SearchBrowseAboutContactDonate
Page Preview
Page 423
Loading...
Download File
Download File
Page Text
________________ ડિમાષ્ટિ : કતકથી બધગશમાપાય આદિ (૩૭) આપે છે, તે સેંકડો યત્નથી મેળવેલું બીજ ઊખર ભૂમિમાં વાવતાં ખેદ પામે છે! કારણ કે અસદુગ્રહવાન ગુરુ પાસેથી શાસ્ત્રો સાંભળે છે, પણ તેમની આજ્ઞા કરી પાળતો નથી, અને તે અસારગ્રાહી ચાલણની જેમ પિતાનું વિવેચકપણું માને છે!” જેમ ચાલ અસાર એવા કાંકરા પકડી રાખે છે, તેમ આ અસદુગ્રહવાન્ કાંકરા જેવા અસાર દોષ પકડી રાખે છે! ને ઉલટું તેનું અભિમાન રાખે છે કે હું કેવો વિવેચક છું ! “ આમ તેની ચતુરાઈ પણ દંભને માટે હોય છે, શાસ્ત્રજ્ઞાન પણ પાપને માટે હોય છે, પ્રતિભાસંપન્નપણું પણ પ્રસારણ માટે-છેતરપીંડીને માટે હોય છે, ધીરપણું પણ ગર્વને માટે હોય છે ! અહે! અસથ્રહવંતના ગુણેની વિપરીત સૃષ્ટિ હોય છે !” એટલા માટે જ અસહવંત રેગી બોધરૂપ દૂધપાક પચાવવાને ચોગ્ય નથી.* ૨. શમાપાય–કુતર્ક શમને એટલે આત્મશાંતિને અપાયરૂપ–હાનિરૂપ થાય છે, ખલેલ પહોંચાડે છે, કારણ કે તે અસત્ અભિનિવેશ–કદાગ્રહ જન્માવે છે, ખોટા ખેટા મનના તરંગો કે તુરંગો ઉપજાવે છે, તેથી તે ચિત્તની શાંતિને ડોળી નાંખે છે, ખળભળાવી મૂકે છે, ને જીવને વિશ્વમ દિશામાં પાડી નાખે છે, હાવરો–હાવરે બનાવી દે છે. “શમરૂપ સુંદર ને શીતલા બાગને આ કુતરૂપ આગની જવાલા બાળી નાંખે છે, ને ઉજજડ વેરાન કરી મૂકે છે. આવા અસગ્રહરૂપ૪ અગ્નિથી જેનું અંતર્ બળી ગયું છે, ત્યાં તત્વનિશ્ચયરૂપ વેલી કયાંથી ઊગે? તે પછી પ્રશાંતિ-પુ અને હિતોપદેશ-ફલે તે બીજે જ શોધી લેવા! આ અસગ્રહથી જેની મતિ છવાઈ ગઈ છે એવો મનુષ્ય કુતકરૂપ દાતરડાવડે તત્ત્વ-વલ્લીને કાપી નાંખે છે, રસથી દોષવૃક્ષને સિંચે છે, ને શમરૂપ સ્વાદિષ્ટ ફલને નીચે ફેંકી દે છે!” ૩. શ્રદ્ધાભંગ–કુતર્ક શ્રદ્ધાનો ભંગ કરે છે, કારણ કે તેથી આગમ અર્થની અપ્રતિપત્તિ-અસ્વીકાર થાય છે, સત્શાસ્ત્રની આસ્થામાં ભંગાણ પડે છે, આસ્થા ત્રટે છે. કુતર્કરૂપ શક્ય હોય છે, ત્યાં લગી હૃદયમાં શ્રદ્ધા ચાંટતી નથી. જેમ પત્થરવાળી ભૂમિમાં પાણી પ્રવેશતું નથી ને અંકુરો ફૂટતા નથી, તેમ અસગ્રહરૂપ પત્થરમય ચિત્તમાં સટ્ટ * “ असद्ग्रहो यस्थ गतो न नाशं, न दीयमानं श्रुतमस्य शस्यम् । न नाम वैकल्यकलंकितस्य, प्रौढा प्रदातुं घटते नृपश्रीः ॥ आमे घटे वारि धृतं यथा सद्विनाशयेत् स्वं च घटं च सद्यः । કસરતમતિસ્તવ, ધુતાત્મજ્ઞાસુમયોર્વિનાશઃ ” ઇત્યાદિ. (વિશેષ આધાર માટે જુઓ)–શ્રી યશવ કૃત. શ્રી અધ્યાત્મસાર. + " असदग्रहाग्निज्वलितं यदंतः, क्व तत्र तत्त्वव्यवसायवल्लिः । प्रशांतिपुष्पाणि हितोपदेशफलानि चान्यत्र गवेषयन्तु ॥ कुतर्कदात्रेण लुनाति तत्ववल्ली रसात्सिंचति दोषवृक्षम् । ક્ષિપધ: ચાતુરું રામાણમાછન્નમતિર્મનુષ્ય શ્રી અધ્યાત્મસાર. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005150
Book TitleYogdrushti Samucchaya
Original Sutra AuthorHaribhadrasuri
AuthorBhagvandas Mehta
PublisherMansukhlal Mehta Mumbai
Publication Year1950
Total Pages866
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size24 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy