________________
દીપ્રાદષ્ટિઃ સમ અનુકાનમાં પણ આશયભેદે ફક્ષભેદ
( ૩૭૫)
વાવ તળાવ ફૂંવા અને, દેવસ્થાન અન્નદાન;
એહ સર્વને પૂર્વ તો, જાણે તવ સુજાણ ૧૧૭ અર્થ:વાવ, કૂવા, તળાવ અને દેવતાયતનો-દેવમંદિરે, તથા અન્નપ્રદાન-આને તત્વવિદો “પૂર્ત” કહે છે.
વિવેચન
વ કરાવવી, કૂવા ખેદાવવા, તળાવ બંધાવવા, દેવમંદિર ચણાવવા, અન્નદાન આપવું, એ બધા પૂર્તકર્મ છે, એમ પૂર્તની પરિભાષા ઉપરથી તત્ત્વવેત્તાઓ જાણે છે. (૧) વાવ વગેરે જલાશય કરાવવા, એ સાર્વજનિક કકલ્યાણના કેઈ અપેક્ષાએ ઉપયોગી સુકૃત્ય છે. કોઈપણ તરસ્યા ત્યાં આવીને પિતાની તરસ બુઝાવે ને પોતાની આંતરડી ઠરતાં જલાશય કરાવનારને અંતરના આશીર્વાદ આપે, તેથી કઈ રીતે કંઈ પુણ્યબંધ સંભવે છે. જો કે તેમાં હિંસા આદિ દોષ પણ છે, તથાપિ જલ વિના જીવન ટકતું નથી, એટલે તેની જ્યાં ખોટ હોય ત્યાં તે પૂરી પાડવી, તે લોકોપયોગી “પૂર્વ કર્મ ” છે. (૨) તેમજ ભૂખ્યાને અન્નદાન દેવું, તે માટે જ્યાં જરૂર હોય ત્યાં દાનશાલાઓ કરાવવી, સદાવ્રતે ખોલવા -ઈત્યાદિ સુકૃત પણ જનસેવાના પ્રકારો છે. અન્ન વિના જીવી શકાતું નથી, તેથી દીન-દુઃખી-દરિદીને પેટને ખાડો પૂરવા માટે અન્નપ્રદાનનો પ્રબંધ કરવો તે પુણ્ય એવું “પૂર્વ ' કર્મ છે. દુષ્કાળ, અતિવૃષ્ટિ, અનાવૃષ્ટિ વગેરે ભયંકર પ્રસંગોમાં જનતાની રાહત માટે યથાશક્તિ રાહતકેન્દ્રો ખેલી અન્નની ત્રુટિની પૂર્તિ” કરવી તે પણ પૂર્ણ કર્મનો પ્રકાર છે. (૩) તેજ પ્રકારે ઉપલક્ષણથી ઓષધદાન દેવું, રોગીઓની સારામાં સારી માવજત માટે જ્યાં જ્યાં જરૂર હોય ત્યાં ઈપિતાલે બંધાવવી, ઓષધાલયદવાખાનાં ખેલવાં, અનાથાલયે-અપંગાલય ખોલવાં, તે પણ પૂર્ણ કર્મના પ્રકાર છે, આમ જનતાના ઈહલાકિક કલ્યાણ માટેના સાધનોની જ્યાં ઊણપ હોય, ત્યાં તેની પૂર્તિ કરવી તે “પૂર્વ ' કમ છે. (૪) તેમજ લેકના પારેલાકિક કલ્યાણ માટેના સાધનની પણ જ્યાં જ્યાં ઊણપ હોય, ત્યાં ત્યાં તેની પૂર્તિ કરવી, તે પૂરા પાડવા, તે પણ પૂર્ણ કર્મ. જેમકે-દેવમંદિરે કરાવવા, ધર્મશાળા ઓ કરાવવી, સ્વાધ્યાયગૃહો-પૌષધાલયે-ઉપાશ્રયે કરાવવા વગેરે. આન્તરહેતુને અધિકૃત કરી (મુખ્ય કરીને) કહે છે–
अभिसंधेः फलं भिन्नमनुष्ठाने समेऽपि हि ।
परमोतः स एवेह वारीव कृषिकर्मणि ॥ ११८ ॥ - વૃત્તિ-ગમiધે-તથા પ્રકારના આશયરૂપ લક્ષણવાળા અભિસંધિ થકી-અભિપ્રાય થકી. શું ? તે કે– મન્ન-ફલ ભિન્ન છે, સંસારી દેવના સ્થાનાદિરૂપ ફળ ભિન્ન છે, અનુષ્કાને સંs દિઈષ્ટ આદિ અનુષ્ઠાન સમ (સરખું) છતાં, પH:--પરમ, પ્રધાન, અત:-આ કારણથી, હ ઇવ-તે જ, અભિસંધ જ, ૬-અહીં, ફલસિદ્ધિમાં, કેની જેમ ? તે માટે કહ્યું કે-વાજીવ વિકર્મનિ-કષિકર્મમાં-ખેતીમાં જલની જેમ. એમ કરૂઢિથી પરમ દષ્ટાંત છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org