભ ફળનું કારણ થાય છે, એમ ને એમ શુભ ફલની સંકલના અટપણેઅખંડપણે ચાલ્યા કરે છે, યાવત્ પરમ મોક્ષફળ પ્રાપ્ત થાય છે. આમ શ્રુતશક્તિના પ્રભાવે કુલોગીઓને તાવિક અનુબંધ થયા કરે છે, તેથી જ આ જ્ઞાનપૂર્વક કર્મો તેઓને મુક્તિ અંગરૂપ થઈ પડે છે.
આમ કુલગીઓનું અનુષ્ઠાન અનુબંધ ફલવાળું હોય છે, કારણ કે તે અનુબંધશુદ્ધ હોય છે. આ બરાબર સમજવા માટે ત્રણ પ્રકારના અનુષ્ઠાનનું સ્વરૂપ સમજવા
ગ્ય છે. અનુષ્ઠાન ત્રણ પ્રકારનું કહ્યું છે: (૧) વિષયશુદ્ધ, (૨) ત્રિવિધ અનુષ્ઠાન સ્વરૂપશુદ્ધ, (૩) અનુબંધ શુદ્ધ. આ ત્રણ અનુષ્ઠાનનું ઉત્તરોત્તર અને તેનું ફલ પ્રધાનપણું છે. (૧) તેમાં મુક્તિને અર્થ–મને મુક્તિ મળશે એમ
| મુગ્ધપણે-ભેળા ભાવે માનીને જે ભૃગુપત આદિ પણ કરવામાં આવે છે, તે વિષયશુદ્ધ અનુષ્ઠાન છે. અને તે મુક્તિના લેશ ઉપાદેયભાવથી શુભ કહ્યું છે, પણ અત્યંત સાવધરૂ૫૫ણાને (પાપરૂપ પણાને) લીધે તે સ્વરૂપથી શુદ્ધ નથી. (૨) સ્વરૂપશુદ્ધ અનુષ્ઠાન તે લોકદષ્ટિથી વ્યવસ્થિત એવા યમાદિ જ છે, અર્થાત તાત્વિક સ્વરૂપ સમજ્યા વિના જે અહિંસા-સત્ય વિગેરે યમ આદિ લોકિક રીતે-સ્થલ લોકરૂઢિ પ્રમાણે કરવામાં આવે છે, તે સ્વરૂપશુદ્ધ અનુષ્ઠાન છે. પણ તે યથાશાસ્ત્ર નથી, શાસ્ત્ર અનુસાર નથી, કારણ કે સમ્યગૂ જ્ઞાન-શ્રદ્ધાન આદિનો અભાવ છે. આ અનુષ્ઠાન સ્વરૂપથી તો શુદ્ધ છે, પણ વિધિથી શુદ્ધ નથી. (૩) જે અનુબંધ શુદ્ધ અનુષ્ઠાન છે તે આ યાદિ જ છે, પણ તે તત્વસંવેદનથી અનુગત હોય છે, સમ્યફ તત્ત્વપરિજ્ઞાનથી યુક્ત હોય છે, તત્વની બરાબર સમજણવાળું હોય છે; તથા પ્રશાંત-નિષ્કષાય વૃત્તિવડે કરીને તે સર્વત્ર અત્યંતપણે ઉત્સુકતા રહિત હોય છે. આ અનુબંધ શુદ્ધ અનુષ્ઠાન સ્વરૂપથી અને વિધિથી પણ શુદ્ધ હોય છે.
" तृतीयमप्यदः किन्तु तत्त्वसंवेदनानुगम् । પ્રશાંતવૃાા સર્વત્ર દમૌસુચત્તિY I” – શ્રી ગબિન્દુ
આ ત્રણેનું ફળ અનુક્રમે આ પ્રમાણે છે:-(૧) વિષયશુદ્ધ અનુષ્ઠાનથી દોષવિગમ થતો નથી, અર્થાત મોક્ષલાભને બાધક એ દોષ દૂર થતો નથી. કારણ કે તેમનુંઅજ્ઞાન અંધકારનું બાહુલ્ય-પ્રબલપણું છે, તેથી જ આવી આત્મઘાતરૂપ કુમતિ સૂઝે છે. (૨) સ્વરૂપશુદ્ધ અનુષ્ઠાનથી દેષ દૂર તે થાય છે, પણ એકાંત અનુબંધથી દૂર થતો નથી. ભસ્મ કરાયેલા દેડકાના ચૂર્ણનો જે નાશ કરવામાં આવ્યો હોય તો તેમાંથી દેડકાની ઉત્પત્તિ ન થાય, પણ અત્રે તો તેની જેમ દેષનો સાનુબંધ નાશ થતો નથી કે જેથી બીજા ભાવિ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org