SearchBrowseAboutContactDonate
Page Preview
Page 472
Loading...
Download File
Download File
Page Text
________________ (૩૭૬). ગદષ્ટિસમુચ્ચય ફલ ભિન્ન અભિસંધિથી, સમ અનુષ્ઠાન છતાંય; એથી તે જ પરમ અહીં, જલ જેમ કૃષિમાંય. ૧૧૮. અર્થ અનુષ્ઠાન સમાન છતાં, અભિસંધિને (આશયને) લીધે ફળ ભિન્ન હોય છે. તેથી કરીને તે અભિસંધિ જ અહીં ફલસિદ્ધિમાં પરમ (કારણ) છે,જેમ કૃષિકમમાં જલ છે તેમ. વિવેચન - ઉપરમાં જે ઈચ્છાપૂર્તિનું સ્વરૂપ કહ્યું, તે અનુષ્ઠાન સમાન–એકસરખું હોવા છતાં, અમિસંધિ પ્રમાણે આશય અનુસાર તેનું ફલ ભિન્ન હોય છે, જૂદું જુદું હોય છે. દાખલા તરીકે—કઈ પાંચ મનુષ્ય એકસરખી યજ્ઞ-દાનાદિ ક્રિયા કરે, અભિસંધિ અથવા વાવ-કૂવા વગેરે કરાવે, પણ તે પ્રત્યેકને જે જેવો આશયપ્રમાણે ફેલભેદ વિશેષ હોય છે, જે જે અંતર્ પરિણામ હોય છે, તે તેવો ફલમાં પણ ભેદ પડે છે, આમ અભિસંધિ-આશયવિશેષ પ્રમાણે ફતભેદ હોય છે, એટલા માટે આ અભિસંધિ જ અહીં ફલસિદ્ધિ બાબતમાં પરમ છે, પ્રધાન છે, મુખ્ય છે. અત્રે લેકરૂઢિથી પ્રસિદ્ધ દષ્ટાંત આપ્યું છે કે-જેમ કૃષિકર્મમાં, ખેતીવાડીમાં પાણી જ મુખ્ય કારણ છે, તેમ પ્રસ્તુતમાં પણ સમજવું. ચોગ્ય જમીન હોય, સારા બીજ વાવ્યા હોય, સારી પેઠે ખેડવામાં આવેલ હોય, પણ પાણ જ ન હોય, તો એ બધા ફેગટ છે; પાણને જોગ હોય તો જ એ બધા સફળ છે. તે જ પ્રકારે યજ્ઞ-દાનાદિ સમાન અનુષ્ઠાનમાં-ક્રિયામાં પણ સર્વત્ર અભિસંધિનું-આશયનું પ્રધાનપણું છે. અભિસંધિના આશયના ભેદના કારણે કહે છે – रागादिभिरयं चेह भिद्यतेऽनेकधा नृणाम् । नानाफलोपभोक्तृणां तथा बुद्ध्यादिभेदतः ॥ ११९ ॥ ચિત્ર ફલભેગી લોકને, રાગાદિથી આ એમ; બહુ પ્રકારે ભિન્ન અહિ, બુદ્ધયાદિ ભેદ તેમ. ૧૧ અર્થ:–અને રાગ આદિ વડે કરીને આ અભિસંધિ (આશય) નાના પ્રકારના કલના ઉપક્તા નરેને તથા પ્રકારે બુદ્ધિ આદિના ભેદથી ભિન્ન હોય છે. –ામ-રાગાદિ દેથી, ચં -આ અભિસંધિ વળી, -આ લોકમાં, મિતે - નેવાધા કૃori[-મનુષ્યને-અનેક પ્રકારે ભેદ પામે છે,–તેના મૃદુ, મધ્ય આંધમાત્ર ભેદે કરીને. કેવા વિશિષ્ટ મનુષ્યોનો? તે માટે કહ્યું-નાનામોuri-નાના પ્રકારના ફલના ઉપભોક્તા એવા મનુષ્યોને, તથા ઉચ્ચાવિત –તેવા પ્રકારે બુદ્ધિ આદિના ભેદથી (કહેવામાં આવનારા) અભિસંધિ ભેદ પામે છે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005150
Book TitleYogdrushti Samucchaya
Original Sutra AuthorHaribhadrasuri
AuthorBhagvandas Mehta
PublisherMansukhlal Mehta Mumbai
Publication Year1950
Total Pages866
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size24 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy