________________
રીપ્રાદણિઃ શ્રુત-શીલ-સમાધિમાં અભિનિવેશ યુક્ત
( ૩૩૧ ) નથી,-ઘાણીના બેલની જેમ.' આંખે પાટા બાંધેલ ઘીનો બેલ આ વખત ભમ્યા કરે, પણ કેટલું ચાલે તેનું તેને ભાન નથી હોતું; તેમ પિતા પોતાના પક્ષના અભિનિવેશથી અંધ થયેલા વાદીઓ વિચિત્ર પ્રકારે વાદ વદે છે, છતાં બોલાઈ રહેલા તત્ત્વને તો તેઓ પામતા નથી !
તર્ક વિચારે છે વાદપરંપરા રે, પાર ન પહોંચે કય; અભિમત વસ્તુ વરતુગતે કહે છે, તે વિરલા જગ જેય.
પથંડા નિહાળું રે બીજા જિનત.”—શ્રી આનંદધનજી એટલા માટે મુમુક્ષુ જીવે કુતર્કમાં બીલકુલ અભિનિવેશ કરવો યોગ્ય નથી. પણ આ મહાત્મા મુમુક્ષુઓને જે કયાંય પણ અભિનિવેશ કરે એગ્ય હોય, તે તે શ્રુતમાં
સદાગમમાં કરે ગ્ય છે, પરદ્રોહથી વિરતિ લક્ષણવાળા શીલમાંશીલાદિમાં શુદ્ધ ચારિત્રમાં કર ચોગ્ય છે, અને દયાનના ફલરૂપ સમાધિમાં કરે અભિનિવેશ યોગ્ય છે. કારણ કે શ્રત, શીલ ને સમાધિ જ એવા શુભ સ્થાનક યુક્ત છે, કે જ્યાં અભિનિવેશ કરવો એટલે કે અંત:પ્રવેશ કરવો, દ્રઢ
આગ્રહ ધરે, દઢતાથી વળગી રહેવું, મજબૂત પકડ કરવી,-એ આત્માથી મુમુક્ષુને હિતાવહ હેઈ યુક્ત છે, પરમ પ્રશસ્ત છે. જો કે આગ્રહરૂપ-કદાગ્રહરૂપ, મતાગ્રહરૂપ અભિનિવેશ તે સર્વથા અનિષ્ટ હેઈ સર્વત્ર વર્ષે જ ત્યાગવા યોગ્ય જ છે; તો પણ અત્રે જે શ્રુત આદિમાં અભિનિવેશ કહો, તે કદાગ્રહના અર્થમાં નથી, પણ સદાગ્રહરૂપસત્યાગ્રહરૂપ પ્રશસ્ત અર્થમાં છે, અત્રે અભિનિવેશ એટલે અત્યંત અંત:પ્રવેશ એમ અર્થ ઘટે છે. આમ થતમાં અભિનિવેશ કરવો એટલે શ્રતને દઢ ભક્તિથી આરાધવું, શ્રત સાગરમાં ઊંડે પ્રવેશ કરી તેના અર્થનું અવગાહન કરવું. શીલમાં અભિનિવેશ કરે એટલે શીલને-યુદ્ધ ચારિત્રને દઢપણે, ચુસ્તપણે, મક્કમપણે વળગી રહેવું, ચીટકી રહેવું, શીલને અખંડ અભંગપણે સેવવું. સમાધિમાં અભિનિવેશ કરે એટલે દઢતાથી સમાધિમાં પ્રવેશી અક્ષાભ રહેવું, “ઘેર પરીષહ કે ઉપસર્ગ ભયે કરી, આવી શકે નહિં તે સ્થિરતાને અંત જે,”—એવી અખંડ આત્મસમાધિ પ્રાપ્ત કરવી.
આમ પ્રશસ્ત અર્થમાં-શ્રત, શીલ ને સમાધિની દઢ આરાધનાના સમર્થ અર્થમાં, શ્રત–શીલ-સમાધિ પ્રત્યે અભિનિવેશ કરવો તે મુમુક્ષુને સર્વથા યેગ્ય છે, કારણ કે તે શ્રુત-શીલ-સમાધિ મુમુક્ષુ જોગીજનના મોક્ષરૂપ ઈષ્ટ પ્રયજનની સિદ્ધિના ઉત્તમ સાધન છે, માટે તેની દઢ લગનીરૂપ આરાધના કરવી, રઢ લગાડીને તેની પાછળ મંડી પડવું, તેમાં અભિનિવેશ–અત્યંત તન્મયતારૂપ પ્રવેશ કરવો તે મુમુક્ષુને અત્યંત યોગ્ય છે.
* જુઓ શ્રીમદ્ રાજચંદ્રજીત અપૂર્વ અવસરવાળું અત્યંત સુપ્રસિદ્ધ અમર કાવ્ય,
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org