________________
(૩૮૬)
ગદષ્ટિસમુચ્ચય વિરસ થઈ જતાં અમનોજ્ઞ-અકારા લાગે છે. કારણ કે પૂરાવું ને ગળવું જ્યાં નિરંતર થયા કરે છે તે પુદગલ છે, અને સડવાનો-વિધ્વંસ પામવાને તેનો સ્વભાવ છે. આવા પુદ્ગલરૂપ વિષય ભોગવતાં તે પ્રારંભે મીઠાં લાગે છે, પણ પરિણામે માઠા દુર્ગતિકારણ થાય છે, એટલે તેનું વિપાક વિરપણું છે. કિપાકફલ-ઇંદ્રવારણાના ફળ દેખાવે સુંદર જણાય છે, પણ ખાધા પછી શીધ્ર પ્રાણહારી થાય છે, તેમ આ વિષયે ભોગવતાં સરસ લાગે છે, પણ પરિણામે વિરસ થઈ પડે છે. જ્ઞાનીઓએ આ “ભેગોને ભુજંગના ભાગ જેવા–સાપની ફણા જેવા કહ્યા છે, તે શીધ્ર પ્રાણ હરે છે, ને તે ભેગવતાં દેવોને પણ સંસારમાં રખડવું પડે છે.” આમ આ વિષયસેવનરૂપ બુદ્ધિપૂર્વક કર્મોનું વિપાકવિરપણું છે. " हृषीकार्थसमुत्पन्ने प्रतिक्षणविनश्वरे । सुखे कृत्वा रतिं मूढ विनष्टं भुवनत्रयम् ॥ મોr મુકામrvમ: સદ્ય પ્રાઇriverfr: I ગમાના પ્રકારતે સંસાર રિવિ ”
-જ્ઞાનાર્ણવ. અને આવા આ વિપાકવિરસ બુદ્ધિપૂર્વક કર્મો સંસારફલ જ આપે છે, કારણ કે તે કર્મો શાસ્ત્રપૂર્વક નથી, શાસ્ત્રને-આપ્તવચનને આગળ કરી તે કરવામાં આવતા નથી, શાસ્ત્રાજ્ઞાને અનુસરી કરાતા નથી, એટલે તેનું ફલ-પરિણામ એકાંત ભવભ્રમણ રૂપ સંસાર જ છે. “સયલ સંસારી ઇંદ્રિયરામી, મુનિ ગુણ આતમરામી " શ્રી આનંદઘનજી.
ज्ञानपूर्वाणि तान्येव मुक्त्यङ्गं कुलयोगिनाम् । श्रुतशक्तिसमावेशादनुबंधफलत्वतः ॥ १२५ ।।
મુક્તિ અંગ કુલગિને, જ્ઞાનપૂર્વ તે કર્મ
શ્રુતશક્તિ સમાવેશથી, અનુબંધે શિવ શર્મ. ૧૫અર્થ-જ્ઞાનપૂર્વક એવા તે જ કર્મો કુલગીઓને મુક્તિના અંગરૂપ હોય છે, કારણ કે એમાં શ્રુતશક્તિના સમાવેશને લીધે અનુબંધફલપણું હોય છે.
વૃત્તિ-જ્ઞાનપૂર્વાણિ-જ્ઞાનપૂર્વક, યથાત જ્ઞાન-નિબંધનવાળા, (ઉપર કહ્યા પ્રમાણે જ્ઞાનરૂપ કારણવાળા). તાજે-તે જ કર્મો. શું ? તે કે-મુત્તાä-મુક્તિનું અંગ હોય છે, કુઢોજનાકુલગીઓને, જેનું લક્ષણ કહેવામાં આવશે. કુલયોગીઓનું ગ્રહણ, અન્યને અસંભવ જણાવવા માટે છે. શા કારણથી તે કે-ધ્રુતરાસિમાવેરાત-શ્રુતશક્તિના સમાવેશરૂપ હેતુથી. આ (યુતશક્તિ) અમૃત શક્તિ જેવી છે. એના અભાવે મુખ્ય એવું કુલ યોગીપણું હોતું નથી. એટલા માટે જ કહ્યું કેઅનુવઘRવતા-અનુબંધફલ૫ણુ થકી,-મુક્તિ અંગની સિદ્ધિ માં તાવિક અનુબંધના એવં ભૂતપણુને લીધે. (મુક્તિના અંગરૂપ થાય તે જ તાત્વિક અનુબંધનું સ્વરૂપ છે એટલા માટે).
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org