________________
દીપ્રાદષ્ટિ : બુદ્ધિ કર્મ વિપાકવિરલ સંસાર
(૩૮૫) બુદ્ધિપૂર્વક કર્મ સહુ, દેહધારીના આહિ;
વિપાક વિરપણા થકી, સંસારફલદાયિ. ૧૨૪. અર્થ—અહીં પ્રાણીઓના જે બુદ્ધિપૂર્વક કર્યો છે તે સર્વેય, વિપાક વિરસપણાને લીધે, સંસારફલ જ દેનારા છે.
વિવેચન આ લોકમાં દેહધારી પ્રાણીઓના સામાન્યથી સર્વે કર્મો બુદ્ધિપૂર્વક હોય છે, અને વિપાકવિરસાણાએ કરીને તે સંસારફલ જ આપનારા હોય છે.
અત્રે સામાન્યથી જોઈએ તે પ્રાણીઓ સર્વે કર્મો બુદ્ધિપૂર્વક એટલે કે ઇન્દ્રિયજન્ય બેધદ્વારા કરે છે; આંખથી, કાનથી, નાકથી, જીભથી કે ત્વચાથી જે કાંઈ જાણવામાં
આવે છે, તેનાથી પ્રેરાઈને તેઓ સમસ્ત પ્રવૃત્તિ કરે છે. દાખલા તરિકેઇદ્રિયપ્રવૃત્તિ આંખથી કોઈ પદાર્થ દેખવામાં આવ્યું, જાણવામાં આવ્યો, તે પદાર્થ અને સ્મૃતિ ઈષ્ટ લાગતાં તે ગ્રહણ કરવાનું મન થાય છે, અનિષ્ટ લાગતાં ત્યજવાનું સંસ્કાર મન થાય છે અને પછી તેવા પ્રકારે પ્રવૃત્તિ થાય છે. આંખનો સંદેશ
મગજને પહોંચે, મગજે બુદ્ધિને પહોંચાડ્યો, અને બુદ્ધિએ પગને હુકમ કર્યો કે “આ લેવા તું જા, તથા હાથને આદેશ દીધો કે “આ તું લે'. આ બધી સક્ષમ પ્રક્રિયા આંખના પલકારામાં બની જાય છે. વળી તે ઈનિષ્ટ પદાર્થ સંબંધી
મૃતિસંરકાર-ધારણા પણ રહી જાય છે, જેથી આગામી કાળે તેની ગ્રહણ-ત્યાગરૂપ પ્રવૃત્તિને નિર્ણય થાય છે. તે જ પ્રકારે કાન વગેરે બીજી ઇન્દ્રિયો દ્વારા ઉપજતા બુદ્ધિરૂપ બોધથી તે તે પ્રકારનું ઈષ્ટ–અનિષ્ટપણું જણાય છે, અને પછી મનથી તેનું મનન થતાં તેના ગ્રહણ-ત્યાગ કરાય છે, તથા ભાવિકાળે પણ તેના રહી ગયેલા સમૃતિસંસ્કારની વાસનાથી તથા પ્રકારે પ્રવૃત્તિ થાય છે. આમ ઇંદ્રિયજન્ય બેધથી પ્રાણીઓના સામાન્યપણે સર્વ કર્મોની ઘટમાળ ચાલ્યા કરે છે. ખાવું, પીવું, દેખવું, સાંભળવું, સુંઘવું, ચાખવું, સ્પર્શવું, લેવું, મૂકવું એ વગેરે વિષયભોગ પ્રવૃત્તિ, વગર શિખચ્ચે પણ, પ્રાણીઓ કર્યા કરે છે. એમાં કાંઈ નવી નવાઈ નથી.
અને આ વિષયભોગ પ્રવૃત્તિરૂપ જે બુદ્ધિજન્ય કર્યો છે, તેનું વિપાક વિરસપણે છે, વિપાકે-પરિણામે તે અવશ્ય વિરસ નીવડે છે. જે વિષયે પ્રથમ સરસ લાગે છે, તે જ
પરિણામે વિરસ-રસહીન-લૂખા લાગે છે. જે વિષયે પ્રારંભમાં મીઠા ને વિષયનું વિપાક આકર્ષક ભાસે છે, તે જ પ્રાંતે તેને મોહ ઉતરી જતાં કડવા ને વિરપણું અનાકર્ષક જણાય છે. જે પુદ્ગલના રૂપ-રસ-ગંધ-સ્પર્શ પ્રથમ સરસ
ને મનોજ્ઞ હતા, તે જ પુદ્ગલને સ્વભાવ પ્રમાણે વિપરિણામ પામતાં૪૯
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org