SearchBrowseAboutContactDonate
Page Preview
Page 428
Loading...
Download File
Download File
Page Text
________________ ( ૩૩ર) ગદષ્ટિસમુચ્ચય बीजं चास्य परं सिद्धमवन्ध्यं सर्वयोगिनाम् । परार्थकरणं येन परिशुद्धमतोऽत्र च ॥ ८९॥ આનું બીજ સહ ગિને, સિદ્ધ અવંધ્ય પ્રધાન; પરોપકાર પરિશુદ્ધ જે, એથી એહ આ સ્થાન. ૮૯ અર્થ:–અને આ કૃત આદિનું પરમ બીજ, સર્વ રોગીઓને સિદ્ધ એવું અવધ્યઅચૂક ફલ દેનારું પરિશુદ્ધ પરાર્થ કરણ(પરોપકાર) છે, એટલા માટે અત્રે પણ અભિનિવેશ કર યુક્ત છે. વિવેચન “પ્રભુ ભજે, નીતિ સમજે, પરઠો પોપકાર.”– શ્રીમદ્ રાજચંદ્રજી અને આ ઉપરમાં જે અભિનિવેશ કરવા યોગ્ય-લગની લગાડવા યોગ્ય, એવા શ્રત, શીલ ને સમાધિ કહ્યા, તેનું પણ સર્વ રોગીઓને સિદ્ધ થયેલું-પ્રતિષ્ઠિત થયેલું પરમ કારણ શું છે? તે અહીં પ્રગટ કર્યું છે -એ શ્રુતાદિનું પણ પરમ શુદ્ધ બીજરૂપ પ્રધાન કારણ પરાર્થકરણ છે, એટલે કે પર પ્રજનના પરોપકારમાં નિપાદનરૂપ પોપકાર છે. એમ કુલગી વગેરે સર્વ યેગીઓએ અભિનિવેશ સંમત કરેલું છે, પ્રતિષ્ઠિત કરેલું છે. અને આ પરોપકારરૂપ બીજ યુકત શ્રેતાદિની પ્રાપ્તિરૂપ અમેધ–અચૂક ફલ આપનારું છે. આ પરોપકાર કાર્યમાં અન્ય કોઈને ઉપઘાત ન થવો જોઈએ, બીજા કોઈને બાધા ન ઉપજવી જોઈએ, એવું તે સર્વથા પરિશુદ્ધ હેવું જોઈએ. આવા પરિશુદ્ધ પરોપકારમાં અભિનિવેશ કરે, લગની લગાડવી, તે મુમુક્ષુ મહાત્માઓને યુક્ત છે, કારણ કે આ પરોપકાર શ્રેતાદિ કારણનું પણું કારણ છે. એટલા માટે મુમુક્ષુએ પરોપકારી થવું, પરપકાર કાર્યના વ્યસની થવું, એમ સતપુરુષોને ઉપદેશ છે. શ્રી યાસજીએ ભાગવતમાં કહ્યું છે કે–“પાર પુuથાય પાપાજાપાનમ્ ' એટલે મોક્ષાભિલાષી મુમુક્ષુ જીવે પોતાના તન, મન, ધન ને વચનની સમસ્ત શક્તિ વ્રુત્તિ-વીનં વાક્ય-અને આનું-શ્રુતાદિનું બીજ, g૪ સિસ્ટં-પરમ સિદ્ધ, પ્રધાન પ્રતિષ્ઠિત. ૩ઘરઘં–અવંધ્ય, નિયત ફલદાયી, ચોક્કસ ફલ આપનારું, સર્વયોનિનામૂ-સર્વયોગીઓને, કુયોગી પ્રમુખ સર્વ વેગીઓને. તે શું? તે માટે કહ્યું-ઘરાર્થના-પરાર્થકરણ, પરપ્રજનનું નિપાદન, (પરોપકાર ) રર-જેથી, જે કારણથી, શુદું-પરિશુદ્ધ, અન્યના અનુપઘાતથી, બીજાને ઉપઘાત નહિ કરવા થકી, સાત-આથી, આ કારણ થકી, સત્ર ૪-અત્રે પણ, આ પરાર્થકરણમાં (પરોપકારમાં) પણ અભિનિવેશ યુક્ત છે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005150
Book TitleYogdrushti Samucchaya
Original Sutra AuthorHaribhadrasuri
AuthorBhagvandas Mehta
PublisherMansukhlal Mehta Mumbai
Publication Year1950
Total Pages866
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size24 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy