SearchBrowseAboutContactDonate
Page Preview
Page 456
Loading...
Download File
Download File
Page Text
________________ (૩૬૦) થાગદાસણ થાય यथैवैकस्य नृपतेबहवोऽपि समाश्रिताः । दूरासन्नादिभेदेऽपि तभृत्याः सर्व एव ते ॥ १०७ ।। જેમ એક રાજા તણા, આશ્રિત હોય ઘણાય; દૂર-નિકટ ભેદેય તે, તસ સેવક સઘળાય, ૧૦૭ અર્થ –જેમ કોઈ એક રાજાના ઘણય આશ્રિતો હોય, પણ દૂર-નિકટ આદિને ભેદ છતાં, તેઓ સર્વેય તેના ભૂ-સેવકે છે; વિવેચન ઉપરમાં સુયુક્તિથી જે સર્વ ભક્તિનું અભેદપણું ઘટાડ્યું, તેનું અહીં લેકપ્રસિદ્ધ દષ્ટાંતવડે સમર્થન કર્યું છે -જેમ કેઈ એક અમુક રાજા હોય, અને તેના આશ્રિત એવા સેવા કરનારા અનેક પુરુષે હોય. તે આશ્રિતમાં કોઈ રાજાની નિકટને સેવક હોય, કોઈ દૂર હોય. કોઈ પ્રધાન હોય, તે કોઈ મંત્રી હોય; કોઈ સરદાર હોય તે કોઈ સીપાઈ હોય; કેઈ કારકુન હોય, તે કઈ પટાવાળો હોય. ઈત્યાદિ પ્રકારે તે તે પુરુષની નિમણુક પ્રમાણે દરજજાને ભેદ હોય છે. પણ રાજાના આશ્રિત એવા તે બધાય પુરુષો તે એક જ રાજાના ભૂ તે છે જ, દાણો–સેવકો તો છે જ, તેઓના ભત્યપણામાં-સેવકપણામાં કાંઈ ભેદ પડતો નથી. કોઈને હોદ્દો ઊંચે તે કેઈન નીચે, પણ તે બધાયની ગણત્રી ભત્યવર્ગમાં જ-દાસવર્ગમાં જ થાય છે. તે સર્વે એક વર્ગ તરીકે રાજસેવક ( Government Servant) કહેવાય છે. દાર્શતિક જન કહે છે— सर्वज्ञतत्त्वाभेदेन तथा सर्वज्ञवादिनः । सर्वे तत्तत्त्वगा ज्ञेया भिन्नाचारस्थिता अपि ॥ १०८॥ કૃત્તિ---વાસ્થ ગ્રુપતેઃ-જેમ કોઈ એક વિવક્ષિત રાજાના, વવો િનમાતાઘણાય સમાશ્રિત પુરુષ, ટ્રાન્નાવિધિ -દૂર-આસન આદિ ભેદ હતાં છતાં, તેવા પ્રકારે નિયોગ ભેદ (નીમણુંકને ભેદ) કરવામાં આવે પણ, તન્રત્યા -તે વિવક્ષિત રાજાના ભૂસેવક, સંર્વ ga તે-તે સમાછિત સર્વે હાય છે. વૃત્તિઃ -સર્વજ્ઞતરવાન-યાત નીતિથી હેતુભૂત એવા સર્વ તત્વના અભેદથી, તથા-તેવા પ્રકારે, રાજાના સમાશ્રિત બહુ પુરુષની જેમ, સર્વજ્ઞાાનિક સર્વ-સર્વે સર્વસવાદીઓ, જિન આદિ મતભેદ અવલંબીઓ, તત્તરવા તે સર્વ તત્ત્વગામી, વા-જાણવા, મિત્રવારિતા અધિ-ભિન્ન આચારમાં સ્થિત છતાં, તેવા પ્રકારના અધિકારભેદથી. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005150
Book TitleYogdrushti Samucchaya
Original Sutra AuthorHaribhadrasuri
AuthorBhagvandas Mehta
PublisherMansukhlal Mehta Mumbai
Publication Year1950
Total Pages866
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size24 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy