SearchBrowseAboutContactDonate
Page Preview
Page 47
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૯ છે, જ્ઞાન- નામાં વિશ્વને હવરાવનારા આ પૂર્ણ બેધ-ચંદ્રના સોમ્ય દર્શને જાણે પ્રફુલ્લિત થયેલું આ ગ-કમલ પૂર્ણ વિકસ્વરપણાને પ્રાપ્ત થયેલું દષ્ટ થાય છે ! (જુએ મુખપૃષ્ઠ પરની આકૃતિ.) “બીજના ચંદ્રમા જેવી, યોગદષ્ટિ ખુલ્ય ક્રમે; પૂર્ણ યોગકલા પામી, ભગવાન સ્વરૂપે રમે.”—યોગદષ્ટિકલશ (સ્વરચિત) અથવા ચોગરૂપ પુરુષ છે. તેના અષ્ટ ગાંગરૂપ આઠ અંગ છે. તેમાં યમ–નિયમરૂ૫ બે ચરણ છે, આસન-પ્રાણાયામ બે હાથ છે, પ્રત્યાહાર ઉદર છે, ધારણા વક્ષ:સ્થળ (છાતી) છે, ધ્યાન ગ્રીવા (ડોક ) છે, સમાધિ ઉત્તમાંગ-મસ્તક છે. આ આઠે અંગનું સંપૂર્ણપણે-અવિકલપણું થાય તે જ ગપુરુષની અવિકલ સંપૂર્ણતા છે,–જેમ અવિકલ સંપૂર્ણ અગોપાંગવાળા પુરુષની હોય છે તેમ. એક પણ અંગની વિકલતાથી–અપૂર્ણતાથી યુગપુરુષની વિકલતા–અપૂર્ણતા છે,–જેમ હીન અંગવાળા, ખોડખાંપણવાળા પુરુષની હોય છે તેમ. પુરુષશરીરમાં પ્રત્યેક અંગનું જેમ યથાયોગ્ય સમુચિત સ્થાન ને ઉપયોગીપણું હાય છે, તેમ આ રોગ શરીરમાં પણ પ્રત્યેક ગાંગનું યથાયોગ્ય સમુચિત સ્થાન ને ઉપયોગી પણું છે. જેમ શરીરના સર્વ અંગ-પ્રત્યંગ એક બીજા સાથે સહકારથી–સહયોગથી એકપણે વત્તી (Co-ordination) એક શરીર સંબંધી સર્વ ક્રિયા સાધે છે, તેમ યોગપુરુષના આ સર્વ અંગ એક બીજા સાથે સહકારથી–સહયોગથી એકપણે વત્તી (Organic unit ) એક ગપુરુષની સાધક એવી સર્વ પ્રક્રિયા કરે છે. વાયુ એ જ શરીરનો અને શરીર અંગેનો પ્રાણ છે, તેમ આત્મા એ જ આ ગ–પુરુષનો અને તેના ગાંગોનો ભાવપ્રાણ છે. જેમ જેમ ગઢષ્ટિનો વિકાસ થતો જાય છે, અને એકેક ગાંગ પ્રગટતા પામી જેમ જેમ પુષ્ટ થતું જાય છે, તેમ તેમ આત્મા ઉત્તરોત્તર સ્વભાવને વિષે ઓર ને ઓર સ્થિતિ કરતો જાય છે, યાવત્ આઠમી પર દષ્ટિમાં અષ્ટાંગ યેગપુરુષનો વિકાસ પરાકાષ્ટાને પ્રાપ્ત થયે આત્મસ્વભાવમાં પૂર્ણ પ્રવૃત્તિ હોય છે. “દષ્ટિ આઠમી સાર સમાધિ, નામ “પરા” તસ જાણું છે; આપસ્વભાવે પ્રવૃત્તિ પૂરણ, શશિ સમ બોધ વખાણ છે.”—શ્રી યો. દ. સઝા. અને આમ જ્યારે ચંદ્ર સમી યોગદષ્ટિ પૂર્ણ કળાએ ખીલી ઊઠે છે, અને ગપુરુષ પૂર્ણ વિકાસને પામે છે ત્યારે ગચક્રની પૂર્ણતા થતાં આ ભવચક્રની પણ “પૂર્ણતા” થાય છે, અથાત આ ભવચક્રનો અંત આવે છે. અષ્ટ યોગાંગ એ આ ચોગચકના આરા છે, તે આત્મસ્વભાવથું જનરૂપ ગની ધરી સાથે ગાઢ સંબદ્ધ હાઈ તેની આસપાસ ફરે છે, અર્થાત તે આત્મસ્વભાવના જ સાધક થઈ પ્રવર્તે છે. આવું આ ગચક્ર ખરેખર ! ભવચક્રનો ઉછેદ કરનારૂં અમેઘ “સુદર્શન ચક્ર” છે ભવ-અરિને હણી નાંખનારું આ શુદ્ધ “ધર્મચક્ર” પ્રયોજનારા પરમ ગિનાથ “અરિહંત” એવા યથાર્થ નામને પામે છે, અને આત્મસ્વરૂપની સિદ્ધિ કરીને “સિદ્ધ” નામને સાર્થક કરે છે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005150
Book TitleYogdrushti Samucchaya
Original Sutra AuthorHaribhadrasuri
AuthorBhagvandas Mehta
PublisherMansukhlal Mehta Mumbai
Publication Year1950
Total Pages866
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size24 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy