SearchBrowseAboutContactDonate
Page Preview
Page 48
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૦. અત્રે મુખપૃષ્ઠ પર મેં જેલી આ ગ્રંથની સારભૂત મુખ્ય આકૃતિ પર દષ્ટિ ફેરવતાં સુજ્ઞ વાચકને પ્રથમ દર્શને જ આ ગ્રંથની સંપૂર્ણ વસ્તુને ખ્યાલ આવી જશે. તેમજ જિજ્ઞાસુ અભ્યાસીની સુગમતાથે અત્રે અન્ય ૨૧ આકૃતિ અને ૧૬ કેષ્ટકની મેં યથાસ્થાને યોજના કરી છે, તે પણ તેને કંઈક ઉપયોગી થઈ પડશે. આમ સંક્ષેપમાં આ સુકલાત્મક સંકલનામય ગ્રંથની વસ્તુનું દિગ્ગદર્શન કર્યું, વિશેષ તે ગ્રંથ અવલોકનથી સુજ્ઞ વાંચક સ્વયં જાણશે. ૨. ગબીજઃ ભક્તિનું પ્રાધાન્ય. "जिनेषु कुशलं चित्तं तन्नमस्कार एव च । giામાવિ જ સંશુદ્ધ પોલિમનુત્તરમ્ ”—શ્રી હરિભદ્રાચાર્યજી. " जो जाणइ अरिहंते, दव्वगुणपजवेहिं य । જે ના નવા , નો રંગાય તરસ ”-શ્રી કુંદકુંદાચાર્યજી. અને આ યોગમાર્ગ મુખ્ય પણે ભક્તિપ્રધાન જ છે એ અત્રે શાસકર્તા મહર્ષિએ પ્રથમ મિત્રા દષ્ટિના પાયારૂપ કહેલા ગબીજના વિશિષ્ટ વર્ણન પરથી જ સૂચિત થાય છે. તેને અત્રે પ્રસંગથી કંઈક વિચાર કરવાનું પ્રાપ્ત થાય છે. પ્રભુભક્તિ, સદગુરુભક્તિ, સતકૃતભક્તિ, સહજ ભરાગ્ય આદિને અત્ર ઉત્તમ ગબીજ કહ્યા છે, કે જે નિર્વાણના અવય-અચૂક હેતુ થઈ પડે છે. મુમુક્ષુની ચિત્તભૂમિમાં પ્રક્ષિપ્ત થયેલા આ અમોઘ યોગબીજ અંકુરિત થઈ અનુક્રમે મોક્ષરૂપ પરમ ઈષ્ટ અમૃત ફલ આપે જ છે. અને તે ગબીજ માં સૌથી પ્રથમ અને સૌથી પ્રધાન એવું પરમ ગબીજ પ્રગટ પરમાત્મસ્વરૂપ શ્રી જિનેશ્વરની–વીતરાગ દેવની ભક્તિ છે. “શ્રી જિન ભગવાન પ્રત્યે કુશલ–શુભ ભાવસંપન્ન ચિત્ત રાખવું, નમસ્કાર અને સંશુદ્ધ પ્રણામાદિ કરવા તે અનુત્તમ ગબીજ છે ” એવા પરમ યોગીશ્વર સાક્ષાત શુદ્ધ સ્વભાવમય મોક્ષને પામેલા સિદ્ધ આત્માને આદર્શ સ્થાને સ્થાપી, તેની એકનિષ્ઠ આરાધના કરવી તે પ્રધાન ગબીજ થઈ પડે એમાં જરાય આશ્ચર્ય નથી. ઘેટાના ટોળામાં ચિરકાલથી વસેલા સિંહશિશુનું દષ્ટાંત અત્ર ઘટે છે. પ્રભુના સ્વરૂપદર્શનથી ભક્તજનને નિજ સ્વરૂપનું ભાન થતાં, આવું જિન ભગવાન જેવું પરમાનંદમય શુદ્ધ આત્મસ્વરૂપ મને પ્રગટે તો કેવું સારું? એવી અંતરંગ ચિરૂપ તીવ્ર ઈચ્છાથી તે પર પરિણતિમાં નિરીહ-નિષ્કામ એવો અંતરાત્મા બની, આત્મપરિણતિ ભણી વળે છે. અને આદર્શ (Ideal) પરમાત્મસ્વરૂપની સાધના કરે છે. જે ઉપાસ્ય આદર્શ તેવી સિદ્ધિ થાય છે. કુશલ શિપી જેમ આદર્શને (Model ) નિરંતર દષ્ટિ સન્મુખ રાખી પિતાની કલાકૃતિ ઘડે છે, તેમ મુમુક્ષુ આતમા પણ પ્રતિબૃદસ્થાનીય-આદર્શરૂપ શુદ્ધ ચૈતન્યમૂર્તિ પ્રભુને નિરંતર દષ્ટિસમુખ રાખી નિજ આત્મસ્વરૂપની પૂર્ણ કલામય ઘટના કરે છે. “દણ જિમ અવિકાર ” પ્રભુના રૂપ દfણમાં નિજ સ્વરૂપનું દર્શન કરે છે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005150
Book TitleYogdrushti Samucchaya
Original Sutra AuthorHaribhadrasuri
AuthorBhagvandas Mehta
PublisherMansukhlal Mehta Mumbai
Publication Year1950
Total Pages866
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size24 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy