________________
દીપ્રાદષ્ટિ : સામાન્યથી સર્વજ્ઞને માનનારા અભેદ
(૩૫૭) એક સર્વજ્ઞને જ માન્ય કરે છે, માને છે, એમ ન્યાયથી સાબિત થાય છે. માટે સર્વસને માનનારા જૂદા જૂદા દર્શનવાદીઓ પણ સર્વ કઈ એક સ્વરૂપ જ છે, અભેદ સ્વરૂપ જ છે. આમ સર્વજ્ઞને ભજનારા ભક્તોમાં પણ ભેદ હો સંભવતા જ નથી.
विशेषस्तु पुनस्तस्य कात्स्न्येनासर्वदर्शिभिः। सर्वैन ज्ञायते तेन तमापन्नो न कश्चन ॥ १०५ ॥
અસર્વદશ સર્વને, વિશેષ પણ તેને ય;
પૂર્ણ જણાય નતે થકી, તેને પ્રાપ્ત ન કેય. ૧૦૫ અર્થ અને તે સર્વાનો વિશેષ–ભેદ તો સંપૂર્ણપણે સર્વ અસર્વદશીઓને જાણ વામાં આવતો નથી, તેથી કરીને તે સર્વજ્ઞને પ્રાપ્ત થયેલ એ કોઈ (અસર્વદશી ) છે નહિં.
વિવેચન
ઉપરમાં સામાન્યથી સર્વજ્ઞનું એકપણું કહ્યું. હવે કોઈ કહેશે કે વિશેષથી તેમાં ભેદ હશે. તેનો ઉત્તર અત્રે કહે છે:–તે સર્વસને વિશેષ–ભેદ તે અસર્વદશી એવા સર્વ
પ્રમાતૃઓના જાણવામાં સંપૂર્ણ પણે આવી શકતો નથી. કારણ કે તે પોતે અસવદશી અસર્વદશી અસર્વજ્ઞ હોવાથી, તેનું સર્વ દર્શન તેઓને થતું નથી, વિશેષ સંપૂર્ણ એટલે તે સર્વજ્ઞના વિશેષનું-ભેદનું જ્ઞાન તેઓને કેમ થઈ શકે ? અને કેમ જાણે? સામાન્ય એવું દર્શન થતું હોય તે પણ વિશેષ એવા તેના જ્ઞાનમાં
તેઓની ગતિ હોતી નથી. આમ સર્વજ્ઞનું સ્વરૂપ ચિંતવનારા સર્વ અસર્વદશીઓને તેના સંપૂર્ણ વિશેષ સ્વરૂપનું ભાન થવું સંભવતું નથી. કારણ કે સંપૂર્ણ ને સંપૂર્ણને ખ્યાલ આવી શકે, પણ અપૂર્ણને સંપૂર્ણને ખ્યાલ કેમ આવી શકે ?
એટલે તે તે દર્શન પ્રમાણે આ સર્વજ્ઞ સંબંધી જે ભેદ કલ્પના કરવામાં આવે છે, તે પણ નિરર્થક છે. જેમકે-શેવ લેકે તેને અનાદિયુદ્ધ ને સર્વગત કહે છે, જેને સાદિ ને અસર્વગત કહે છે, બોદ્ધો પ્રતિક્ષણ ભંગુર કહે છે, ઈત્યાદિ જે ભેદ કપાય છે તે નકામો છે. કારણ કે-(૧) તેના વિશેષનું પરિજ્ઞાન એટલે કે સર્વથા સર્વ પ્રકારે જ્ઞાન છદ્મસ્થને થઈ શકતું નથી. (૨) યુક્તિઓના જાતિવાદને લીધે પ્રાયે વિરોધ હોય છે,
વૃત્તિ –વિશg-વિશેષ તો, ભેદ છે. પુનઃ વળી, તા-તે સર્વને, ન-કારથી, સંપૂર્ણપણે, અવર્ધમ:–અસર્વદશ પ્રમાતૃઓથી, સર્વે, ન જ્ઞાચ-નથી જાણવામાં આવતે,તેના અદર્શનને લીધે; દર્શન સતે પણ તેના જ્ઞાનની અગતિને લીધે, દર્શન હોય તે પણ તેના જ્ઞાન પ્રત્યે ગતિ હોતી નથી તેથી કરીને, તેજ-તે કારણથી, તં-તે સર્વને, આva:-પ્રતિપન્ન, પ્રાપ્ત થયેલો, ન જશ્ચન-કોઈ અસર્વદશ નથી.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org