________________
(૩૪૪)
ગદરિસમુચ્ચય થાય છે, એટલે કે લેકમાં પણ તે માટે પ્રતીતિ ઉપજતી નથી, ખાત્રી થતી નથી. કુતર્કથી સિદ્ધ કરાતી વાત લેકેને પણ માન્યામાં આવતી નથી. કારણ કે તેમાં માત્ર દષ્ટાંત શિવાય બીજે કાંઈ સાર રહેતો નથી. આમ સર્વથા આવા નિઃસાર તુચ્છ કુતર્કથી કાંઈ નથી, એમાં કાંઈ માલ નથી. એટલે આવા અસમંજસકારી લેકપ્રતીતિથી બાધિત કુતર્કથી સર્યું!
" तत्कुतर्केण पर्याप्तमसञ्जसकारिणा । ___ अतीन्द्रियार्थसिद्ध्यर्थं नावकाशोऽस्य कुत्रचित् ॥ .. २३-१२. માટે જે સત્યતત્વનો જિજ્ઞાસુ છે એવા તત્વોષક આત્માથીએ તો કયારેય પણું, કોઈ પણ પ્રકારના કંઈ પણ કુતર્કને બીલકુલ કોઠું આપવા યોગ્ય નથી જ, એમ તાત્પર્ય છે. આ અંગે પ્રત્યેક મુમુક્ષુએ પરમ આત્માનુભવી શ્રીમદ્ રાજચંદ્રજીના આ સંકેત્કીર્ણ વચન હૃદયમાં સદા કતરી રાખવા યોગ્ય છે
છોડી મત દર્શન તણે, આગ્રહ તેમ વિક૯પ; કહ્યો માર્ગ આ સાધશે, જન્મ તેહના અ૫ ”શ્રી આત્મસિદ્ધિ.
કુતર્ક નિંદાનો સારાંશ અને આ વચનનો જાણે પ્રતિનિ કરતા હોય-પડશે પાડતા હોય, એમ ભગવાન શાસ્ત્રકાર મહર્ષિ હરિભદ્રસૂરિજીએ આ કુતકરૂપ વિષમ ગ્રહના ત્યાગ પર આટલો બધા ભાર મૂક્યો છે, સર્વ પ્રકારને આગ્રહ-અભિનિવેશનો અત્યંત નિષેધ કર્યો છે. કારણ કે આ કુતર્ક વિષમ ગ્રહની ખૂબ નિંદા કરતાં, તેઓશ્રીએ સ્પષ્ટ દર્શાવ્યું કે-આ કુતર્ક, (૧) બોધ પ્રત્યે રોગરૂપ છે, (૨) શમને–આત્મશાંતિને અપાયરૂપ છે, (૩) શ્રદ્ધાનો ભંગ કરનાર છે, (૪) મિથ્યા અભિમાન ઉપજાવનાર છે, અને (૫) આમ તે ચિત્તને અનેક પ્રકારે ભાવશત્રુ-પરમાર્થરિપુ છે, માટે તેમાં અભિનિવેશ કરવો મુમુક્ષુને યેગ્ય નથી. (૬) સર્વ વિકલ્પ અવિદ્યાસંગત છે, અને તેની ચેજનાશેઠવણ કરનાર આ કુતર્ક છે, માટે તેથી શું કામ છે? (૭) આ સર્વે કુતર્ક જાતિપ્રાય એટલે દૂષણભાસપ્રધાન છે, પ્રતીતિથી અને ફલથી બાધિત છે. દૂર રહેલાને હાથી હણે? કે નિકટ રહેલાને? તેના જેવા વેદિયાવેડાની જેમ. (૮) વળી આ કુતર્કમાં છેવટનો જવાબ
સ્વભાવ” છે. અને આ સ્વભાવ તે તત્વથી છદ્મસ્થાને ગોચર નથી, કારણ કે અન્યથી તે અન્ય પ્રકારે કલ્પવામાં આવે છે. જેમકે અગ્નિ ભીંજવે છે, પાણી બળે છે, ઈત્યાદિ. (૯) આમ સર્વત્ર લેકપ્રતીતિથી બાધિત એવું દષ્ટાંત સુલભ છે, તે પછી આવા દાંતપ્રધાન કુતર્કને કેણુ વારી શકે ? જેમકે-બે ચંદ્ર ને સ્વપ્નવિજ્ઞાનના ઉદાહરણના બલ ઉપરથી ઊઠતો કુતર્ક સર્વ જ્ઞાનેનું નિરાલંબનપણું સાધે છે! (૧૦) આમ લોકપ્રતીતિથી બાધિત એવું સર્વ કાંઈ પણ અસમંજસ કુતર્કથી સર્વત્ર પ્રાપ્ત થાય છે. કુતર્કથી ગમે તેવું અગડં. બગડે ગમે ત્યાં સાબીત થઈ શકે છે! તો પછી આવા અનિષ્ટ દુષ્ટ કુતર્કનું શું પ્રયોજન છે?
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org