________________
(૩૫૬)
ગદષ્ટિસમુચ્ચય
કેવલજ્ઞાનસ્વરૂપમાં ભેદ નથી, કારણકે કેવલજ્ઞાની સર્વજ્ઞ સર્વ કાંઈ જાણે છે. તેના અસંખ્ય પ્રદેશાત્મક આત્મક્ષેત્રમાં અનંત પયયનું સ્થાન છે, અને તેની અશેષ–સંપૂર્ણ જ્ઞાયક શક્તિ પૂર્ણ કક્ષાએ પ્રગટી છે, તેથી તે સર્વ કાંઈ વિશેષ જાણે છે, સર્વ પ્રમેયપ્રમાણ તેનું કેવલજ્ઞાન હોય છે.
“ક્ષેત્ર અસંખ્ય પ્રદેશ, અનંત પર્યાય નિવેશ; જાણુગ શક્તિ અશેષ, તેહથી જાણેરે કાંઈ સકલ વિશેષ રે...
જિમુંદા તારા નામથી મન ભીને. સર્વ પ્રમેય પ્રમાણ, જસ કેવલનાણ પહાણ તિણે કેવલનાણું અભિવાણ, જસ ધ્યાવે રે કાંઈ મુનિવર ઝાણું રેજિમુંદા.”
–શ્રી દેવચંદ્રજી.
प्रतिपत्तिस्ततस्तस्य सामान्येनैव यावतां । ते सर्वेऽपि तमापन्ना इति न्यायगतिः परा ॥ १०४ ॥ તેથી પ્રતિપત્તિ તેહની, જેની સામાન્ય જ; તે સર્વે આશ્રિત તેહને, પરા ન્યાયગતિ એજ. ૧૦૪
અર્થ:–તેથી કરીને તે મુખ્ય સર્વજ્ઞની જેટલાઓને સામાન્યથી જ પ્રતિપત્તિ (માન્યતા) છે, તે સર્વેય તેને આશ્રિત છે, એમ પરા ન્યાયગતિ છે.
વિવેચન
આમ વ્યક્તિભેદ છતાં સર્વજ્ઞ એક જ છે, તેથી કરીને આ સર્વજ્ઞાન સામાન્યથી જ જેટલાઓ સ્વીકાર કરતા હોય, તે સર્વે તે સર્વજ્ઞને જ આપન્ન છે, આશ્રિત છે, એવી
ન્યાયની પરા ગતિ છે. કારણ કે જેમ મનુષ્ય લક્ષણ જેના જેનામાં હોય, મુખ્ય સર્વજ્ઞના તેને તેને સામાન્યથી જ “મનુષ્ય” તરીકે સ્વીકાર કરવો એ ન્યાયની ભકત અભેદ પદ્ધતિ છે; તેમ સર્વજ્ઞનું લક્ષણ જેના જેનામાં હોય, તેને તેનો સામાન્ય
ન્યથી “સર્વજ્ઞ” તરીકે સ્વીકાર કરવો એ ન્યાયની રીતિ છે. અને આમ જેટલા જેટલા ભિન્ન ભિન્ન મતવાદીઓ-દાર્શનિકે સામાન્યપણથી જ તે સર્વજ્ઞને સ્વીકાર કરતા હોય, માન્યતા ધરાવતા હોય, તે સર્વેય મુખ્યજ-પારમાર્થિક જ એવા તે
વૃત્તિ –પ્રતિgત્તઃ તત્તઃ-તેથી કરીને પ્રતિપત્તિ, તરા-તેની, સર્વજ્ઞની, સામાજૈિવ સામાન્યથી જ, ચાવતાં-જેટલાએની, જેટલા તંત્રાન્તરીની ( અન્ય અન્ય દર્શનીઓની ) પણ, તે સર્વ-તે સર્વેય, તમન્ના –તે મુખ્ય સત્તને જ આ પન્ન-આશ્રિત છે, રુત ચાયત એવી પરા ન્યાયગતિ છે –તે સિવાય તેની પ્રતિપત્તિની અસિદ્ધિ છે માટે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org