SearchBrowseAboutContactDonate
Page Preview
Page 483
Loading...
Download File
Download File
Page Text
________________ દીમદષ્ટિ : જ્ઞાનકમ મુક્તિસંગ, શ્રુત અમૃત શક્તિ (૩૮૭) વિવેચન જે જ્ઞાનપૂર્વક કર્મે છે, તે મુક્તિ અંગરૂપ છે, અને તે ફલોગીઓને જ હોય છે, કારણ કે શ્રુતશક્તિના સમાવેશથી તેઓને અનુબંધફલપણું હોય છે. જ્ઞાનપૂર્વક કર્મ એટલે આગમપૂર્વક જે કર્મો કરવામાં આવે છે, શાસ્ત્ર આજ્ઞાને આગળ કરી–અનુસરી જે કર્મો કરવામાં આવે છે, તે મુક્તિના અંગરૂપ છે, મોક્ષના કારણરૂપ થઈ પડે છે. કારણ કે આમ અર્થાત્ પ્રમાણભૂત પુરુષની આજ્ઞાને અનુસરવું તે મોક્ષને પ્રધાન હેતુ છે, મોક્ષનો ઘેરી રસ્તો-રાજમાર્ગ છે. એટલે તથારૂપ આમ પુરુષથી પ્રણીત શાસ્ત્ર-આજ્ઞાનું પ્રમાણ માની, શિરસાવંઘ ગણી, માથે ચઢાવી, જે કઈ સતકર્મ કરે છે, તે મોક્ષમાર્ગ સાધે છે. “તુમ આવ્યું હતું આરાધન શુદ્ધ કે, સાધું હું સાધકપણે.” “આણા રંગે ચિત્ત ધરજે, દેવચંદ્ર પદ શીવ્ર વરી જે.”—શ્રી દેવચંદ્રજી આમ જેમાં આમ આજ્ઞાનું અનુસરણ મુખ્ય છે એવા આ મુક્તિ અંગરૂપ જ્ઞાનપૂર્વક કર્મો ફલોગીઓને જ હોય છે,-બીજાને નહિં. આ કુલયોગીનું લક્ષણ આગળ ઉપર કહેવામાં આવશે. આ કુલગીઓને જ આ જ્ઞાનપૂર્વક કર્મોને સંભવ અમૃત સમી કહ્યો, તેનું કારણ એ છે કે તેથી હેડલી અવસ્થામાં બુદ્ધિપૂર્વક કર્મો શ્રુતશક્તિ હોય છે, ને ઉપલી અવસ્થામાં અસંમોહરૂપ કર્મો હોય છે. એટલે કુલ યોગી શિવાય અન્યને આ જ્ઞાનપૂર્વક કર્મોને અસંભવ કહ્યો. અને કુલગીઓને આને સંભવ કહો, તેનું કારણ પણ તેઓને શ્રુતશક્તિનો સમાવેશ હેય છે, અને તેથી કરીને અનુબંધફલપણું હોય છે, તે છે. આ શ્રતશતિ અમૃતશક્તિ જેવી છે. એ ન હોય તો મુખ્ય એવું કુલગીપણું હોતું નથી. અમૃત જેમ મરેલાને કે મૂચ્છિતને જીવાડે છે, સજીવન કરે છે, અમર કરે છે, તેમ અમૃત સમી આ શ્રુતશકિત પણ મહામોહથી મૃતપ્રાય અથવા મૂર્ણિત બનેલા જીવને જીવાડે છે, સજીવન કરે છે, પરમાર્થમય ભાવ-જીવન બક્ષે છે, અને ક્ષણ ક્ષણ ભયંકર ભાવ-મરણમાંથી ઉગારી અમૃતત્વ આપે છે. આ સંજીવની જેવી પરમ અમૃતસ્વરૂપ શ્રતશક્તિના સમાવેશથી અર્થાત્ સમ્યક અંત:પ્રવેશથી, દઢ ભાવસંગથી મુખ્ય એવું કુલગીપણું પ્રાપ્ત થાય છે. “જિનવર વચન અમૃત અનુસરિયે, તવરમણ આદરિયે રે, દ્રવ્ય ભાવ આવ પરહરિચે, દેવચંદ્રપદ વરિએ રે...પભુ અંતરજામી ”શ્રી દેવચંદ્રજી “વચનામૃત વીતરાગના, પરમ શાંતરસ મૂળ ઓષધ જે ભવરગના, કાયરને પ્રતિકૂળ "– શ્રીમદ્ રાજચંદ્રજી Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005150
Book TitleYogdrushti Samucchaya
Original Sutra AuthorHaribhadrasuri
AuthorBhagvandas Mehta
PublisherMansukhlal Mehta Mumbai
Publication Year1950
Total Pages866
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size24 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy