SearchBrowseAboutContactDonate
Page Preview
Page 46
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૮ તેના રોગનું બરાબર નિદાન કરી યોગ્ય ચિકિત્સા કરે, જ્ઞાન-અંજન આજે, તો ધીરે ધીરે તે દૃષ્ટિઅંધની દૃષ્ટિ ખૂલતી જાવ, “દિવ્ય નયન” ઉઘડે ને તે નેત્રરોગ સાવ મટી જાય. પણ ભૂલેચકે જે તે બાપડાને દષ્ટિવિહેણા આંધળા અસદ્દગુરુરૂપ ઊંટવૈદ્યને (ઝિuack) ભેટો થઈ જાય તો તે તે તેની આંખ જ ફોડી નાંખે ને “અંધ અંધ પલાય” જેવી સ્થિતિ થાય ! આ સતશ્રદ્ધાસંગત બેધરૂપ જ્ઞાનપ્રકાશવંતી ગદષ્ટિના ફલરૂપે જીવની અસત્ પ્રવૃત્તિ અટકી જાય છે, અને સપ્રવૃત્તિપદ નિકટ આવે છે. આ પ્રવૃત્તિ પદ એટલે વેદ્યસંવેદ્ય પદ” (આત્માનુભૂતિરૂપ સમ્યગદર્શન ) અથવા “શૈલેશીપદ” છે. આ યોગદષ્ટિ તે “સતપ્રવૃત્તિ પદાવહા” છે. અહીં “આવહ” એટલે લાવી આપનાર એ શબ્દ જે છે તે અત્યંત સૂચક છે. લોહચુંબકની જેમ આકર્ષણશક્તિવાળી આ ગદષ્ટિનું આકર્ષણ જ એવું પ્રબળ છે કે તે “પદ” (મોક્ષપદ) એની મેળે ખેંચાતું ખેંચાતું સમીપ પ્રાપ્ત થતું જાય છે. એક વખત આ ગઠષ્ટિરૂ૫ “દિવ્ય નયન” નો સ્પર્શ કર્યો કે બેડે પાર ! આ દૃષ્ટિરૂપ પારસમણિના સ્પર્શથી જીવરૂપ લેહ શુદ્ધ સુવર્ણ બની જાય છે ! આવી આ મહામહિમાવાન આઠ ભેદવાળી આ એગદષ્ટિમાં મિત્રા આદિ પહેલી ચાર દૃષ્ટિ પ્રતિપાતી-આવીને પાછી પડી જાય એવી હોય કે અપ્રતિપાતીન પડે એવી હોય, એમ ભજના છે, પણ સ્થિરા આદિ છેલ્લી ચાર દૃષ્ટિ તે અપ્રતિપાતી જ હોય, આ નિયમ છે. પહેલી ચાર દૃષ્ટિ કહી તે જે પ્રતિપાત-ભ્રંશ પામે, આવીને પાછી ચાલી જાય, તે તે સાપાય-નરકાદિ અપાયવાળી પણ હોય; જે પ્રતિપાત ન પામે, આવ્યા પછી પડે નહિં, તે નરકાદિ દુઃખરૂપ અપાય-બાધા પણ ન હોય એટલે અપ્રતિપાતી-નહિં પડતી એવી સ્થિર આદિ દષ્ટિ પ્રાપ્તિ થયે, મુક્તિમાર્ગ પ્રત્યેનું પ્રયાણ અખંડ-અભંગપણે ચાલ્યા જ કરે છે, યાવત મુક્તિની પ્રાપ્તિ હોય છે. “હષ્ટિ ચિરાદિક ચારમાં, મુગતિ પ્રયાણ ન ભાંજે રે, રયણી શયન જિમ શ્રમ હરે, સુર નર સુખ તિમ છાજે રે.”શ્રી કે. સક્ઝાય. અત્રે રૂપકઘટના કરીએ તે ગરૂ૫ અષ્ટ કમલદલવાળું કમલ છે. આ આઠ ગદષ્ટિરૂપ તેની આઠ પાંખડી-કમલદલ છે, અને તે પાંખડીનું મિલનસ્થાન આત્મસ્વભાવયું જનરૂપ યોગ-કણિકા છે તે આત્મસ્વભાવરૂપ કણિકામાં ભગવાન આત્મા–ચૈતન્ય દેવ પરબ્રહ્મ બિરાજે છે. ગઠષ્ટિરૂ૫ દલ જેમ જેમ વિકાસને પામે છે, તેમ તેમ ગકમલ વિકાસ પામતું જાય છે. એક યોગદષ્ટિરૂપ પાંખડી ખૂલતાં અનુક્રમે એકેક ચિત્તદેષ નિવૃત્ત થતો જાય છે, એકેક ગુણ વિકાસ પામતો જાય છે, અને એકેક ગાંગ પ્રગટતું જાય છે. આમ સંપૂર્ણ યોગદષ્ટિ ઉમીલન પામતાં ગરૂપ અષ્ટદલ કમલ સંપૂર્ણ વિકાસને પામે છે. મિત્રા દષ્ટિમાં તૃણ અગ્નિકણ સમા બોધપ્રકાશથી શરૂ થયેલે યોગદષ્ટિવિકાસ ઉત્તરોત્તર વધતો જઈ, પરા હષ્ટિમાં પૂર્ણ ચંદ્ર સામે સોળે કળાએ ખીલી ઊઠે Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005150
Book TitleYogdrushti Samucchaya
Original Sutra AuthorHaribhadrasuri
AuthorBhagvandas Mehta
PublisherMansukhlal Mehta Mumbai
Publication Year1950
Total Pages866
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size24 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy