SearchBrowseAboutContactDonate
Page Preview
Page 429
Loading...
Download File
Download File
Page Text
________________ દીરાદષ્ટિ : અવિદ્યાસંગત વિકલ૫, તેને યાજક કુતર્ક ( ૩૩૩ ) અન્ય જીના ઉપકારને અર્થે ખર્ચવી એજ ઉચિત છે. પિતાના શરીરને તે પિતાનાથી બને તેટલી પર સેવા કાર્યમાં અર્પણ કરે, પિતાના મનને તે પરહિત તન,મન,ધનથી ચિંતાના કાર્યમાં વ્યાપૃત કરે, પોતાના વચનને તે પરનું ભલું થાય પરોપકાર એવા સત પ્રજનમાં પ્રયક્ત કરે, પિતાના ધનને તે દીન-દુ:ખીના દુ:ખદલનમાં વિનિયોજિત કરે, અને જનકલ્યાણના ઉત્કર્ષરૂપ સેવા કાર્યમાં પોતાનો બનતો ફાળો આપે, કારણ કે સંતજનની વિભૂતિઓ પરોપકારાર્થ હેય છે. “પરોવારા સતાં વિમૂતા:’ અને આવું જે પરોપકાર કૃત્ય છે તે “પરિશુદ્ધ” અથત સર્વથા શુદ્ધ હેવું જોઈએ. એટલે આમાં બીજા જીવનો ઉપઘાત ન થાય, એકના જાને ઉપકાર ન થાય, એ ખાસ જોવું જોઈએ. કઈ પણ જીવને કંઈપણ દુ:ખકિલામણા ઉપજાવ્યા વિના જે કરવામાં આવે તે જ પરિશુદ્ધ પરોપકાર છે. તેમજ આ પરોપકાર કૃત્યમાં આ લેક-પરલોક સંબંધી કંઈ પણ ફલ અપેક્ષા ન જ હોવી જોઈએ, પરોપકાર કૃત્ય સર્વથા નિષ્કામ જ લેવું જોઈએ, અને તો જ તે “પરિશુદ્ધ” ગણાય કુતર્કની અસારતા જ બતાવવા માટે કહે છે– अविद्यासंगताः प्रायो विकल्पाः सर्व एव यत् । तद्योजनात्मकश्चैष कुतर्कः किमनेन तत् ॥९॥ અવિદ્યાસંગત પ્રાય તે, હેય વિકલ્પ તમામ; તસ પેજકજ કુતર્ક આ, તેથી એનું શું કામ? ૯૦ અર્થ:–ઘણું કરીને સર્વેય વિકલ્પ અવિદ્યાસંયુક્ત હોય છે, અને તે વિકલ્પના જરૂપ આ કુતર્ક છે. તેથી કરીને આ કુતર્કથી શું ? વિવેચન “જહાં કલપના જલપના, તહાં માને દુ:ખ છાંઈ; મિટે કલપના જલપના, તબ વસ્તુ તિન પાઈ. – શ્રીમદ્ રાજચંદ્રજી સર્વેય વિક-શબ્દવિકપિ ને અર્થવિક પ્રાયે કરીને અવિદ્યાસંગત હોય વૃત્તિ -અવિદ્યારંગતા-અવિદ્યાસંગત, જ્ઞાનાવરણીય આદિથી સંપુક્ત-સંયુક્ત, કાથો-પ્રાયે બાહુલ્યથી, વિવાહા સર્વ જીવ-વિક સર્વેય,--શબ્દ વિકલપ, અને અર્થ વિક, થર્-કારણ કે, તઘરનામ-અને તેને જનાત્મક, તે વિકલ્પને યાજનાત્મક, ઇ--આ-ગેમ-પાસ આદિ વિકલ્પ કરવાવડે કરીને, કુંત-કુત–ઉક્ત લક્ષણવાળે છે. મિનેન તરુ-તેથી કરીને એનાથી શું? એનું શું કામ છે? કંઈ નહિ, એમ અર્થે છે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005150
Book TitleYogdrushti Samucchaya
Original Sutra AuthorHaribhadrasuri
AuthorBhagvandas Mehta
PublisherMansukhlal Mehta Mumbai
Publication Year1950
Total Pages866
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size24 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy